________________
૧૯૪]
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
पगणिय, बहवे समण-माहण समुद्दिस्स तहेव पुरिसंतरकडं वा जाव आसेवियं वा फासुयं जाव पडिगाहेज्जा । ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં જાણે કે કોઈ ભાવિક ગૃહસ્થ સાધુને આપવાની પ્રતિજ્ઞાથી કોઈ એક સાધુના લક્ષ્ય પ્રાણી, ભૂત, જીવ, સત્વોની હિંસા કરીને વસ્ત્ર તૈયાર કર્યા છે, તો તે વસ્ત્રને ગ્રહણ કરે નહિ. તે જ રીતે પિંડેષણા અધ્યયનની જેમ અનેક સાધુ, એક સાધ્વી, અનેક સાધ્વીઓના ઉદ્દેશથી, તેમજ અનેક શ્રમણ-બ્રાહ્મણ આદિની ગણના કરીને તથા અનેક શ્રમણાદિના સામાન્ય ઉદ્દેશથી બનાવેલા વસ્ત્ર સંબંધી કથન પિંડેષણાની જેમ જાણવું યાવત સમુચ્ચય રીતે શ્રમણ, બ્રાહ્મણો માટે વસ્ત્ર તૈયાર કર્યું હોય અને તે પુરુષાંતરકૃત હોય, તો તેને સાધુ ગ્રહણ કરી શકે છે. આ સર્વ વિષયનું કથન પિંડેષણાની જેમ સમજવું જોઈએ. | ४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा- असंजए भिक्खुपडियाए कीयं वा धोयं वा रत्तं वा घटुं वा मटुं वा संमटुं वा संपधूवियं वा, तहप्पगार वत्थ अपुरिसंतरकडं जाव णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव पडिगाहेज्जा । શબ્દાર્થ - પ૬ = ઘસેલા મર્દ = મસળેલા સંપૂવયં = ધૂપથી સુવાસિત કરેલ. ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં જાણે કે ગૃહસ્થ સાધુ માટે વસ્ત્ર ખરીદ્યા છે, ધોયા છે, ગળી વગેરેથી રંગ્યા છે, ઘસીને સાફ કર્યા છે, મુલાયમ બનાવ્યા છે, વિશેષ મુલાયમ કર્યા છે, ધૂપ, અત્તરાદિથી સુવાસિત કરેલા છે, આ પ્રકારના વસ્ત્ર જો અપુરુષાંતરકૃત યાવતુ આસેવિત ન હોય, તો તેવા વસ્ત્રને સાધુ અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. જો સાધુ કે સાધ્વી જાણે કે આ વસ્ત્ર પુરુષાંતરકત યાવતુ આસેવિત છે, તો તેને પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આધાકર્મી આદિ કેટલાક ઉદ્ગમના દોષયુક્ત વસ્ત્ર ગ્રહણનો નિષેધ કર્યો છે.
જે રીતે સાધુ-સાધ્વીને માટે આહાર-પાણીના વિષયમાં ઔદેશિક આદિ દોષોથી રહિત આહાર ગ્રહણનું કથન છે, તે જ રીતે વસ્ત્રની ગવેષણામાં પણ સાધુ-સાધ્વી ઔદેશિક આદિ દોષોથી રહિત વસ્ત્રોને જ ગ્રહણ કરે છે.
એક કે અનેક સાધુ-સાધ્વીના ઉદ્દેશથી આરંભ-સમારંભ કરીને તૈયાર કરેલું વસ્ત્ર પુરુષાંતરકૃત હોય કે અપુરુષાત્તરવૃત હોય, તે સાધુ માટે કલ્પનીય નથી.
સાધુના નિમિત્તે વસ્ત્ર વેચાતા લીધા હોય, ધોયા હોય, ગળી વગેરેથી રંગ્યા હોય, સુગંધી દ્રવ્યોથી સુવાસિત કર્યા હોય, મુલાયમ બનાવ્યા હોય વગેરે કોઈ પણ પ્રકારે વસ્ત્રને સંસ્કારિત કર્યા હોય, તો તે પણ સાધુને કલ્પનીય નથી, પરંતુ તે વસ્ત્ર પુરુષાંતરકૃત થઈ જાય અર્થાત્ બીજાને આપી દેવામાં આવે અને તે વ્યક્તિ તેનો સ્વીકાર કરી લે, વાપરી લે, ત્યારપછી તે વસ્ત્ર સાધુને માટે કલ્પનીય બને છે. બહુમૂલ્યવાન વસ્ત્રનો નિષેધઃ| ५ से भिक्खू वा भिक्खुणी वा से जाइं पुण वत्थाई जाणेज्जा- विरूवरूवाई
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org