________________
૧૪૨ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
દિવસોમાં જ વરસાદ થયો હોય, કીચડ વગેરે સુકાયા ન હોય, અન્ય સંન્યાસીઓનું પણ આવાગમન ચાલુ થયું ન હોય તો સાધુ વર્ષાવાસ પછી હેમંત ઋતુમાં પણ તે ક્ષેત્રમાં જ થોડા દિવસ રોકાઈ શકે છે.
જ્યારે રસ્તાઓ સાફ થઈ જાય, જીવોત્પત્તિ ઘટી જાય, ઘણા સંન્યાસી આદિનું આવાગમન શરૂ થઈ જાય, ત્યારે સાધુ વિવેકપૂર્વક અન્યત્ર વિહાર કરે.
આ રીતે સાધુ એક ક્ષેત્રમાં સ્થિર રહે કે ગ્રામનુગ્રામ વિહાર કરે, પરંતુ તેનું લક્ષ માત્ર રત્નત્રયીની આરાધના કે સંયમ રક્ષાનું જ હોય છે. વિહાર ચર્ચાનો વિવેક:
६ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे पुरओ जुगमायं पेहमाणे, दठूण तसे पाणे, उद्धटु पायं रीएज्जा, साहटु पायं रीएज्जा, उक्खिप्प पायं रीएज्जा, तिरिच्छं वा कटु पायं रीएज्जा, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा, तओ संजयामेव गामाणुगाम दुइज्जेज्जा । શબ્દાર્થ - પયં = પગને હું = ઉપાડીને પિન્ન = ઈર્ષા સમિતિપૂર્વક ચાલે સીદું પર્વ રીપળા = પગને સંકોચીને ચાલે રિષ્ઠ વા વટુ પાયે રીપળા = જીવરક્ષા માટે બંને બાજુ જીવો હોય તો તિરછા પગ રાખીને ચાલે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી એક ગામથી બીજા ગામ વિહાર કરે, ત્યારે પોતાની સામે યુગપ્રમાણ–ધોસર પ્રમાણ અર્થાત્ સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે, રસ્તામાં ત્રસ જીવોને જોઈને તેઓની રક્ષા થાય તે રીતે પગ ઉપાડીને અર્થાત્ લાંબા પગલા ભરતા, ક્યારેક પગને સંકોચીને અર્થાત્ ટૂંકા પગલા ભરતા, ક્યારેક ત્રાંસા પગે અર્થાત્ વાંકાચૂકા પગલા ભરતા(ક્યારેક પંજા ઉપર કે એડી ઉપર) ચાલે. જો જીવ જંતુ રહિતનો બીજો સારો માર્ગ હોય તો તે રસ્તેથી ચાલે પરંતુ સીધા અર્થાત્ જે રસ્તેથી પોતે ચાલી રહ્યા છે તે જીવજંતુવાળા રસ્તેથી જ ચાલવાનો આગ્રહ ન રાખે. આ રીતે સાધુ જીવજંતુ રહિત માર્ગે યત્નાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે. | ७ से भिक्ख वा भिक्खणी वा गामाणगाम दुइज्जमाणे, अंतरा से पाणाणि वा बीयाणि वा हरियाणि वा उदए वा मट्टिया वा अविद्धत्था, सइ परकम्मे जाव णो उज्जुयं गच्छेज्जा, तओ संजयामेव गामाणुगाम दुइज्जेज्जा । શબ્દાર્થ - અવિન્થ = જેની યોનિ નષ્ટ થઈ નથી અર્થાત્ સચેત હોય તો. ભાવાર્થ :- સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરે, ત્યારે જો રસ્તામાં ઘણા ત્રસ જીવો, બીજ, લીલોતરી, સચિત્ત પાણી, સચેત માટી આદિ આવી જાય અને તે શસ્ત્ર પરિણત થયા ન હોય; ત્યારે બીજો નિર્દોષ રસ્તો હોય તો તે રસ્તેથી યત્નાપૂર્વક જાય પરંતુ જીવજંતુ આદિથી યુક્ત સીધા માર્ગે જાય નહિ. જો અન્ય માર્ગ ન હોય તો તે રસ્તેથી યત્નાપૂર્વક વિહાર કરે. | ८ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुइज्जमाणे, अंतरा से विरूवरूवाणि पच्चंतिकाणि दस्सुगायतणाणि मिलक्खूणि अणारियाणि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org