________________
૧૩s |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે શયા સસ્તારકના ઉપયોગના વિષયમાં વિવેક પ્રદર્શિત કર્યો છે. (૧) આચાર્યાદિ અગિયાર વિશિષ્ટ સાધુઓ માટે શય્યા-સંથારાની ભૂમિને છોડીને શેષભૂમિમાં યત્નાપૂર્વક બહુ પ્રાસુક શય્યા સંથારાને પાથરે.
સાધુની પ્રત્યેક ક્રિયામાં રત્નાધિક સાધુઓનો વિનય તથા સહવર્તી તપસ્વી, ગ્લાન, શૈક્ષ-નવદીક્ષિત કે અતિથિ સાધુઓ પ્રતિ સદ્ભાવ જરૂરી છે, તેથી ગુરુકુળવાસી સર્વ સહવર્તી સાધુઓની અનુકૂળતાને લક્ષમાં રાખીને પોતાની પથારી પાથરે છે. તેનાથી પારસ્પરિક પ્રેમ અને વાત્સલ્યભાવ અભિવ્યક્ત થાય છે. (ર) શય્યા-સંથારા ઉપર બેસતા સમયે મસ્તકથી લઈને પગ સુધીનું પ્રમાર્જન કરે, જેથી શરીર પર કોઈ શુદ્ર જંતુઓ ચઢી ગયા હોય, તો તેની રક્ષા થાય છે. (૩) યત્નાપૂર્વક શય્યા-સંથારા ઉપર સૂવાના સમયે કે સૂતા પછી ઊંઘમાં પોતાના હાથ, પગ અને શરીર અન્ય સાધુના હાથ, પગ અને શરીરને અડી ન જાય, અથડાઈ ન જાય, તેનું ધ્યાન રાખે.
આવા પ્રકારની પ્રવૃત્તિથી અન્ય સાધુની આશાતના થાય છે તથા શારીરિક કુચેષ્ટા તથા અવિનય પ્રગટ થાય છે. તેનાથી મનોવૃત્તિની ચંચળતા અને મોહનીય કર્મની ઉદીરણા થાય છે તેથી સાધુ શયન સમયે અન્ય સાધુઓના શરીરનો સ્પર્શ ન થાય, તે રીતે વિવેકપૂર્વક અનુકૂળતા પ્રમાણે જગ્યા રાખીને સૂએ, અત્યંત નજીક ન સૂએ. (૪) સુવાના સમયે શય્યા ઉપર બેઠા પછી કે શરીર લંબાવ્યા પછી જો દીર્ઘ શ્વાસોચ્છવાસ લેવા મૂકવાના સમયે તથા ઉધરસ, છીંક, બગાસું, ઓડકાર, અધોવાયુ છૂટવા વગેરે શરીર સંબંધી સ્વાભાવિક થતી ક્રિયાઓના વેગ સમયે હાથથી તે સ્થાનને ઢાંકીને યતનાપૂર્વક તે ક્રિયાઓ કરે. આ રીતે કરવામાં વાયુકાયના જીવોની યતના થાય છે અને સાધુનો વિવેક જળવાય રહે છે.
આ રીતે સાધુની કોઈ પણ ક્રિયા કર્મબંધનું કારણ ન બને, તે માટે સાધુ હંમેશાં સજગ અને સાવધાન રહે છે. શય્યા સમભાવ :|३० से भिक्खू वा भिक्खुणी वा समा वेगया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भवेज्जा, पवाया वेगया सेज्जा भवेज्जा, णिवाया वेगया सेज्जा भवेज्जा, ससरक्खा वेगया सेज्जा भवेज्जा, अप्पससरक्खा वेगया सेज्जा भवेज्जा, सदस-मसगा वेगया सेज्जा भवेज्जा, अप्पदंस-मसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेज्जा भवेज्जा, अपरिसाडा वेगया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेज्जा, णिरुवसग्गा वेगया सेज्जा भवेज्जा, तहप्पगाराहिं सेज्जाहिं संविज्जमाणाहिं पग्गहियतरागं विहारं विहरेज्जा । णो किंचि वि गिलाएज्जा । શબ્દાર્થ :- વેરા = કોઈ સમયે, ક્યારેક સમાજેન્ના વિના = સમ શય્યા મળે છે વિસના = વિષમ સસરા = રજયુક્ત, ધૂળ ભરેલી શય્યા સરિસાડા = ચૂના માટી ખરતા હોય તેવી જીર્ણ-શીર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org