________________
૧૫૪ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વિવેક પ્રદર્શિત કર્યો છે. નાવમાં બેઠેલા મુનિને વિવિધ પ્રકારે આપત્તિ આવી શકે છે. નાવિક સાધુને મુનિધર્મની મર્યાદાથી વિપરીત કાર્ય કરવા માટે કહે. સાધુ મૌન રહે તો નાવિક તિરસ્કારપૂર્ણ વચનો કહી પાણીમાં ફેંકી દેવાનો વિચાર કરે. મુનિ તેમ ન કરવા સમજાવે તે પહેલાં જ મુનિને પકડીને પાણીમાં ફેંકી દે, તો સાધુ જલસમાધિ લઈ ઉપસર્ગથી છૂટવાનો મનમાં સંકલ્પ કરે નહિ કે ડૂબવાના ભયથી દુઃખી ન થાય, તેમજ પાણીમાં ફેંકી દેનાર પ્રતિ જરા પણ દુર્ભાવના લાવે નહિ, પાણીમાં ડૂબેલા હોય ત્યારે પણ અષ્કાયના જીવો પ્રતિ દયા ભાવ રાખીને હાથ-પગ હલાવે નહીં, સમભાવપૂર્વક પાણીના વહેણ સાથે વહ્યા કરે.
જો ઉપસર્ગ દૂર થાય અને મુનિ પાણીમાં તણાતા તણાતા કિનારા સુધી પહોંચી જાય, તો ત્યાર પછી નીતરતા શરીરને કે વસ્ત્રને સૂકવવાનો પ્રયત્ન કરે નહીં, કિનારા પર શાંતભાવે સમાધિપૂર્વક સ્થિર ઊભા રહે. જ્યારે સહજ રીતે શરીર કે વસ્ત્ર સૂકાઈ જાય ત્યારપછી સાધુ સમાચારી અનુસાર ઈર્યાપથનું એટલે ગમનાગમનનું પ્રતિક્રમણ કરે. ત્યાર પછી નજીકના ગામમાં જવા માટે વિહાર કરે.
આ રીતે સાધુ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના સંયમ ભાવથી ત થાય નહીં. મારણાંતિક ઉપસર્ગ સમયે પણ અંતરમાં સર્વ જીવો પ્રતિ દયાભાવ અખંડ રાખે. પોતાની રક્ષા માટે કોઈપણ પ્રકારના પ્રયત્ન વિના, યથાશક્ય અન્ય જીવોની રક્ષાનો ભાવ રાખવો, તે જ સાધુતાનું મહત્વનું લક્ષણ છે.
સહનશીલતાની પરાકાષ્ટામાં જ સાધુપણાની સફળતા છે. ઈર્ષા સમિતિ વિવેક:|९ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे णो परेहिं सद्धिं परिजविय-परिजविय गामाणुगाम दुइज्जेज्जा । तओ संजयामेव गामाणुगामं ઉડ્ડનેન્ના / શબ્દાર્થ - દિદ્ધિ = અન્ય સાધુ સાથે કે કોઈની પણ સાથે રવિ = બોલતાં, વાતો કરતાં. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કોઈની સાથે વાતો કરતાં ચાલે નહિ, પરંતુ યથાવિધિ ઈર્યાસમિતિનું પાલન કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
વિહાર કરતા સમયે સાધુઓ પરસ્પર કે અન્ય કોઈની સાથે વાતો કરતાં-કરતાં ચાલે નહિ. વાતો કરતાં ચાલવાથી ઈર્યાસમિતિનું યથાર્થ પાલન થતું નથી, જીવહિંસા થવાની સંભાવના રહે છે. આગમમાં રસ્તે ચાલતા પાંચ પ્રકારની સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. સાધુ મન, વચન, કાયાના યોગોને અન્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી કેવળ ઈર્યાસમિતિના પાલનમાં જ જોડી દે અને ઉપયોગને કેવળ ગમન ક્રિયામાં જ એકાગ્ર કરીને ગમન કરે. જંઘાપ્રમાણ પાણીને પાર કરવાની વિધિઃ१० से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुइज्जमाणे, अंतरा से जंघासंतारिमे उदगे सिया, से पुव्वामेव ससीसोवरियं कायं पाए य पमज्जेज्जा, पमज्जेत्ता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org