________________
અધ્યયન-૨ : ઉદ્દેશક ૩
શય્યા અપરિયા ડા = મજબૂત શય્યા સંવિધ્નમાળાર્જિં = જે જેવી શય્યા પ્રાપ્ત થાય પાહિયતરાનું = તેને ગ્રહણ કરીને, તેમાં વિશુદ્ધ ભાવોથી વિહાર વિહરેખ્ખા = સમાધિપૂર્વક રહે નો કિંચિ વિ શિલાખ્ખા = તેમાં જરા માત્ર પણ ખેદ પામે નહિ.
ભાવાર્થ:સંયમશીલ સાધુ કે સાધ્વી સમાન શય્યા(સમથળ ભૂમિ) મળે; વિષમ શય્યા મળે, હવાવાળી જગ્યા મળે, હવા વગરની જગ્યા મળે, ધૂળવાળો ઉપાશ્રય મળે, ધૂળ રહિત સ્વચ્છ સ્થાન મળે; ડાંસ, મચ્છરાદિ હોય તેવું સ્થાન મળે, ડાંસ મચ્છરાદિથી રહિત સ્થાન મળે; જીર્ણ, શીર્ણ, ધૂળ આદિ ખરતા હોય તેવું મકાન મળે, નવું સુંદર મકાન મળે; ઉપસર્ગવાળી જગ્યા મળે, ઉપસર્ગ રહિતની જગ્યા મળે; આ સર્વ પ્રકારની સમ, વિષમાદિ જે પ્રકારની શય્યા(સ્થાન) મળે તેમાં સાધુ સમભાવ રાખીને રહે, પરંતુ મનમાં જરા પણ ખેદ કે ગ્લાનિનો અનુભવ કરે નહિ.
વિવેચનઃ
૧૩૭
પ્રસ્તુત સૂત્રમાં સાધુને શય્યાના વિષયમાં પૂર્ણ રીતે સમભાવ રાખવાનું સૂચન છે.
સાધુ જીવનમાં કેટલા ય ઉતાર-ચઢાણ આવે છે. સાધુને રહેવા માટે ક્યારેક સારું, સુંદર, હવાવાળું, સ્વચ્છ, નવું, રંગરોગાન કરેલું, મચ્છરાદિના ઉપદ્રવોથી રહિત, શાંત, એકાંત, સ્થાન મળે તો ક્યારેક બિલકુલ ખંડેર જેવું, કે ઠંડીની ઋતુમાં ચારેબાજુથી ખુલ્લું અથવા ગરમીની ઋતુમાં ચારે બાજુથી બંધ, કચરાવાળું, ડાંસ, મચ્છરથી યુક્ત, જીર્ણ,શીર્ણ મકાન મળે છે. આ રીતે અનુકૂળતા કે પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં સાધુની ધૈર્યતાની, સમભાવની, સહિષ્ણુતાની કસોટી થાય છે. સ્થાન સારું કે ખરાબ મળે તે સમયે સાધુ હર્ષ કે શોક કરે નહિ, પરંતુ શાંતિ અને સમતાપૂર્વક વિમેન રાફ રિસ્કફ ણં તત્વ અદિયાસણ્ = એક રાત્રિમાં શું થઈ જવાનું છે તેમ વિચારીને સાધુ દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખે છે. પ્રશસ્ત શય્યા ઉપર રાગ થવાથી અને અપ્રશસ્ત શય્યા ઉપર દ્વેષ થવાથી કર્મબંધ થાય છે, તેમ જાણી સાધુ રાગ-દ્વેષના પરિણામોથી દૂર રહે. ઉપસંહારઃ
३१ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि ।
ભાવાર્થ :આ શયૈષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
|| અધ્યયન-૨/૩ સંપૂર્ણ ॥
।। બીજું અધ્યયન સંપૂર્ણ ॥
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org