SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૪: ઉદ્દેશક-૧ [ ૧૭૯ ] દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે સાધુએ વાયુ, વૃષ્ટિ, ઠંડી, ગરમી, સુકાળ, દુષ્કાળ, કલ્યાણ, અકલ્યાણ ક્યારે થશે? થશે કે થશે નહિ? આ પ્રકારની ભાષા બોલવી જોઈએ નહિ તેમજ મેઘ, આકાશ અને માનવ માટે દેવ શબ્દનો પ્રયોગ કરવો નહીં. -(દશવૈ.અધ્ય.૭, ગા.૫૦,૫૧,૫૨,૫૩). સંક્ષેપમાં સાધુ અનર્થકારી કે નિરર્થક, અતિશયોક્તિવાળી ભાષાનો પ્રયોગ કરે નહીં. આવશ્યકતાનુસાર સંયમિત ભાષાનો જ પ્રયોગ કરે. ઉપસંહાર:१३ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । ज सव्वढेहिं समिए सहिए सया जएज्जासि । ति बेमि । ભાવાર્થ :- આ ભાષા સંબંધી વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. | અધ્યયન-૪/૧ સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy