________________
અધ્યયન-૩: ઉદેશક-૧
_.
[ ૧૪૫ ]
આ પ્રતિજ્ઞા યાવત ઉપદેશ આપ્યો છે કે અનેક દિવસે પાર કરી શકાય તેવા જંગલમાંથી પસાર થવાનો સાધુ સંકલ્પ કરે નહિ, પરંતુ બીજા સરળ માર્ગે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિહારચર્યાના વિવિધ ભયસ્થાનોમાં સાધુના વિવેકને પ્રદર્શિત કર્યો છે.
સાધુ વર્ષાવાસ સિવાયના કાળમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરે છે. સાધુ વિહાર સમયે જીવદયાની ભાવનાથી સાડા ત્રણ હાથ ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલે, વિહાર દરમ્યાન પરસ્પર વાતચીત કે સ્વાધ્યાય, ચિંતન, મનન આદિ કોઈપણ પ્રવૃત્તિ કરે નહીં. યતના :- યતના ચાર પ્રકારની છે– (૧) દ્રવ્યયતના- જીવજંતુઓને જોઈને ચાલવું. (૨) ક્ષેત્રયતનાધોંસર પ્રમાણ ભૂમિને જોઈને ચાલવું. (૩) કાલયતના– ઈર્યાસમિતિનું પાલન ન થાય, તેવા રાત્રિના સમયને અને વર્ષાકાળના સમયને છોડીને ચાલવું. (૪) ભાવયતના- સંયમ અને સાધનાના ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું.
ગ્રામાનુગ્રામ વિહારમાં આવતી મુશ્કેલીઓના ડરથી સાધુ એક જ જગ્યાએ રહી ન જાય, સ્થિરવાસ કરે નહિ તેથી સૂત્રકારે વારંવાર ગ્રામાનુગ્રામવિચરણ કરવાની પ્રેરણા કરી છે. અવિધિપૂર્વક વિહાર કરવાથી કે જાણી જોઈને કષ્ટદાયી માર્ગમાં જવાથી સાધુની સંયમ વિરાધના તેમજ આત્મવિરાધના થવાની સંભાવના રહે છે.
પ્રસ્તુત સૂત્રોમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુને આવતી મુશ્કેલીઓનું કથન કર્યું છે
| (૧) ત્રસ જીવોથી વ્યાપ્ત માર્ગ હોય (૨) ત્રસ પ્રાણી, બીજ, લીલોતરી, કાચું પાણી, સચેત માટી આદિ રસ્તામાં હોય (૩) ચોરો, મ્લેચ્છો, અનાર્યો, દુર્બોધિ તેમજ અધાર્મિક લોકોનું સ્થાન રસ્તામાં આવતું હોય (૪) અરાજક, દુઃશાસક કે વિરોધી શાસકના દેશ આદિ રસ્તામાં આવતા હોય અને (૫) અનેક દિવસો ચાલ્યા પછી પાર કરી શકાય તેવો અટવીનો લાંબો રસ્તો આવતો હોય.
આ પાંચ પ્રકારની પરિસ્થિતિમાંથી પ્રથમ બે પરિસ્થિતિ અર્થાતુ અચાનક ત્રસ કે સ્થાવર જીવોથી વ્યાપ્ત માર્ગ આવી જાય, તો સાધુ અત્યંત સાવધાનીપૂર્વક જીવોને અંશમાત્ર પણ કિલામના ન થાય, તે રીતે આગળ વધે અને અંતિમ ત્રણ પરિસ્થિતિ અર્થાતુ માર્ગમાં ચોર, ગુપ્તચરાદિના સ્થાનો કે અરાજક રાજ્ય વગેરે આવે કે જંગલનો માર્ગ આવે, તો સાધુ શક્ય હોય તો તે માર્ગને છોડીને અન્ય સીધા અને સરળ માર્ગે વિહાર કરે અને બીજો માર્ગ ન જ હોય, તો અત્યંત સાવધાનીપૂર્વક ગમન કરે. નૌકારોહણ વિધિઃ|११ से भिक्खु वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे, अंतरा से णावासंतारिमे उदए सिया, से जं पुण णावं जाणेज्जा- असंजए भिक्खुपडियाए किणेज्ज वा, पामिच्चेज्ज वा, णावाए वा णावं परिणाम कटु, थलाओ वा णावं जलसि ओगाहेज्जा, जलाओ वा णावं थलसि उक्कसेज्जा, पुण्णं वा णावं उस्सिचेज्जा, सण्णं वा णावं उप्पीलावेज्जा, तहप्पगारं णावं उड्डगामिणि वा अहेगामिणिं वा तिरियगामिणिं वा परं जोयणमेराए, अद्धजोयणमेराए वा अप्पयरे वा भुज्जयरे वा णो दुरुहेज्जा गमणाए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org