________________
અધ્યયન-૩: ઉદ્દેશક-૧
[ ૧૪૧ ]
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે સાધ્વીને માટે વર્ષાવાસની ઈર્ષા સમિતિના વિવેકનું પ્રતિપાદન છે.
એક વર્ષમાં ત્રણ ચાતુર્માસ થાય છે– (૧) ગ્રીષ્મકાલીન (૨) વર્ષાકાલીન અને (૩) હેમંતકાલીન. આ ત્રણ ચાતુર્માસમાંથી વર્ષાકાળમાં જ સાધુને એક સ્થાને રહેવાનું હોય છે.
વર્ષાકાલમાં કાદવ-કીચડના કારણે રસ્તાઓ ચાલવા યોગ્ય રહેતા નથી, તેમજ ક્ષુદ્ર જીવ જંતુઓ તથા ઘાસ આદિ લીલોતરીની બહુલતા હોય છે, તે જીવોની રક્ષાની દષ્ટિએ સાધુઓ વર્ષાકાલમાં વિહાર કરતા નથી.
- અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધીના ચાર માસ વર્ષાકલ્પ કહેવાય છે પણ ક્યારેક અષાઢી પૂર્ણિમા પહેલા વરસાદનો પ્રારંભ થઈ જાય અને ક્યારેક કારતકી પૂર્ણિમા પછી પણ લીલોતરી તથા જીવજંતુ આદિ વિદ્યમાન હોય છે. તેવા સમયે સાધુ કે સાધ્વી વર્ષાવાસ પહેલાં અથવા વર્ષાવાસ પછી પણ થોડો સમયવિહાર કરે નહિ. સંક્ષેપમાં જીવવિરાધના કે સંયમ વિરાધના થાય, તેવા કાલમાં સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરે નહીં. વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર– વર્ષાવાસમાં સાધુને એક જ સ્થાનમાં ચાર માસ સુધી રહેવાનું હોય છે, તેથી સાધુને પોતાની આત્મસાધના વ્યવસ્થિત રીતે થઈ શકે તેવા અનુકૂળ ક્ષેત્રની ગવેષણા કરવી જરૂરી છે. સૂત્રકારે ત વિષયક પાંચ આવશ્યક બાબતનું કથન કર્યું છે. (૧) સ્વાધ્યાય અને ચિંતન-મનન કરવા માટે શાંત-એકાંત વિશાળ ભૂમિ હોવી જરૂરી છે. તેવા સ્થાનમાં જ મનની એકાગ્રતા અને સ્વાધ્યાય, ધ્યાનનું સાતત્ય જળવાઈ રહે છે. (૨) ગામ અથવા નગરની બહાર મળ-મૂત્રના ત્યાગ માટે વિશાળ, નિર્દોષ ઈંડિલ ભૂમિ હોવી તે પણ સંયમી જીવનનું આવશ્યક અંગ છે. શરીરની અનિવાર્ય ક્રિયાઓ માટે નિર્દોષ ભૂમિ હોય તો જીવરક્ષા અને સંયમ રક્ષાની લક્ષ્ય સિદ્ધિ થાય છે. (૩) નિર્દોષ પાટ-પાટલા આદિ પાઢીહારી વસ્તુઓની સુલભતા હોય. (૪) નિર્દોષ આહાર-પાણીની સુલભતા હોવી જરૂરી છે. ચાતુર્માસ દરમ્યાન તપસ્વી, વૃદ્ધ કે ગ્લાન સાધુઓ માટે પથ્યકારી અનુકૂળ આહાર-પાણી પ્રાપ્ત થાય, તો સાધુઓનું સ્વાથ્ય જળવાઈ રહે અને શરીરની સ્વસ્થતા હોય, તો જ સંયમ-તપનું વિશેષતમ પાલન થઈ શકે છે. (૫) ક્ષેત્રની વિશાળતાની અપેક્ષાએ અન્ય ભિક્ષુકો કે યાચકોની બહુલતા ન હોય, કારણ કે ભિક્ષુકો કે યાચકોની બહુલતા હોય, તો ક્યારેક પર્યાપ્ત પ્રમાણમાં નિર્દોષ આહાર-પાણીની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે, તેથી સાધુએ ચાતુર્માસ પહેલાં જ પોતાના સ્વાથ્યની તેમજ સાધનાની અનુકૂળતા અને સંયમશુદ્ધિના લક્ષે વિચારપૂર્વક ક્ષેત્રનું અવલોકન કરવું જોઈએ.
સંક્ષેપમાં સાધુ જીવરક્ષા, સંયમ-સાધના અને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી શકે તેવા ક્ષેત્રમાં વર્ષાવાસમાં રહે છે અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી તે ક્ષેત્રનું બંધન છોડીને અનાસક્ત ભાવે ગ્રામાનુગ્રામ વિહાર કરે છે. રમતા ૨ વરસ રાયખે..... સામાન્ય રીતે સાધુ ચાતુર્માસ પૂર્ણ થાય પછી તુરંત જ અર્થાત્ ચાતુર્માસી પાખી પછી બીજા જ દિવસે(ગુજરાતી તિથિ પ્રમાણે) કારતક વદ એકમના દિવસે વિહાર કરે, તે ઉત્સર્ગ માર્ગ છે. વર્ષાવાસ પછી હેમંત ઋતુમાં પ્રાયઃ રસ્તાઓ સાફ થઈ ગયા હોય છે, જીવોત્પત્તિ ઓછી થઈ ગઈ હોય છે, તેથી સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરી શકે છે, પરંતુ ક્યારેક વર્ષાવાસના અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org