________________
અધ્યયન-૨: ઉદ્દેશક-૩
.
[ ૧૩૩ ]
સંસ્તારકને પાછા આપવાનો વિવેક:| २३ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं पच्चप्पिणित्तए । से जं पुण संथारगं जाणेज्जा- सअंडं जाव ससंताणगं, तहप्पगारं संथारगं णो पच्चप्पिणेज्जा । ભાવાર્થ :- સાધ કે સાધ્વી(પાઢીહારો લાવેલો) સંથારો-પથારી દાતાને પાછા આપવા ઇચ્છે ત્યારે તે સંથારામાં કીડી આદિના ઈંડા કે કરોળિયાના જાળા આદિ હોય, તો તે સમયે તે સંથારો પાછો આપે નહિ. २४ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं पच्चप्पिणित्तए । से जं पुण संथारगं जाणेज्जा- अप्पंड जाव संताणगं, तहप्पगारं संथारगं पडिलेहिय पडिलेहिय पमज्जिय-पमज्जिय आयाविय-आयाविय विहुणिय-विहुणिय तओ संजयामेव पच्चप्पिणेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાઢીહારો લાવેલો સંથારો દાતાને પાછા આપવા ઇચ્છે, ત્યારે જાણે કે તે સંથારો કીડી આદિના ઈંડા કે કરોળિયાના જાળાથી રહિત છે, તો તેવા પ્રકારના સંથારાનું સારી રીતે પડિલેહણ તથા પ્રમાર્જન કરે. આવશ્યક હોય તો સૂર્યના તાપમાં તપાવીને તેમજ યત્નાપૂર્વક ખંખેરીને ત્યાર પછી ગૃહસ્થને વિવેક સહિત પાછો આપે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંથારાને પાછા આપવાના સમયનો સાધુનો વિવેક પ્રદર્શિત કર્યો છે. (૧) પાઢીહારો સંથારો જો જીવજંતુવાળા હોય, તો તે સમયે તેને પાછો આપે નહિ. (૨) જો તે સંથારો જીવજંતુઆદિથી રહિત હોય તો પણ તેને જોયા વિના પાછો આપે નહિ. (૩) સંથારાને પાછો સોંપતા પહેલા સારી રીતે જોઈને, ખંખેરીને, જીવ-જંતુથી રહિત કરે. જો તેમાં સૂક્ષ્મ જીવજંતુ ભરાઈને બેસી ગયા હોય, ખંખેરવાથી નીકળ્યા ન હોય, તો સંસ્તારકને સૂર્યના તાપમાં તપાવે, જેથી તેમાં ભરાઈને રહેલા જીવો બહાર નીકળી જાય છે. આ રીતે પૂર્ણ પણે જીવરહિત, શુદ્ધ કરીને સારી સ્થતિમાં તેને પાછો આપે.
પ્રસ્તુત સૂત્રો દ્વારા સાધુ જીવનની વ્યવહાર શુદ્ધિ પ્રગટ થાય છે. જો સસ્તારકને સાફ કર્યા વિના જ ગૃહસ્થને પાછો આપે, તો ગૃહસ્થ તેની સાફ-સફાઈ અયતનાપૂર્વક કરે, તેનાથી સાધુને પશ્ચાતુકર્મ દોષ લાગે તેમજ ગૃહસ્થને ક્યારેક સાધુ પ્રતિ રોષ કે અભાવ પણ થાય, તેથી ગૃહસ્થ પાસેથી લીધેલી પાઢ હારી કોઈ પણ વસ્તુ સાધુ-સાધ્વીએ વ્યવસ્થિત રૂપે યથાસમયે પાછી સોંપવી જોઈએ.
સાધુના ઉપરોક્ત પ્રકારના ઔચિત્ય પાલનથી અહિંસા અને સંયમનું પાલન થાય છે અને ગૃહસ્થને સાધુ પ્રતિ શ્રદ્ધાભાવ અખંડ રહે છે. ચંડિલભૂમિ પ્રતિલેખના :२५ से भिक्खू वा भिक्खुणी वा समाणे वा वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे वा पुवामेव पण्णस्स उच्चार-पासवणभूमि पडिलेहेज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org