________________
[ ૧૪૦ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
લોકો પાસે બાજોઠ, પાટિયા, શય્યા, સંસ્તારક આદિ સરળતાથી પ્રાપ્ત થઈ શકતા નથી, પ્રાસુક અને નિર્દોષ આહાર મળવો પણ અહીં સુલભ નથી, તે ઉપરાંત અહીં ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારી આવેલા છે અને બીજા પણ આવવાના છે. આ રીતે ભિક્ષાચરોથી આ ગ્રામ આદિ આકીર્ણ છે, અહીં રસ્તાઓ ઘણી ભીડવાળા છે, તેથી સાધુ-સાધ્વીને ગોચરી, સ્વાધ્યાયાદિ આવશ્યક કાર્ય માટે નીકળવું કે પ્રવેશવું મુશ્કેલ છે યાવત સ્વાધ્યાયાદિ માટે પણ(આ ગામ) યોગ્ય નથી, તો તેવા ગામાદિમાં સાધુ, સાધ્વી ચાતુર્માસ માટે રહે નહિ. | ३ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- गामं वा जाव रायहाणिं वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिंसि वा महई विहारभूमी, महई वियारभूमी, सुलभे जत्थ पीढ-फलग-सेज्जा-संथारए, सुलभे फासुए उंछे अहेसणिज्जे, णो जत्थ बहवे समण जाव उवागमिस्सति य, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमण पवेसाए जाव चिंताए, सेवं णच्चा तहप्पगारं गामं वा जाव रायहाणिं वा तओ संजयामेव वासावासं उवल्लिएज्जा । ભાવાર્થ :- વર્ષાવાસ કરનાર સાધુ-સાધ્વી જાણે કે આ ગામ યાવતું રાજધાનીમાં સ્વાધ્યાય યોગ્ય વિશાળ જગ્યા છે; પરઠવા યોગ્ય સ્થડિલ ભૂમિ છે; બાજોઠ, પાટ-પાટલા, શય્યા-સંસ્ટારકાદિ સુલભ છે; પ્રાસુક, નિર્દોષ તેમજ એષણીય આહાર પાણી પણ સુલભ છે અને ઘણા ભિક્ષાચરો ત્યાં આવ્યા નથી અને આવવાના નથી, માટે ભિક્ષાવૃત્તિમાં યાચકોની આકીર્ણતા નથી(અથવા રસ્તાઓ પર લોકોની ભીડ નથી) થાવ ત્યાં સુખપૂર્વક સ્વાધ્યાય થઈ શકે છે, તેવા ગામ વાવતુ રાજધાનીમાં સાધુ કે સાધ્વી વર્ષાવાસ માટે રહે છે. | ४ अह पुणेवं जाणेज्जा- चत्तारि मासा वासाणं वीइक्कंता, हेमंताण य पंच-दस-रायकप्पे परिवुसिए, अंतरा से मग्गा बहुपाणा जाव संताणगा, णो जत्थ बहवे समण जाव उवागमिस्संति य, सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा। શબ્દાર્થ - વીતા = પસાર થઈ જવા પર હેમંતાન ચ પંદ્ર-રાયણે = હેમંતઋતુના પાંચ દશ દિવસ પરિવુતિ = વ્યતીત થયા છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે ચોમાસાના ચાર મહીના પસાર થઈ ગયા છે અને હેમંત-શિષિર ઋતુના પાંચ-દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, પરંતુ માર્ગમાં હજુ ઘણા પ્રાણી વાવ, કરોળીયાના જાળા આદિ છે અને શ્રમણ આદિ ભિક્ષુઓનું આવાગમન પણ થયું નથી, તો સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરે નહીં. | ५ अह पुणेवं जाणेज्जा- चत्तारि मासा वासाणं वीइक्कंता, हेमंताण य पंच-दस-रायकप्पे परिवुसिए, अंतरा से मग्गा अप्पंडा जाव असंताणगा, बहवे जत्थ समण-माहण-अतिहि-किवण-वणीमगा उवागया उवागमिस्संति य । सेवं णच्चा तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે ચોમાસાના ચાર માસ પસાર થઈ ગયા છે અને હેમંતઋતુના પાંચ-દસ દિવસ પણ વ્યતીત થયા છે. હવે માર્ગમાં જીવ-જંતુ અત્યંત અલ્પ થઈ ગયા છે, શ્રમણ, બ્રાહ્મણ આદિનું ગમનાગમન ચાલું થઈ ગયું છે, તો તેમ જાણીને સાધુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org