________________
અધ્યયન-૨ : ઉદ્દેશક ૩
ભાવાર્થ:- સાધુ કે સાધ્વીને શય્યા-સંસ્તારક(પથારી) પાથરવાની ઇચ્છા હોય, તો તેઓ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર, ગણાવચ્છેદક, બાળ સાધુ, વૃદ્ધ, શૈક્ષ(નવદીક્ષિત), ગ્લાન તેમજ અતિથિ સાધુની જગ્યાને છોડીને અર્થાત્ આચાર્યાદિ સાધુઓ પોતાની જગ્યા નક્કી કરીને પથારી કરી લે, ત્યાર પછી(સાધુ-સાધ્વી) પોતાની જગ્યા ગ્રહણ કરે. ઉપાશ્રયની અંદર, વચ્ચે, સમ કે વિષમ સ્થાનમાં, હવાવાળી જગ્યામાં કે હવારહિતની જગ્યામાં ઉપરોક્ત સાધુઓના સ્થાન ગ્રહણ કર્યા પછી ભૂમિનું સારી રીતે યતનાપૂર્વક પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને પૂર્ણતઃ પ્રાસુક શય્યાસંસ્તારકને યત્નાપૂર્વક બિછાવે.
૧૩૫
२७ से भिक्खू वा भिक्खुणी वा बहुफासुयं सेज्जासंथारगं संथरित्ता अभिकंखेज्जा बहुफासुए सेज्जासंथारए दुरुहित्तए । से भिक्खू वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए दुरुहमाणे, से पुव्वामेव ससीसोवरियं कायं पाए य पमज्जिय पमज्जिय तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए दुरुहेज्जा, दुरुत्ता तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए सज्जा ।
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પૂર્ણ રીતે પ્રાસુક શય્યા સંથારાને વિધિપૂર્વક પાથરીને તેના પર શયન કરવાની ઇચ્છા કરે, ત્યારે તેના ઉપર બેસતાં કે સૂતાં પહેલા મસ્તકથી લઈને પગ સુધીના શરીરના સર્વ અવયવોનું સારી રીતે પ્રમાર્જન કરીને પછી યત્નાપૂર્વક તે પ્રાસુક શય્યા-સંથારા ઉપર બેસે અને ત્યાર પછી યત્નાપૂર્વક શયન કરે.
२८ से भिक्खू वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं, पाएण पायं, काएण कार्य आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए सज्जा ।
ભાવાર્થ:- સાધુ કે સાધ્વી પૂર્ણ રીતે પ્રાસુક શય્યા-સંથારા ઉપર સૂવે ત્યારે પરસ્પર એકબીજાના હાથથી હાથનો, પગથી પગનો અને શરીરથી શરીરનો સ્પર્શ કરીને આશાતના કરે નહિ. એકબીજાની આશાતના કર્યા વિના યત્નાપૂર્વક પ્રાસુક શય્યા-સંથારા ઉપર શયન કરે.
२९ से भिक्खू वा भिक्खुणी वा ऊसासमाणे वा णीसासमाणे वा कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा; उड्डुए वा वायणिसग्गे वा करेमाणे पुव्वामेव आसयं वा पोसयं वा पाणिणा परिपिहेत्ता तओ संजयामेव ऊससेज्ज वा जाव वायणिसग्गं वा करेज्जा ।
=
શબ્દાર્થ:વ્હાલમાળે = ખાંસી-ઉધરસ ખાતાં છીંયમાળે = છીંક ખાતાં ખંભાવમાળે - બગાસું ખાતાં વઘુ = ઓડકાર ખાતાં વાયખિલને વા નેેમાળે = અધોવાયુ છોડતાં પુલ્લામેવ = પહેલાં જ માસય = મુખને પોલય = ગુદાને પાળિયા = હાથથી પરિષિક્ષેત્તા = ઢાંકીને.
Jain Education International
ભાવાર્થ:સાધુ કે સાધ્વી શય્યા-સંસ્તારક પર સૂતા હોય કે બેઠા હોય ત્યારે ઉશ્વાસ અને નિશ્વાસ લેતાં, ઉધરસ ખાતાં, છીંક ખાતાં કે બગાસું ખાતાં, ઓડકાર ખાતાં અથવા અધોવાયુ છોડતાં પહેલાં જ મુખને કે ગુદાને હાથથી સારી રીતે ઢાંકીને યત્નાપૂર્વક ઉચ્છવાસાદિ છોડે અથવા અપાનવાયુને છોડે.
For Private Personal Use Only
www.jainelibrary.org