________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
શબ્દાર્થ:-ખોલેલે પ્તિ – આકાશ દેવ છેન્ગવેલે ત્તિ = વાદળ દેવ છે(ગર્જન દેવ છે) વિષ્ણુનેને શિ - વિદ્યુત દેવ છે પણ વેલે ત્તિ - દેવ વરસે છે બિપુર્વર્યુ ત્તિ - દેવ નિરંતર વરસે છે પડતુ પા વાસ વરસાદ થાય તો સારું મા વા ૫૬૩ = વરસાદ ન વરસે ખિન્નત વા લસ્સું = ધાન્ય ઉત્પન્ન થાય મા યા પાક - ધાન્ય ઉત્પન્ન ન થાય વિમાન યા રચી - રાત્રિ વ્યતીત થાઓ મા યા વિમાન- = રાત્રિ વ્યતીત ન થાઓ. ન
૧૭૮
ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી આ પ્રમાણે કહે નહિ કે– આકાશ દેવ છે, મેઘ દેવ છે, વિદ્યુત દેવ છે, દેવ વરસી રહ્યા છે, દેવ નિરંતર વરસી રહ્યા છે, વરસાદ થાય તો સારું, વરસાદ ન થાય તો સારું, ધાન્ય ઉત્પન્ન થાય તો સારું, ધાન્ય ઉત્પન્ન ન થાય તો સારું. રાત્રિ વીતી જાય તો સારું, ન વીતે તો સારું, સૂર્યનો ઉદય થાય તો સારું, ઉદય ન થાય તો સારું, તે રાજા જીતે તો સારું કે ન જીતે તો સારું, પ્રજ્ઞાવાન સાધુ આ પ્રકારની ભાષા બોલે નહિ.
१२ से भिक्खू वा भिक्खुणी वा अंतलिक्खे ति वा गुज्झाणुचरिए ति वा समुच्छिए वा णिवइए वा पओए वा वएज्ज वा वुट्ठबलाहए ति ।
શબ્દાર્થ:- અંતનિવત્ત્વે ત્તિ = આકાશને આકાશ કહે મુન્નાગુપતિ ત્તિ = આ દેવોનો ગમનાગમનનો માર્ગ છે તેથી ગુલ્લાનુચરિત કહે સમુદ્િ = વાદળા બંધાઈ રહ્યા છે, સંમૂર્ચ્છિમ પાણી પડી રહ્યું છે બિવર્ = પડે છે પોર્ = આ મેઘ વરસાદ વરસાવે છે, પાણી ભરેલા વાદળા છે વખ્ત વા વુકવતાહર્ ત્તિ - અથવા એમ કહ્યું કે વાદળા વરસી રહ્યા છે.
ભાવાર્થ:
સાધુ-સાધ્વીને કહેવાનો પ્રસંગ આવે, ત્યારે આકાશને ગુલ્લાનુચરિત, અંતરિક્ષ કે આકાશ કહે અથવા દેવોના ગમનાગમનનો માર્ગ કહે, આ વાદળ પાણી વરસાવનારા છે, આ વાદળા બંધાઈ રહ્યા છે, આ મેઘ વરસે છે, આ વાદળા વરસી ચૂક્યા છે, આ પ્રકારની ભાષા બોલે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાકૃતિક તત્ત્વો સંબંધી ભાષાપ્રયોગમાં વિવેકનું પ્રતિપાદન છે.
વૈદિક યુગમાં સૂર્ય, ચંદ્ર, રાત્રિ, અગ્નિ, જલ, સમુદ્ર, મેઘ, વીજળી, આકાશ, પૃથ્વી, વાયુ આદિ પ્રકૃતિજન્ય તત્ત્વોને દેવ કહેતા હતા. આજે પણ ઘણા લોકો તેને દેવ માને છે, પરંતુ જૈન શાસ્ત્ર અનુસાર આકાશાદિ દેવ નથી, પ્રાકૃતિક પદાર્થો છે.
નિરવધ અને યઘાતથ્ય ભાષાનો પ્રયોગ કરનાર જૈન સાધુને આ પ્રકારના મિથ્યાવાદથી બચવા માટે સૂત્રકારે આ પ્રકારનો વિવેક બતાવ્યો છે કે સાધુ આકાશ, મેઘ, વીજળી આદિ પ્રાકૃતિક પદાર્થોને દેવ ન કહેતા તેના વાસ્તવિક નામથી કે ગુણથી જ તેનું કથન કરે.
વરસાદનું વર્ણન, ધાન્યોત્પાદન, રાત્રિનું ગમન, સૂર્યનો ઉદય, રાજાનો જય કે પરાજય ઇત્યાદિ બાબતોમાં સાધુએ તટસ્થ રહેવું જોઈએ કારણ કે વરસાદ વરસે આદિ કહેવાથી સચિત્ત જીવોની વિરાધના ચવાથી દોષની સંભાવના છે. અમુક રાજાનો જય હો, પરાજય હો, વગેરે વચન બોલવાથી યુદ્ધની અનુમોદનાનો દોષ લાગે છે તથા સાધુ પ્રત્યે એકને રાગ, બીજાને દ્વેષ જાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org