________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૧
- ૧૭૧ |
સાધુ-સાધ્વી નિશ્ચયાત્મક ભાષાનો પ્રયોગ કરે નહી, જેમ કે- આ પ્રમાણે થશે જ અથવા આ પ્રમાણે નહીં જ થાય, ગોચરી ગયેલા સાધુ અશનાદિ ચારે ય પ્રકારનો આહાર લઈને જ આવશે, આહાર લીધા વિના જ આવશે; તે આહાર કરીને જ આવશે કે આહાર કર્યા વિના જ આવશે; જાણ્યા વિના કહે કેતે અવશ્ય આવ્યા હતા કે આવ્યા ન હતા; તે અવશ્ય આવે છે કે આવતા નથી; તે અવશ્ય આવશે કે આવશે નહિ; તે અહીં આવ્યા હતા કે અહીં આવ્યા ન હતા; તે અહીં અવશ્ય આવે છે કે ક્યારે ય આવતા નથી; તે અહીં અવશ્ય આવશે કે ક્યારે ય આવશે નહિ; આ પ્રમાણે નિશ્ચયાત્મક ભાષાનો પ્રયોગ સાધુ-સાધ્વી કરે નહિ. વિવેચનઃ
પ્રત સૂત્રમાં સાધુ કે સાધ્વીને ન બોલવા યોગ્ય કેટલીક ભાષાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે સાધુ આવશ્યકતા અનુસાર સત્ય અથવા વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે, પરંતુ ક્રોધાદિ કષાયના ઉદયમાં વ્યક્તિ વિવેક ભૂલી જાય છે, તેની વિચાર શક્તિ કે નિર્ણય શક્તિ રહેતી નથી. કષાયથી બોલાયેલી સત્ય ભાષા પણ અસત્ય બની જાય છે તેથી શાસ્ત્રકારે ક્રોધાદિ કષાયને આધીન થઈને બોલવાનો નિષેધ કર્યો છે..
ક્રોધ, અભિમાન, માયા, લોભને વશ થઈને બોલવું, તે સાવધભાષા કહેવાય છે, તે જ રીતે સાધુના ભાષા પ્રયોગથી કોઈ પણ જીવોને દુઃખ થાય, તેવી કર્કશ કે કઠોરભાષા પણ સાવધભાષા છે તેથી સાધુ તથા પ્રકારની ભાષાનો પ્રયોગ કરે નહીં. કાળ(ત્રણ કાળ) અને ક્ષેત્ર વિષયક નિશ્ચયાત્મક ભાષા બોલવી તે સાધુ માટે અનાચરણીય છે કારણ કે ક્યારેક સાધુનું વચન ખોટું ઠરે, તો લોકોને સાધુ પ્રતિ અને ધર્મ પ્રતિ અશ્રદ્ધાનો ભાવ થાય છે અને સાધુનું સત્ય મહાવ્રત ખંડિત થાય છે, તેથી સાધુ વિવેકપૂર્વક ભાષાનો પ્રયોગ કરે. સોળ પ્રકારના વચન :| २ अणुवीइ ट्ठिाभासी समियाए संजए भासं भासेज्जा, तं जहा-एगवयणं, दुवयणं, बहुवयणं, इत्थीवयणं, पुरिसवयणं, णपुंसगवयणं, अज्झत्थवयणं, उवणीयवयणं, अवणीयवयणं, उवणीयअवणीयवयणं, अवणीयउवणीयवयणं, तीयवयणं, पडुप्पण्णवयणं, अणागयवयणं, पच्चक्खवयणं, परोक्खवयणं ।
___ ते एगवयणं वइस्सामीति एगवयणं वएज्जा, जाव परोक्खवयणं वइस्सामीति परोक्खवयणं वएज्जा । इत्थी वेस, पुरिस वेस, णपुंसगं वेस, एवं वा चेयं, अण्णं वा चेयं, अणुवीइ णिट्ठाभासी समियाए संजए भासं भासेज्जा । इच्चेयाई आयतणाइ उवातिकम्म । શબ્દાર્થ –અબુલી = વિચાર કરીને મારી = નિષ્ઠાથી, નિષ્ઠાપૂર્વક બોલનાર સમયા= ભાષા સમિતિ યુક્ત ભાષા ગફલ્યવય = અધ્યાત્મ વચન ૩૧ળયવયy = પ્રશંસાકારી વચન અવયવ = નિંદાયુક્ત વચન. ભાવાર્થ :- સાધુ-સાધ્વી વિચાર કરીને વિવેકપૂર્વક, નિષ્ઠાપૂર્વક સમ્યક રીતે ભાષાનો પ્રયોગ કરે, જેમ કે– (૧) એકવચન (૨) દ્વિવચન (૩) બહુવચન (૪) સ્ત્રીલિંગ વચન (૫) પુલિંગ વચન (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org