________________
[ ૧૮૮ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષય:
(૧) શ્રોત્રેજિયના ત્રણ વિષય- જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. (૨) ચરિજિયના પાંચ વિષય- કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ વર્ણ. (૭) ધ્રાણેજિયના બે વિષય- સુગંધ અને દુર્ગધ. (૪) રસેજિયના પાંચવિષય-તીખો, કડવો, કષાયેલો, ખાટો અને મધુર રસ. (૫) સ્પર્શેજિયના આઠ વિષય- કર્કશ, કોમળ, હળવો, ભારે, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ સ્પર્શ. ૨૩ વિષયના ૨૪૦ વિકાર :
શ્રોતેંદ્રિયના ૧૨ વિકાર- જીવ શબ્દ આદિ ૩ પ્રકારના શબ્દોના શુભ અને અશુભ, આ બે-બે પ્રકાર છે, તેથી ૩ ૪ ૨ = ૬, તે છ પર રાગ-દ્વેષ થવાથી ૬ x ૨ = ૧૨ વિકાર થાય છે.
ચક્ષુરિન્દ્રિયના વિકારકાળો આદિ પાંચ વર્ણના સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેથી પ૪૩ = ૧૫, તેના શુભ અને અશુભ બે-બે ભેદ થવાથી ૧૫ X ૨ = ૩૦, આ ત્રીસ ઉપર રાગ અને દ્વેષ થવાથી ૩૦ x ૨ = ૬૦ વિકાર થાય છે.
ધ્રાણેજિયના ૧૨ વિકાર– સુરભિગંધ અને દુરભિગંધ, આ બે ગંધના સચિત્ત, અચિત્ત અને મિશ્ર આ ત્રણ-ત્રણ પ્રકાર છે, તેથી ૩ ૪ ૨ = ૬, તેના પર રાગ અને દ્વેષ થવાથી ૬x૨ = ૧૨ વિકાર થાય છે.
રસેજિયના ૬૦ વિકાર- કડવાદિ પાંચ રસના સચિત્ત, અચિત્ત, મિશ્ર આ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેથી ૫ x ૩ = ૧૫, તેના શુભ અને અશુભ આ બે-બે ભેદ થવાથી ૧૫ × ૨ = ૩૦ અને તેના પર રાગ-દ્વેષ થવાથી ૩૦ x ૨ = ૬૦ વિકાર થાય છે.
સ્પર્શેન્દ્રિયના ૯૬વિકાર- કર્કશાદિ આઠ સ્પર્શના સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણ પ્રકાર છે, તેથી ૮૪૩ = ૨૪, તેના શુભ અને અશુભ આ બે-બે ભેદ થવાથી ૨૪x૨ = ૪૮, તેના પર રાગ અને દ્વેષ થવાથી ૪૮ x ૨ = ૯૬ વિકાર થાય છે.
આ રીતે શ્રોતેન્દ્રિયના– ૧૨ + ચક્ષુરિન્દ્રિયના- 0 + ધ્રાણેન્દ્રિયના– ૧૨ + રસેન્દ્રિયના– ૬૦ + સ્પશેન્દ્રિયના- ૯૬ વિકાર = ૨૪૦ વિકાર થાય છે.
સાધુએ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે જેવું હોય તેવું જ તટસ્થ ભાવપૂર્વક કહેવું જોઈએ. ભાષાના પ્રયોગ સમયે મન તેમજ વાણીમાં પૂર્વોક્ત ૨૪૦ પ્રકારના વિકારમાંથી કોઈપણ વૈભાવિક ભાવો ન આવે, તેના માટે સાવધાની રાખવી જરૂરી છે. ભાષા વિવેક:| १९ से भिक्खू वा भिक्खुणी वा वंता कोहं च माणं च मायं च लोभं च अणुवीइ णिट्ठाभासी णिसम्मभासी अतुरियभासी विवेगभासी समियाए संजए भासं भासेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરીને વિચારપૂર્વક, એકાંત અસાવધ વચન, સાંભળી–સમજીને બોલે, ઉતાવળ કર્યા વિના તેમજ વિવેક પૂર્વક બોલે અને ભાષા સમિતિથી યુક્ત સંયત ભાષાનો પ્રયોગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org