________________
૧૪૬ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
શબ્દાર્થઃ - સંતા સે = રસ્તામાં ગાવાતંતરિને ૩૧ સિયા = નાવથી પાર કરી શકાય તેટલું પાણી હોય તો, તેને પાર કરવા માટે પુvi વા ખાવં હિંસના = જલથી પરિપૂર્ણ નૌકા ખાલી કરે નળ = સામે પ્રવાહે ચાલનારી અહેમિ = પ્રવાહ સાથે ચાલનારી રિયલ = તિર્ય ચાલનારી પ્રવાહને કાપીને ચાલનારી પરં નોયડાનેરા = ઉત્કૃષ્ટ એક યોજનની મર્યાદામાં ચાલીને કાંઠે પહોંચાડનારી અળયાનેરા = અર્ધા યોજનની સીમામાં ચાલીને કાંઠે પહોંચાડનારી અપૂરે = થોડો સમય મુળયેરે = લાંબાકાળ સુધી ગમાણ = નદી પાર કરવા માટે જે કુરબ્બા = ચઢે નહિ. ભાવાર્થ:-ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વી એમ જાણે કે રસ્તામાં નૌકા દ્વારા પાર કરી શકાય તેટલું જળ(મહાનદી) છે તો નૌકાથી તેને પાર કરે, પરંતુ સાધુ નૌકાના વિષયમાં જાણે કે ગૃહસ્થ તે નૌકાને સાધુ માટે મૂલ્ય આપીને ખરીદી રહ્યા છે, ઉધાર લઈ રહ્યા છે, પોતાની નાવ આપી તેની નાવ લેવા રૂપ અદલાબદલી કરી રહ્યા છે કે નાવિક નાવને સ્થળમાંથી જલમાં લઈ જઈ રહ્યા છે અથવા જલમાંથી સ્થલમાં ખેંચી રહ્યા છે, પાણીથી ભરેલી નાવનું પાણી ઊલેચીને ખાલી કરી રહ્યા છે અથવા કાદવમાં ફસાયેલી નાવને બહાર કાઢી સાધુ માટે તૈયાર કરી સાધુને તેમાં ચઢવાની પ્રાર્થના કરે છે. આ પ્રકારની નાવ ઊર્ધ્વગામી-સામા પ્રવાહમાં ચાલનારી હોય, અધોગામી-પ્રવાહની સાથે ચાલનારી હોય કે તિર્યગ્નામીપાણીના પ્રવાહને કાપીને ચાલનારી હોય, તે પણ એક યોજન પ્રમાણ ક્ષેત્ર પાણીમાં ચાલીને કે અર્ધા યોજન પ્રમાણ ક્ષેત્ર પાણીમાં ચાલીને કાંઠે પહોંચાડતી હોય, આવી કોઈ પણ નાવ ઉપર એકવાર કે અનેકવાર અલ્પ કે વધુ સમય સુધી ગમન કરવા માટે ચઢે નહિ અર્થાતુ આવી નાવમાં બેસીને પાણીને પાર કરે નહિ. |१२ से भिक्खू वा भिक्खुणी वा पुव्वामेव तिरिच्छसंपाइमं णावं जाणेज्जा, जाणित्ता से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतममक्कमेत्ता भंडगं पडिलेहेज्जा, पडिलेहेत्ता एगाभोयं भंडगं करेज्जा, करेत्ता ससीसोवरियं कायं, पाए य पमज्जेज्जा, पमज्जेत्ता सागारं भत्तं पच्चक्खाएज्जा, पच्चक्खाएत्ता एगं पायं जले किच्चा एग पाय थले किच्चा तओ संजयामेव णावं दुरुहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સર્વપ્રથમ તિર્યગુગામિની નાવને જાણીને એકાંતમાં જઈને ભંડોપકરણનું પ્રતિલેખન કરે, ત્યાર પછી સર્વ ઉપકરણોને ભેગા કરીને બાંધી લે, મસ્તકથી લઈને પગ સુધી શરીરનું પ્રમાર્જન કરે, આગાર સહિત આહાર પાણીના પ્રત્યાખ્યાન કરે અર્થાત્ સાગારી સંથારો કરે અને ત્યાર પછી એક પગ પાણીમાં અને એક પગ પાણીથી ઉપર ઊંચો) રાખીને યતનાપૂર્વક નાવ સુધી પહોંચીને તેમાં ચઢે. |१३ से भिक्खू वा भिक्खुणी वा णावं दुरुहेमाणे णो णावाए पुरओ दुरुहेज्जा, णो णावाए मग्गओ दुरुहेज्जा, णो णावाए मज्झओ दुरुहेज्जा, णो बाहाओ पगिज्झिय पगिज्झिय अंगुलियाए उवदंसिय उवदंसिय ओणमिय ओणमिय उण्णमिय उण्णमिय णिज्झाएज्जा । ભાવાર્થ :- સાધુ-સાધ્વી નૌકામાં ચઢતા સમયે નૌકાના આગલા ભાગથી ચઢે નહિ, પાછળના ભાગથી ચઢે નહિ અને મધ્યભાગથી પણ ચઢે નહિ(પરંતુ ચઢવાના રસ્તેથી ચઢે). નાવની બાજુઓના ભાગને પકડીને કે આંગળીથી વારંવાર સંકેત કરીને, ઊંચા કે નીચાં થઈને પાણીને એકીટશે જુએ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org