________________
૧૩૮
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ત્રીજું અધ્યયન
પરિચય EMAIL KKOOD SOggg good0dd7go
આ અધ્યયનનું નામ ઈર્યા છે.
f– ફેરળ ફર્યા ગમનમિત્યર્થઃ । ઈર્યા એટલે ગમન કરવું. સાધનાને ગતિશીલ રાખવા માટે આહારાદિની પ્રાપ્તિ માટે કે અન્ય સંયમ વિધિઓના પાલન માટે શાસ્ત્રોક્ત નિયમાનુસાર યતનાપૂર્વક ગમન કરવું, તે ઈર્યા છે.
સત્તર પ્રકારના સંયમના પાલન સાથે સમ્યક પ્રકારે ગતિ કરવી, તે ઈર્યા સમિતિ છે. તેના ચાર ભેદ છે– (૧) આલંબન (૨) કાલ (૩) માર્ગ (૪) યતના.
૧. શાસન, સંઘ, ગચ્છ આદિની સેવાના પ્રયોજનથી કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે જ સાધુ ગમનાગમન કરે છે. ૨. ગતિ કરવા યોગ્ય કાલમાં અર્થાત્ ઈર્યા સમિતિનું પાલન થઈ શકે તેવો સૂર્યનો પ્રકાશ થાય, ત્યાર પછી જ સાધુ ગમનાગમનની ક્રિયાઓ કરે છે. ૩. સાધુ ગમન યોગ્ય સુમાર્ગ પર ગમન કરે. ૪. જીવદયાની ભાવનાથી છકાય જીવોની રક્ષા કરતાં યતનાપૂર્વક ગમન કરે છે.
ધર્મ અને સંયમના આધારભૂત શરીરની સુરક્ષા માટે પિંડ અને શય્યાની જેમ ઈર્યાની પણ આવશ્યકતા છે. પહેલા બે અધ્યયનોમાં પિંડવિશુદ્ધિ અને શય્યાવિશુદ્ધિના ગુણદોષોને કહ્યા છે. તે જ રીતે આ અધ્યયનમાં ઈર્યા વિશુદ્ધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ઈર્યા અધ્યયનના ત્રણ ઉદ્દેશક છે.
પ્રથમ ઉદ્દેશકમાં વર્ષાકાળમાં એક સ્થાનમાં નિવાસ તથા શેષકાળમાં વિહારના ગુણદોષોનું નિરૂપણ છે. તે ઉપરાંત વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર, નૌકારોહણની વિધિ વગેરે વિષયોનું વર્ણન છે.
Jain Education International
બીજા ઉદ્દેશકમાં નૌકારોહણમાં આવતા ઉપસર્ગો અને તે સમયે સાધુના કર્તવ્યો, થોડા પાણીમાં ચાલવાની યતના તથા સાધુને વિષમ માર્ગમાં જવાનો નિષેધ; વગેરે વિષયોનું કથન કર્યું છે.
ત્રીજા ઉદ્દેશકમાં વિહાર સમયે સાધુ માટે પ્રેક્ષા સંયમ, ભાષા સંયમ, રત્નાધિકો સાથેનો વિનય વ્યવહાર તેમજ ચોર-લૂંટારા આદિના ભયજનક પ્રસંગોમાં સાધુને નિર્ભયતાપૂર્વક સમભાવમાં રહેવાનું સૂચન કર્યું છે.
આ રીતે ઈર્ષ્યા—ગમનાગમનની વિસ્તૃત વિધિ પ્રદર્શિત કરતું આ અધ્યયન પૂર્ણ થાય છે.
For Private
Personal Use Only
www.jainelibrary.org