________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૧
૧૭૭ ]
णो एवं वएज्जा- होली ति वा गोली ति वा एवं इत्थिगमेणं णेयव्वं । ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવવા છતાં તે ન સાંભળે તો આ પ્રમાણે સંબોધન કરે નહિ- અરે હોલી-મૂર્ખ !, અરે ગોલી !, વગેરે સ્ત્રીવાચી શબ્દો જાણવા(અરે ચાંડાલણ !, અરે કજાત !, અરે દાસી પુત્રી !, હે કૂતરી !, હે ચોરટી !, હે ગુપ્તચારિણી !, અરે કપટી !, હે મૃષાવાદિની !, તું આવી છે અને તારા માતાપિતા પણ એવા છે.) વિચારશીલ સાધુ આ પ્રકારની સાવધ, સક્રિય યાવત્ જીવોની ઘાતક ભાષા બોલે નહિ. १० से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे एवं वएज्जा- आउसो ति वा, भगिणी ति वा, भोई ति वा, भगवई ति वा, साविगे ति वा, उवासिए ति वा, धम्मिए ति वा, धम्मप्पिए ति वा । एयप्पगारं भासं असावज्जं जाव अभिकंख भासेज्जा । શબ્દાર્થ - સાડલો તિ વ = હે આયુષ્યમતી ! મો = હે પૂજ્ય ! મળી ર = હે ભગવતી ! ભાવાર્થ :- સાધુ કે સાધ્વી કોઈ બેનને બોલાવવા છતાં જો તે ન સાંભળે તો આ પ્રમાણે સંબોધન કરે– હે આયુષ્યમતી !, હે બહેન!, હે પૂજ્યા ! હે ભાગ્યવતી !, હે શ્રાવિકા !, હે ઉપાસિકા !, હે ધાર્મિકા !, હે ધર્મપ્રિયા ! આ પ્રકારની નિરવ યાવત જીવોની હિંસાથી રહિત ભાષા વિચારપૂર્વક બોલે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે સંબોધન સંબંધી ભાષાનો વિવેક પ્રગટ કર્યો છે.
સાધુને ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરવાનો પ્રસંગ આવે, ત્યારે અવજ્ઞાપૂર્ણ હલકા શબ્દોનો પ્રયોગ કરે નહીં. હોલ, ગોલ જેવા નિંદાજનક કે તિરસ્કારજનક તુચ્છ શબ્દપ્રયોગ સાંભળનારને અપ્રીતિજનક હોય છે. તેમાં સાધુની અસભ્યતા અને અશિષ્ટતા પ્રગટ થાય છે. આ પ્રકારના તુચ્છ શબ્દ પ્રયોગ ક્યારેક કલેશનું નિમિત્ત બની જાય છે, તેથી સાધુ તથા પ્રકારના સંબોધનો કરે નહીં.
સાધુ, સ્ત્રી કે પુરુષનું ગૌરવ જળવાઈ રહે, તે રીતે મધુર અને કોમળ શબ્દપ્રયોગ કરે. સાધુને સ્ત્રી કે પુરુષને સંબોધન કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય, ત્યારે (૧) મધુર ભાષામાં તેનું નામ લઈને બોલાવે (૨) જો નામ આવડતું ન હોય, તો ગોત્રથી સંબોધન કરે (૩) જો નામ કે ગોત્ર બંનેનો પરિચય ન હોય, તો દેશ- કાલ અનુસાર સામી વ્યક્તિની યોગ્યતા અનુસાર હે ભદ્ર ! હે દેવાનુપ્રિય ! હે ધર્મશીલા ! હે શ્રાવકજી ! હે ભાઈ ! હે બહેન ! વગેરે પ્રિય સંબોધન કરે. પ્રાકૃતિક તત્ત્વ સંબંધી ભાષા વિવેક:११ से भिक्खू वा भिक्खुणी वा णो एवं वएज्जा- णभोदेवे ति वा गज्जदेवे ति वा विज्जुदेवे ति वा पवुट्ठदेवे ति वा णिवुट्ठदेवे ति वा पडउ वा वासं मा वा पडउ, णिप्फज्जउ वा सस्से, मा वा णिप्फज्जउ, विभाउ वा रयणी, मा वा विभाउ, उदउ वा सूरिए, मा वा उदेउ, सो वा राया जयउ, मा वा जयउ । णो एयप्पगारं भासं भासेज्जा पण्णवं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org