________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ઉપાશ્રયમાં રહેલા ઇક્કડથી લઈને પરાલ સુધીના ઘાસ, પાટ વગેરેને ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે, જો તે પ્રતિજ્ઞાનુસાર ઉપાશ્રયમાં તે સંસ્તારક હોય, તો માલિકની આજ્ઞા લઈને ગ્રહણ કરે અને યથાસ્થાને સંસ્તારકને પાથરે અને જો તે ઉપાશ્રયમાંથી સંસ્તારક પ્રાપ્ત ન થાય, તો ઉડુ આસન અથવા પલાઠી આદિ આસનમાં બેસીને રાત્રિ પસાર કરે. આ ત્રીજી પ્રતિમા છે.
૧૩૨
२१ अहावरा चठत्था पडिमा से भिक्खू वा भिक्खुणी वा अहासंथडमेव संथारगं जाएज्जा, तं जहा पुढविसिलं वा कट्ठसिलं वा अहासंथडमेव, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा णेसज्जिए वा विहरेज्जा । चउत्था पडिमा ।
-
ભાવાર્થ:- ત્યાર પછી ચોથી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી ઉપાશ્રયમાં પાથરેલા સંસ્તારકને ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરે અને તેવા સંસ્તારકની યાચના કરે, જેમ કે- પથ્થરની શિલા-શય્યા કે લાકડાના પાટ વગેરે જે જ્યાં પાથરેલા હોય તે સંથારાની ગૃહસ્થ પાસેથી યાચના કરે. જો તેવો પાથરેલો પોતાને યોગ્ય સંથારો પ્રાપ્ત થાય, તો તેના પર સૂવા આદિની ક્રિયા કરે અને જો ત્યાં કોઈ પણ સંથારો પાથરેલો ન હોય તો તે અભિગ્રહધારી ભિક્ષુ ઉકડુ આસન, પલાઠી તથા પદ્માસન આદિ આસનોમાં બેસીને રાત્રિ પસાર કરે. આ ચોથી પ્રતિમા છે.
२२ इच्चेयाणं चउन्हं पडिमाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे तं चैव जाव अण्णोष्णसमाहिए एवं च णं विहरति ।
ભાવાર્થ :- આ ચારે ય પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમાને ધારણ કરીને વિચરણ કરનાર સાધુ અન્ય પ્રતિમાધારી સાધુઓની નિંદા કે અવહેલના કરે નહિ(અર્થાત્ પ્રતિજ્ઞા ન લેનાર કે સરળ પ્રતિજ્ઞા કરનારની નિંદા કરે નહિ), પરંતુ સર્વ સાધુઓ પોત-પોતાની ક્ષમતાનુસાર અભિગ્રહ ધારણ કરીને જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં વિચરે છે; એમ સમતા ભાવ રાખીને દરેક પડિમાધારી સાધુ સમાધિપૂર્વક વિચરણ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંસ્તારક વિષયક ચાર પ્રતિજ્ઞાઓનું પ્રતિપાદન છે. વ્યાખ્યાગ્રંથમાં તેના નામ આ પ્રમાણે દર્શાવ્યા છે (૧) ઉદ્દિષ્ટા (૨) પ્રેશ્વા (૩) વિધમાના અને (૪) યથાસંસ્ક્રુતરૂપા. આ ચારે નામ સૂત્રોક્ત વર્ણનને અનુરૂપ છે.
Jain Education International
ન
(૧) ઉદ્દિષ્ટા– પાટિયાદિ જે સંસ્તારક સાધુને કલ્પનીય છે, તેમાંથી કોઈ એક, બે આદિનો નામોલ્લેખ કરીને યાચના કરે, તે પ્રાપ્ત થાય, તો જ ગ્રહણ કરે. (૨) પ્રેક્ષ્યા— જે સર્વ સંથારાના નામ કહ્યા છે તે સંથારામાંથી સામે દેખાય તેની જ યાચના કરે, સામે ન દેખાય તો યાચના ન કરે. (૩) વિદ્યમાના– ઉપાશ્રયમાં જે સંસ્તારક હોય તે જ ગ્રહણ કરે, પણ ક્યાંય બહાર લેવા ન જાય. આ રીતે ન મળે તો તે પ્રતિમાધારક સાધુ પદ્માસનાદિ કોઈ પણ આસને બેસીને રાત્રિ પસાર કરે, પરંતુ સૂવે નહીં. (૪) યથાસંસ્કૃતરૂપા– ઉપાશ્રયમાં સહજરૂપે પાથરેલા હોય, તેવા ઘાસ, પાટ વગેરે ગ્રહણ કરીને તેના પર શયન આદિ ક્રિયા કરે, આ રીતે ન મળે તો તે પ્રતિમાધારક સાધ પદ્માસનાદિ કોઈ પણ આસને બેસીને રાત્રિ પસાર કરે, પરંતુ સૂર્ય નહીં.
અહાસંધકમેવ :- યથાસંસ્કૃત. જે સંસ્તારક સ્વાભાવિક રીતે જ્યાં જે રીતે પાથરેલો હોય તે જ રીતે તેનો ઉપયોગ કરવો, જેમ કે- પૃથ્વીશિલા, આરસ વગેરે કોઈ પણ પથ્થરનો ઓટલો બનાવેલો હોય અથવા લાકડાની પાટ કે પાટિયું જયાં જેમ પાથરેલું હોય તેને પોતાની ઇચ્છાનુસાર આછું-પાછું કર્યા વિના તે જ રૂપે ઉપયોગ કરવો, તે યથાસંસ્કૃત સંસ્તારક છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org