________________
અધ્યયન–૪ : પરિચય
૧૯
ચોથું અધ્યયન
પરિચય
uraa sanslation sun sun ite in the she has a she shorela
આ અધ્યયનનું નામ ભાષાજાત છે.
તેમાં બે શબ્દ છે— ભાષા અને જાત. ભાષા– (૧) જે બોલાય તે ભાષા છે. (ર) વક્તાનો અભિપ્રાય જેના દ્વારા પ્રગટ થાય, તે શબ્દ સમૂહને ભાષા કહેવાય છે. (૩) ભાષા વર્ગણાના પુદ્ગલો જીવના કાયયોગ દ્વારા ગ્રહણ થઈને વચન રૂપે પરિણત થઈને જીવ દ્વારા વચનયોગથી બોલાય, તે ભાષા છે.
જાત— આ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થ થાય છે– ઉત્પત્તિ, જન્મ, સમૂહ, સંઘાત, પ્રકાર, ભેદ વગેરે તેથી ભાષાજાત’ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે— ભાષાની ઉત્પત્તિ, ભાષાનો જન્મ, ભાષાનો સમૂહ, ભાષાના પ્રકાર વગેરે.
વ્યાખ્યાકારે ‘ભાષાજાત’ શબ્દનું નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને માનિક્ષેપથી અર્થઘટન કર્યું છે. તેમાં ભાષા રૂપે અનુભવાય તેવા શબ્દ પરિણત અને વાસિત થતાં પુદ્ગલોને પણ ‘ભાષાજાત’ શબ્દથી સ્વીકારવામાં આવ્યા છે કારણ કે ભાષાની સ્થિતિ એક સમયની જ છે અને શબ્દ પરિણત પુદ્ગલોની સ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી જ છે, પરંતુ પરંપરાથી વાસિત થતા શબ્દની સ્થિતિ દીર્ઘ કાલીન હોય છે, તે હજારો વર્ષો સુધી તે જ રૂપે રહી શકે છે.
સાધુ-સાધ્વીઓ માટે ભાષા સંબંધી વિવેકનું નિરૂપણ હોવાથી આ અધ્યયનનું નામ ભાષાજાત રાખ્યું છે. આ અધ્યયનના બે ઉદ્દેશક છે.
સાધુ આત્મભાવમાં સ્થિર થવા માટે વચનગુપ્તિ અથવા પ્રાયઃ મૌન જ રાખે છે, તેમ છતાં ક્યારેક પ્રયોજનવશ બોલવું પડે ત્યારે ભાષા સમિતિના ઉપયોગપૂર્વક બોલે છે. સાધુના વચન સ્વયંને માટે કર્મબંધનું કારણ ન બને અને અન્ય જીવોને પરિતાપ કે લેશ માત્ર દુઃખ ન થાય તેવા હોય છે. સૂત્રકારે બે ઉદ્દેશકમાં વિધિ-નિષેધથી સાધુને બોલવાન બોલવા યોગ્ય ભાષાનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
પ્રથમ ઉદ્દેશમાં વચનના સોળ પ્રકાર અને ભાષા પ્રયોગના વિષયમાં વિધિનિષેધથી વિવિધ ઉદાહરણોનું પ્રતિપાદન કર્યું છે.
Jain Education International
દ્વિતીય ઉદ્દેશકમાં ભાષાની ઉત્પત્તિના વિષયમાં ક્રોધાદિથી સમુત્પન્ન ભાષાને છોડીને નિર્દોષ વચન બોલવાનું વિધાન છે.
આ અધ્યયનના વિષયોની અને શ્રી દશવૈકાલિક સૂત્રના સાતમા ‘સુવાક્યશુદ્ધિ' નામના અધ્યયનના વિષયો સાથે અત્યંત સામ્યતા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org