________________
| અધ્યયન-૨ઃ ઉદ્દેશક-૩
૧૨૯ ]
(૭) જે ઉપાશ્રયની દિવાલો વિવિધ પ્રકારના ચિત્રોથી સુશોભિત હોય, તેવા સ્થાનમાં ચિત્રદર્શન કરતાં સાધુ ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત બને, તેથી તેના સ્વાધ્યાય, ધ્યાન આદિ ક્રિયાઓમાં વિક્ષેપ થાય.
આ રીતે પ્રસ્તુત સુત્રોમાં વર્ણિત સ્થાનોમાં રહેવામાં સાધુના સંયમ ભાવની કે વૈરાગ્યની અભિવૃદ્ધિ થતી નથી. સાધુને રહેવાનું સ્થાન એકાંત, શાંત, કોઈ પણ પ્રકારની શોભા કે સજાવટ વિનાનું, ગૃહસ્થોના આવાગમન રહિત અને ત્યાંના કોઈ પણ દશ્યો આત્મ પરિણામોને વિકૃત ન કરે તેવું વૈરાગ્ય વર્ધક હોય, તે જરૂરી છે. સસ્તારક ગ્રહણ વિવેકઃ|१३ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं एसित्तए । से जं पुण संथारगं जाणेज्जा- सअंडं जाव संताणगं, तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સસ્તારકની એટલે પાટ વગેરે ગવેષણા કરવાની ઇચ્છા કરે અને તે જાણે કે તે સસ્તારક કીડી વગેરેના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તેવા પ્રકારના સસ્તારક પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ. |१४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा- अप्पंडं जाव संताणगं, गरुयं; तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી એમ જાણે કે પાટ આદિ કીડીઓના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, પરંતુ તે ભારે છે તો તેવા પાટ-પાટલા આદિ પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ. |१५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा- अप्पंडं जाव संताणगं, लहुयं, अपडिहारियं; तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી એમ જાણે કે પાટ-પાટલા વગેરે કીડીઓના ઈડા યથાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, હળવા પણ છે, પરંતુ અપ્રતિહારિક છે– ગૃહસ્થ તેને પાછું લેવાની ઇચ્છા રાખતા નથી, તો તેવા પાટ- પાટલા વગેરે પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ. १६ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा- अप्पंडं जाव संताणगं, लहुयं, पाडिहारियं, णो अहाबद्धं; तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી એમ જાણે કે પાટ વગેરે કીડીઓના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, હળવા છે, પ્રાતિહારી–દાતા તેને પાછા સ્વીકારે પણ છે, પરંતુ મજબૂત નથી અર્થાતુ જીર્ણ-શીર્ણ, ડગમગતા છે, તો તેવા પ્રકારના પાટ-પાટલા વગેરે પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ. १७ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा अप्पंडं जाव संताणगं, लहुयं, पाडिहारियं, अहाबद्धं; तहप्पगारं संथारगं लाभे संते पडिगाहेज्जा। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી એમ જાણે કે સંસ્તારક–પાટ-પાટલા વગેરે કીડીઓ ઈડા યાવત્ કરોળિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org