________________
[ ૧૮૬]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
કહે, વૃક્ષો ફળોના ભારથી નમી ગયા છે. આ વૃક્ષ ઘણા ફળોને આપે છે, ઘણા પાકેલા ફળો છે, આ ફળો ઘણા કોમળ છે કારણ કે હજુ તેમાં ગોઠલી પડી નથી. આ પ્રકારની અસાવધ યાવત્ અહિંસક ભાષા વિચાર પૂર્વક બોલે. |१५ से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूयाओ ओसहीओ पेहाए तहा वि ताओ णो एवं वएज्जा, तं जहा- पक्का इ वा, पीलिया इ वा, छवीया इ वा, लाइमा इ वा, भज्जिमा इ वा, बहुखज्जा इ वा । एयप्पगार भास सावज्ज जाव भूओवघाइयं अभिक्खं णो भासेज्जा । શબ્દાર્થ :-૫૦ = આ ધાન્ય પાકી ગયું છે રિયા = આ ધાન્ય હજુ કાચું છે છવાયા = સુંદર શોભાવાળું છે, છાલવાળું છે નામ = કાપવા યોગ્ય છે મHિT = શેકવા યોગ્ય છે વહુજા = સારી રીતે ખાવા યોગ્ય છે. ભાવાર્થ :-સાધુ કે સાધ્વી ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા ધાન્યને જોઈને આ પ્રમાણે કહે નહિ કે આ ધાન્ય વિશેષ પાકી ગયેલ છે, હજુ તે કાચું છે, લીલી છાલવાળું છે, સુંદર શોભાયુક્ત છે, હવે તે કાપવા યોગ્ય છે, શેકવા યોગ્ય છે, સારી રીતે ખાવા યોગ્ય છે, આ પ્રકારની સાવધ વાવ હિંસાકારી ભાષા સાધુ બોલે નહિ. |१६ से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूयाओ ओसहीओ पेहाए तहावि एवं वएज्जा, तं जहा- रूढा इ वा बहुसंभूया इ वा थिरा इ वा ऊसढा इ वा गब्भिया इ वा पसूया इ वा ससारा इ वा । एयप्पगारं भासं असावज्जं जाव भासेज्जा । શબ્દાર્થ –ઢા = આમાં અંકુરો નીકળ્યા છે વજુભૂથ = ઘણું ઉત્પન્ન થયું છેfથી = સ્થિર છે સદા = રસ ભરેલો છે મિથ = ગર્ભમાં છે અર્થાત્ ડા, શિંગાદિથી રહિત છે પસૂયા = ડુંડા આદિ બહાર નીકળી ગયેલ છે સંસાર = કણ ભરાઈ ગયા છે. ભાવાર્થ :-સાધુ કે સાધ્વી ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા ધાન્યને જોઈને પ્રયોજનવશ આ પ્રમાણે કહે, જેમ કે– આમાં બીજ અંકુરિત થઈ ગયા છે, ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા છે, હવે તે ઉપઘાતાદિથી રહિત સ્થિર છે, રસથી ભરેલ છે અર્થાત્ સરસ છે, તે ડૂડા, શિંગાદિથી રહિત છે, તે ડૂડા આદિથી યુક્ત છે, ધાન્યકર યુક્ત છે અર્થાત્ દાણા આવી ગયા છે, આ પ્રકારની નિરવધ યાવતુ અહિંસક ભાષા સાધુ વિચારપૂર્વક બોલે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે વનસ્પતિ વિષયક ભાષાપ્રયોગના વિવેકનું નિદર્શન છે.
સાધુ ગ્રામાનુગ્રામવિહાર કરતા હોય ત્યારે વિવિધ પ્રકારના દશ્યો જોવા મળે છે, તે સમયે સંસ્કારથી વિવેક રહિત, હિંસાકારી ભાષાનો પ્રયોગ ન થઈ જાય, તે માટે સૂત્રકારે કેટલાક ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે, જેમ કે- આ વૃક્ષનું લાકડું બાજોઠ, પાટ, પાટલા, બારણા આદિ બનાવવા યોગ્ય છે, ફળ પાકી ગયા છે, તે તોડવા યોગ્ય છે. ધાન્ય લણવા યોગ્ય છે. કઠોળની શિંગો લીલીછમ અને કોમળ, ખાવા યોગ્ય, શેકવા યોગ્ય છે; વગેરે સાવધકારી ભાષા સાધુ બોલે નહીં. સાધુના મુખેથી તથા પ્રકારની ભાષા સાંભળીને ગૃહસ્થો વૃક્ષોનું છેદન-ભેદન કરે છે તો સાધુ તેના આરંભ-સમારંભમાં નિમિત્ત બને છે.
સાધુ પ્રયોજનવશ બોલે, ત્યારે સૂત્રોક્ત નિરવધ ભાષાનો પ્રયોગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org