________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૨ .
[ ૧૮૯ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર સંપૂર્ણ અધ્યયનના સારરૂપ છે. સૂત્રકારે ભાષાનો પ્રયોગ કરતા પહેલા આઠ પ્રકારનો વિવેક બતાવ્યો છે. તે આ પ્રમાણે છે
સાધુ-સાધ્વી-(૧) ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરીને બોલે. (૨) પ્રાસંગિક વિષય અને વ્યક્તિને અનુરૂપ વિચાર કરીને, અવલોકન કરીને ચિંતનપૂર્વક બોલે. (૩) પહેલા તે વિષયનું પુરું નિશ્ચયાત્મક જ્ઞાન કરી લે ત્યારપછી બોલે. (૪) પૂર્ણરૂપે સાંભળી, સમજીને બોલે. (૫) જલદી-જલદી અસ્પષ્ટ શબ્દોમાં બોલે નહિ. (૬) વિવેકપૂર્વક બોલે. (૭) ભાષા સમિતિનું ધ્યાન રાખીને બોલે. (૮) સંયમ ભાવથી પરિમિત શબ્દોમાં બોલે.
આ રીતે વિવેકપૂર્વક બોલતા સાધક સત્ય મહાવ્રતનું યથાર્થ પાલન કરી શકે છે. ઉપસંહાર:२० एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्व?हिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ ભાષા સંબંધી વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
અધ્યયન-૪/ર સંપૂર્ણ
ક . ચોથું અધ્યયન સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org