________________
અધ્યયન-૩: ઉદ્દેશક-૧
વિવેચન :
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુના માર્ગમાં કોઈ નદી આવે, ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અન્ય માર્ગ ન હોય, તે નદીને નૌકા વિના પાર કરી શકાય તેમ ન હોય, તો સાધુ પોતાની મર્યાદા પ્રમાણે વિવેક સહ થતનાપૂર્વક નૌકાનો ઉપયોગ કરી શકે છે.
સૂત્રકારે સાધુને નૌકા આરોહણ વિષયક ચાર બાબતોનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
=
(૧) નૌકામાં ચઢતાં પહેલાં :– સાધુને નદી કિનારે ઊભેલા જોઈને કોઈ ગૃહસ્થ સાધુને માટે નૌકા ખરીદે, ઉધાર લે, નાવિકને પૈસા આપે, સાધુને બેસાડવા માટે નાવિક નૌકાને જલમાંથી સ્થળમાં લઈને આવે કે સ્થલમાંથી જલમાં લઈને જાય, નૌકાને કીચડમાંથી ખેંચીને બહાર કાઢે, ઇત્યાદિ પ્રવૃત્તિના માધ્યમથી સાધુના નિમિત્તે આરંભ સમારંભ કરે, તો તથાપ્રકારની નૌકામાં સાધુ બેસે નહીં, પરંતુ જે નૌકા પહેલેથી પાણીમાં હોય, જે નૌકા સામે કિનારે જઈ રહી હોય, તો તેવી નૌકામાં બેસવા માટે સાધુ સ્વયં યાચના કરે અને નાવિક સાધુને વિનામૂલ્યે લઈ જવા તૈયાર હોય, તો સાધુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૌકા પર આરોહણ કરે. (૨) નૌકામાં ચઢતા સમયે :– નૌકામાં ચઢતા પહેલાં સાધુ એકાંત સ્થાનમાં(એકબાજુ) જઈને પોતાના ભંડોપકરણને એકત્રિત કરીને બાંધી લે. પોતાના મસ્તકથી લઈને પગ સુધી આખા શરીરનું પ્રમાર્જન કરીને ભંડોપકરણ શરીર પર બાંધે, પછી સાગારી સંથારો કરીને વિવેકપૂર્વક એક પગ પાણીમાં મૂકીને પછી બીજો પગ સ્થલમાં રાખીને યતનાપૂર્વક તિર્થગ્ગામિની–પ્રવાહને કાપીને સામે કિનારે જતી નૌકામાં ચઢે. (૩) નૌકામાં બેઠા પછી :– નાવિક સાધુને દોરડુ બાંધવાનું, ખોલવાનું, હલેસા મારવાનું આદિ નૌકા સંબંધી કોઈ પણ કાર્ય કરવાનું કહે, તો સાધુ તેનો સ્વીકાર ન કરે. નૌકા ચલાવવાની પ્રત્યેક પ્રવૃત્તિથી અપ્કાય જીવોની તેમજ છકાય જીવોની વિરાધના-કિલામના થાય છે, તેથી સાધુ તે પાપજન્ય પ્રવૃત્તિનો સ્વીકાર ન કરે. નૌકા સંબંધી સર્વ વ્યવહારોથી નિર્લિપ્ત રહી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભાવોમાં સ્થિર રહે.
૧૯
(૪) દુર્ઘટના સમયે :– નૌકા યાત્રા દરમ્યાન ક્યારેક અચાનક કોઈ દુર્ઘટના થાય, નૌકામાં છિદ્ર પડી જાય, પાણી ભરાઈ જાય, નૌકા ડોલવા લાગે, ડૂબવાની તૈયારી હોય, ત્યારે સાધુ ગભરાય નહીં, સાધુને ગભરાયેલા જોઈને લોકો વધુ ભયભીત થાય છે. સાધુ પોતાના શરીરનો, ઉપકરણોનો કે જીવનનો મોહ છોડીને સમાધિમરણની ભાવનાથી સમભાવમાં, આત્માના એકત્વભાવમાં તલ્લીન બની જાય.
આ રીતે સાધુ સજાગપણે, વિવેકપૂર્વક, જિનાજ્ઞા અનુસાર નૌકા દ્વારા નદી પાર કરે. બૃહદ્કલ્પ વૃત્તિ તથા નિશીથ ચૂર્ણિમાં નૌકારોહણ સંબંધી વિસ્તૃત વર્ણન છે.
Jain Education International
ગામોય મંડળ ા :– પાત્રાને ભેગા કરી બાંધે, અન્ય સર્વ ઉપધિને પણ સારી રીતે બાંધી દે. નિશીય ચૂર્ણિમાં આ રીતે ઉપકરણોને બાંધવાનું કારણ બતાવ્યું છે કે– કદાચ કોઈ દ્વેષી કે વિરોઘી નાવમાં બેઠેલા સાધુને પાણીમાં ફેંકી દે તો સાધુ મગરમચ્છના ભયથી ભેગા કરેલા પાત્ર ઉપર ચઢી શકે છે, ભેગા કરેલા પાત્રોને છાતીએ બાંધી દે તો તે તરી પણ શકે છે. નાવ નષ્ટ થવા પર પણ સાધુ પાત્રના કારણે તે પાણી ઉપર તરી શકે છે.
ાં પાયું નતે વિન્નાઃ– એક પગ જલમાં અને એક પગ સ્થલમાં અર્થાત્ આકાશમાં અદ્ધર રાખીને ચાલે અર્થાત્ પગ ઉપાડીને ચાલે. પાણીને ચીરીને ચાલતા અકાયના જીવોની વિશેષ વિરાધના થાય છે, તેથી સાધુ એક એક પગ ક્રમશઃ ઉપાડીને વિવેકપૂર્વક મૂકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org