________________
૧૮૦
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ચોથું અધ્યયન : બીજો ઉદ્દેશક
કઠોર અને પીડાકારી ભાષા વિવેક ઃ
१ से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाइं रूवाइं पासेज्जा तहावि ताई जो एवं वज्जा, तं जहा- गंडी गंडी इ वा कुट्ठी कुट्ठी इ वा जाव महुमेहणी इ वा हत्थच्छिण्णं हत्थच्छिण्णे इ वा पायच्छिण्णे पायछिण्णे इ वा कण्णछिष्णे कण्णछिण्णे इ वा णक्कछिण्णे णक्कछिण्णे इ वा ओट्ठछिण्णे ओट्ठछिण्णे इ वा ।
जे यावणे तहप्पगारा, तहप्पगाराहिं भासाहिं बुइया - बुइया कुप्पंति माणवा, ते यावि तहप्पगाराहिं भासाहिं अभिकंख णो भासेज्जा ।
=
શબ્દાર્થ:નહાવેયારૂં = જો કે કોઈ એક ઊંડી નંદી ત્તિ - કંઠમાળના રોગીને, હે ગંડી ! એ પ્રમાણે એ સંબોધનથી ુઠ્ઠી ુઠ્ઠી તિ = કોઢના રોગીને, હે કોઢી મહુમેહની ત્તિ = મધુમેહના રોગીને, હે મધુમેહી! એ પ્રમાણે એ સંબોધનથી.
ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી અનેક રૂપોને અર્થાત્ રોગી આદિને જોઈને આ પ્રમાણે કહે નહિ. જેમ કે— જેને કંઠમાળનો રોગ થયો હોય, તેને હે ગંડી ! હે કંઠમાળી !, કોઢના રોગવાળાને, હે કોઢી ! યાવત્ મધુમેહથી પીડિત રોગીને, હે મધુમેહી !, જેનો હાથ કપાયેલો છે, તેને હે ઠૂંઠા !, જેના પગ કપાયા છે, તેને હે લંગડા !, નાક કપાયેલાને, હે નકટા !, કાન કપાયેલાને, હે કાનકટા ! અને હોઠ કપાયેલાને, હે હોઠકટા !, આ અને આવા પ્રકારના બીજા પણ સંબોધનથી કોઈને બોલાવે નહિ.
આ પ્રકારના સંબોધનથી તે વ્યક્તિ દુઃખી થાય છે અથવા ક્રોધિત થાય છે, તેથી ભાષા સમિતિનો વિવેક રાખનાર સાધુ તેવા શબ્દોથી તેને સંબોધન કરે નહિ.
२ से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाई रुवाई पासेज्जा तहावि ताई एवं वएज्जा, तं जहा- ओयंसी ओयंसी इ वा तेयंसी तेयंसी इ वा वच्चसी वच्चंसी इ वा जसंसी जसंसी इ वा अभिरूवं अभिरूवे इ वा पडिरूवं पडिरूवे इ वा पासादियं पासादिए इ वा दरिसणिज्जं दरिसणीए इ वा । जे यावण्णे तहप्पगारा तहप्पगाराहिं भासाहिं बुइया - बुइया णो कुप्पंति माणवा ते यावि एयप्पगाराहिं भासाहिं अभिकख भासेज्जा ।
Jain Education International
ભાવાર્થ :સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના રૂપવિશેષને જોઈને તેના વિષયમાં આ પ્રમાણે કથન કરે, જેમ કે– ઓજસ્વીને હે ઓજસ્વી !, તેજથીયુક્ત હોય તેને હે તેજસ્વી ! દીપ્તિવાન, ઉપાદેય વચની અથવા લબ્ધિયુક્ત હોય તેને વર્ચસ્વી; જેના યશઃકીર્તિ ચારે બાજુ ફેલાયેલા હોય તેને યશસ્વી; રૂપવાન હોય તેને અભિરૂપ; મનોહર હોય તેને પ્રતિરૂપ; પ્રસન્ન હોય તેને પ્રાસાદીય; દર્શનીય હોય તેને દર્શનીય કહે.
આ અને આવી જે કોઈ વ્યક્તિ હોય તેઓને આ પ્રકારના સૌમ્ય શબ્દપ્રયોગ દ્વારા સંબોધન કરવામાં આવે, તો તે ક્રોધિત થતા નથી, તેથી સાધુ આવી મધુર અને નિરવધ–નિર્દોષ ભાષા બોલે.
For Private Personal Use Only
www.jainelibrary.org