________________
૧૮૨ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
| ५ से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए तहावि तं णो एवं वएज्जा, तं जहा- सुकडे इ वा सुठुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा । एयप्पगारं भासं सावज्ज जाव भूओवघाइयं अभिकंख णो भासेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારને જોઈને આ પ્રમાણે કહે નહિ, જેમ કે- આ આહારાદિ પદાર્થો સારા બન્યા છે, સુંદર બન્યા છે, સારી રીતે તૈયાર કર્યા છે, કલ્યાણકારી છે અને અવશ્ય કરવા યોગ્ય છે. આવા પ્રકારની ભાષા સાવધ યાવત જીવોનો ઘાત કરનારી છે, સાધુ તેવી ભાષા બોલે નહિ. | ६ से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए एवं वएज्जा, तं जहा- आरंभकडे इ वा सावज्जकडे इ वा पयत्तकडे इ वा भद्दयं भद्दए इ वा ऊसढं ऊसढे इ वा रसियं रसिए इ वा मणुण्ण मणुण्णे । इवा एयप्पगार भास असावज्ज जाव अभूओवघाइय अभिकख માસેના | ભાવાર્થ :- સાધુ કે સાધ્વી મસાલા આદિથી તૈયાર કરેલા સુસંસ્કૃત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારના આહારને જોઈને આ પ્રમાણે કહે કે આ આહારાદિ પદાર્થો આરંભથી બન્યા છે, સાવધકૃત છે, પ્રયત્ન સાધ્ય છે, ભદ્ર અર્થાત્ વર્ણ, ગંધ, રસાદિથી યુક્ત છે, ઉત્કૃષ્ટ છે, સરસ છે, મનોજ્ઞ છે. આ પ્રકારની અસાવધ યાવત્ જીવોની હિંસા નહિ કરનારી, નિરવધ, નિષ્પાપ ભાષાનો પ્રયોગ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને સાવધકારી ભાષા પ્રયોગનો નિષેધ કર્યો છે.
સાધુને ત્રણ કરણ અને ત્રણ યોગથી અહિંસા મહાવ્રતનું પાલન કરવાનું હોય છે, તેથી સાધુ સુંદર મકાન, દુકાન, પ્રાસાદ, દેવાલય, મંદિર આદિ કોઈ પણ સ્થાનને માટે પ્રશંસાત્મક શબ્દો બોલે નહીં. પ્રશંસાથી આરંભ-સમારંભની અનુમોદના થાય છે.
સાધુ આહારની પ્રશંસા કરે નહીં. આહારની પ્રશંસાથી હિંસાની અનુમોદના થાય છે. સાધુના મુખેથી પોતાના ભોજન આદિની પ્રશંસા સાંભળીને ગૃહસ્થને ફરી ફરી તેવું ભોજન બનાવવાની ઇચ્છા થાય, તેથી સાધુને તેના આરંભ-સમારંભનો દોષ લાગે છે, સાધુની રસલોલુપતા પ્રગટ થાય છે. પ્રયોજનવશ બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થાય, ત્યારે તે સ્થાન, પદાર્થ કે ભોજનઆદિની યથાર્થતા નિરવધ ભાષામાં પ્રગટ કરે, જેમ કે– આ ભોજન ઘણું આરંભજન્ય છે, ઉત્કૃષ્ટ છે, મનોજ્ઞ છે વગેરે ભાષાપ્રયોગ કરે. - સાધુના ભાષા પ્રયોગથી ગૃહસ્થના અંતરમાં રાગ ભાવ જાગૃત ન થાય, તેને તથા પ્રકારનું સ્થાન કે ભોજન આદિ નવા બનાવવાની ઇચ્છા ન થાય, તે રીતે સંયમિત વચનપ્રયોગ કરે. પંચેન્દ્રિય સંબંધી ભાષા વિવેક:|७ से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं वा गोणं वा महिसं वा मिगं वा पसुं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org