________________
[ ૧૫૦ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ગવાબો પુરો :- અહીં દુષ્કા શબ્દ બેસવા માટે છે. સાધુ નાવના આગળના ભાગમાં ન બેસે કારણ કે તે દેવતાનું સ્થાન મનાય છે. તેમજ નાવિક દ્વારા ઉપદ્રવની સંભાવના રહે છે તથા અન્ય મુસાફરોની આગળ બેસવાથી અન્ય પ્રવૃત્તિ વિષયક ઝઘડો પણ થઈ શકે છે તેથી આગળ બેસે નહિ. નાવની પાછળ બેસવાથી પાણીના ઉછળતા પ્રવાહને જોઈને પડી જવાની સંભાવના રહે છે. તેમજ ત્યાં નાવિક બેસે છે, તેને તે મુખ્યસ્થાન માને છે, માટે પાછળ પણ બેસે નહીં. મધ્યમાં નાવની વચોવચ્ચ કૂપ સ્થાન(નૌકાના વચલા સઢનો થાંભલો) હોય છે અને તેની આજુ બાજુ આવવા જવાનો રસ્તો હોય છે, તેથી ત્યાં પણ બેસે નહિ. સાધુ નાવિકને તેમજ અન્ય યાત્રાળુઓને કોઈ પણ પ્રકારે તકલીફ ન થાય તે રીતે પોતાને યોગ્ય સ્થાનમાં શાંત ચિત્તે બેસે. નિરિક્કસંપર્મ નં :- તિર્યગ્ગામિની નૌકામાં બેસે. સુત્રકારે ઊર્ધ્વગામિની, અધોગામિની અને તિર્યગ્ગામિની, આ ત્રણ પ્રકારની નૌકાનું કથન કર્યું છે– (૧) ઊર્ધ્વગામિની નૌકા- સામા પ્રવાહમાં ચાલનારી નૌકા અર્થાત્ જે દિશામાંથી પાણી આવી રહ્યું છે તે દિશામાં ચાલનારી નૌકા. (૨) અધોગામિનીનૌકા-પ્રવાહની દિશામાં ચાલનારી નૌકા અર્થાતુ જે દિશામાં પાણી જઈ રહ્યું છે તે દિશામાં ચાલનારી નૌકા. (૩) તિર્યગુગામિની નૌકા- પાણીના પ્રવાહને કાપીને ચાલનારી નૌકા અર્થાતુ નદીના એક કિનારાથી બીજા કિનારે જનારી નૌકા. સાધુ જરૂર પડે ત્યારે તિર્યક્ઝામિની નૌકામાં બેસી શકે છે. ofબલેખ :- માટીની સાથે પીપળાની, વડની છાલને કુટીને બનાવેલા મસાલાથી અથવા કપડા સાથે માટીને કુટીને જે લગદી બનાવાય તેનાથી નાવના છિદ્રને બંધ કરી શકાય છે, તેનો અર્થ કમળપત્ર પણ થાય છે. ઉપસંહાર:२० एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ ઈર્યા વિષયક વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સર્વ વિષયોમાં સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
અધ્યયન-૩/૧ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org