________________
૧૩૪
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
केवली बूया - आयाणमेयं ।
अपडिलेहियाए उच्चार- पासवणभूमीए, भिक्खू वा भिक्खुणी वा राओ वा वियाले वा उच्चार- पासवणं परिट्ठवेमाणे पयलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा पायं वा जाव लूसेज्जा; पाणाणि वा जाव ववरोएज्जा ।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एस उवएसो, जं पुव्वामेव पण्णस्स उच्चार- पासवणभूमिं पडिलेहेज्जा ।
ભાવાર્થ :- પ્રજ્ઞાવંત સાધુ કે સાધ્વી સ્થિરવાસ રહેવા માટે, ચાતુર્માસ કલ્પ રહેવા માટે અથવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા માસ કલ્પ રહેવા માટે મકાન ગ્રહણ કરે ત્યારે તેની સાથે ઉપાશ્રયની નજીકમાં સ્થંડિલભૂમિ- મળ-મૂત્રના ત્યાગની જગ્યાને પહેલેથી જ સારી રીતે જોઈ લેવી જોઈએ, કારણ કે સ્થંડિલભૂમિનું પ્રતિલેખન ન કરવું, તે કર્મબંધનું કારણ છે તેમ કેવળી ભગવાને કહ્યું છે.
પ્રતિલેખન વિનાની ડિલ ભૂમિમાં કોઈ પણ સાધુ કે સાધ્વી રાત્રિમાં કે વિકાલમાં મળ મૂત્રાદિ પરઠવા જતાં લપસી જાય કે પડી જાય, તેના હાથ-પગ વગેરે શરીરાવયવ પર ચોંટ લાગે, હાડકા ભાંગે અને ત્યાં રહેલા પ્રાણી ભૂત, જીવ કે સત્ત્વોની હિંસા થાય છે.
તેથી તીર્થંકરાદિ આપ્ત પુરુષોએ પહેલેથી જ ભિક્ષુઓ માટે આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુએ ઉપાશ્રયમાં રહેતા પહેલાં મળ, મૂત્રના ત્યાગની જગ્યાનું અવશ્ય પ્રતિલેખન કરી લેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સ્થંડિલભૂમિના પ્રતિલેખનનું મહત્ત્વ સમજાવ્યું છે. સાધુએ પોતાના નિવાસ સ્થાનમાં સ્થંડિલભૂમિની પ્રતિલેખના કરવી, તે સાધુ સમાચારીનું મહત્ત્વપૂર્ણ અંગ છે. તેની ઉપેક્ષા કરનાર સાધુ સ્વ-પર વિરાધના અને સંયમવિરાધના કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્થંડિલ ભૂમિની શુદ્ધિ માટે દશ બોલનું કથન છે– (૧) જ્યાં લોકોનું આવાગમન ન હોય, કોઈની દૃષ્ટિ પડતી ન હોય (૨) જે જગ્યાનો ઉપયોગ કરવાથી બીજાને કષ્ટ કે નુકશાન થતું ન હોય (૩) જે ભૂમિ સમ હોય અર્થાત્ ઊંચી-નીચી ન હોય (૪) જ્યાં ઘાસ કે પાંદડા ન હોય કે ભૂમિ પોલાણવાળી ન હોય. (૫) નિકટ કાલમાં અચિત્ત થયેલી ભૂમિ હોય (૬) તે જગ્યા અતિ સાંકડી ન હોય (૭) જે ભૂમિ ચાર અંગુલ પ્રમાણ નીચે સુધી અચિત્ત હોય (૮) ગામથી દૂર હોય (૯) ઉંદર આદિના દર ન હોય અને (૧૦) જ્યાં ત્રસ પ્રાણી કે બીજ વગેરે ન હોય. આ દશ બોલથી વિશુદ્ધ સ્થંડિલભૂમિમાં પરઠવાની અનિવાર્ય ક્રિયા સાધુ નિર્દોષ રૂપે કરી શકે છે. શયન વિધિ વિવેક ઃ
Jain Education International
"
२६ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा सेज्जासंथारगभूमिं पडिलेहित्तए अण्णत्थ आयरिएण वा उवज्झाएण वा जाव गणावच्छेइएण वा; बालेण वा वुड्ढेण वा सेहेण वा गिलाणेण वा आएसेण वा; अंतेण वा मज्झेण वा समेण वा विसमेण वा पवारण वा णिवाएण वा; तओ संजयामेव पडिलेहिय-पडिलेहिय पमज्जिय-पमज्जिय बहुफासुयं सेज्जासंथारगं संथरेज्जा ।
For Private Personal Use Only
www.jainelibrary.org