________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૨
૧૮૧ |
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને પરપીડાકારી, કઠોર ભાષાપ્રયોગનો નિષેધ કર્યો છે.
સત્ય ભાષા પણ જો પરપીડાકારી હોય, તો તે અન્ય વ્યક્તિને માટે માનસિક પરિતાપજનક હોવાથી હિંસક છે, જેમ કે કાણાને કાણો, લંગડાને લંગડો કહેવો, આ ભાષાપ્રયોગ વ્યક્તિને અપ્રિય લાગે છે.
આ પ્રકારના ભાષાપ્રયોગથી ભાષા સમિતિનું પાલન થતું નથી. તે વ્યક્તિને સાધુ પ્રતિ અભાવ કે ક્રોધ ઉત્પન્ન થાય છે અને સાધુની સ્વયંની અસભ્યતા પ્રગટ થાય છે.
મનુષ્યની દુર્બળતા પ્રગટ કરવી તે દોષજનક છે પરંતુ તેના ગુણાનુવાદ કરવા, તે ગુણાનુરાગ છે, તેથી ઓજસ્વી વ્યક્તિને ઓજસ્વી, તેજસ્વી વ્યક્તિને તેજસ્વી કહેવા રૂપ, ભાષાપ્રયોગ યથાર્થ છે અને તે સાંભળનારને પ્રિય લાગે છે, તેથી સાધુ અન્ય વ્યક્તિને પ્રિયકારી સત્ય ભાષાનો પ્રયોગ કરે. સાવધકારી ભાષા વિવેક:| ३ से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाई रूवाइं पासेज्जा, तं जहावप्पाणि वा जाव भवणगिहाणि वा; तहावि ताई णो एवं वएज्जा, तं जहासुकडे इ वा सुठुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा। एयप्पगारं भास सावज्जं जाव णो भासेज्जा ।। શબ્દાર્થ - સુડે = સારું બનાવ્યું છે સુહુ = સુંદર તૈયાર થયું છે સાહુ = આ સારું કર્યું છે વાળ = આ કલ્યાણકારી છે અને = આ કરવા યોગ્ય છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી વિવિધ રૂપોને જુએ, જેમ કે- ખેતરની ક્યારીઓ યાવત ભવનગૃહ. તેના વિષયમાં આ પ્રમાણે કહે નહિ, જેમ કે– આ સારું બનાવ્યું છે, સારી રીતે તૈયાર કરેલું છે, સુંદર બન્યું છે, આ કલ્યાણકારી છે. આ કરવા યોગ્ય છે. આ પ્રકારની સાવધ યાવતુ જીવોની હિંસા કરનારી ભાષા બોલે નહિ. |४ से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाई रूवाइं पासेज्जा, तं जहावप्पाणि वा जाव भवणगिहाणि वा, तहावि ताई एवं वएज्जा, तं जहाआरंभकडे इ वा सावज्जकडे इ वा पयत्तकडे इ वा पासादियं पासादिए इ वा दरिसणीयं दरिसणीए इ वा अभिरूवं अभिरूवे इ वा पडिरूवं पडिरूवे इ वा । एयप्पगारं भासं असावज्ज जाव भासेज्जा । શબ્દાર્થ :- ગામડે = આ આરંભકૃત છે સાવઝ = આ સાવધકૃત છે પચત્તડે = પ્રયત્નથી કરાયેલું છે. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના રૂપોને જુએ છે, જેમકે- ખેતરની ક્યારી યાવતુ ભાવનગૃહ. તેના વિષયમાં કહેવાનું પ્રયોજન હોય, ત્યારે આ પ્રમાણે કહે- જેમ કે- આ આરંભથી બનાવેલું છે, સાવધકૃત છે અથવા આ પ્રયત્નથી બનાવેલું છે. આ રીતે પ્રાસાદિકને પ્રાસાદીય, જોવા યોગ્યને દર્શનીય, રૂપવાનને અભિરૂપ, મનોહરને પ્રતિરૂપ કહે. આ પ્રમાણે વિચારપૂર્વક અસાવધ યાવત્ જીવહિંસાથી રહિત ભાષાનો પ્રયોગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org