________________
[ ૧૩૦ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
યાના જાળાથી રહિત છે, હળવા છે, પ્રાતિહારિક છે અને મજબૂત છે, તો આ પ્રકારના પાટ-પાટલા વગેરે પ્રાપ્ત થાય તો સાધુ ગ્રહણ કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને કલ્પનીય-અકલ્પનીય સંસ્તારક એટલે પાટ, પાટલા આદિ સંબંધી નિરૂપણ છે. સંથાર – સાધુ સૂવા, બેસવા આદિની ક્રિયા જેના ઉપર કરી શકે છે, તે સંસ્કારક કહેવાય છે. પ્રાકૃત શબ્દકોષમાં સંસ્કારક શબ્દના અનેક અર્થ આપ્યા છે– શય્યા, દર્ભ, ઘાસ, કુશ,પરાલ આદિની પથારી, પાટ, બાજોઠ, પાટીયું, રૂમ, પથ્થરની શિલા કે ઈટ ચૂનાથી બનેલી શય્યા વગેરે. પ્રસ્તુત સૂત્રોના વર્ણન અનુસાર સંસ્તારક શબ્દ પ્રયોગ પાટ વગેરે ઉપકરણો માટે થયો છે અને તે અર્થ પ્રાસંગિક છે. સસ્તારક - પાટ આદિ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલા સાધુએ વિવિધ રીતે તે વસ્તુનું પરીક્ષણ કરવું જોઈએ. સૂત્રકારે તેના માટે ચાર વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) ખડું- જીવ રહિત. કીડી વગેરેના ઈડા તથા જીવજંતુવાળા પાટ વગેરેમાં જીવવિરાધનાનો દોષ લાગે છે. (૨) સં - હળવું. પાટ વગેરે અત્યંત વજનદાર હોય, તો તેને લેવા-મૂકવામાં, પ્રતિલેખન, પ્રમાર્જન કરવામાં તકલીફ થાય છે. ક્યારેક લેતા-મૂકતા પડી જાય, તો વાગી જાય; તેનાથી જીવવિરાધના, સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૩) પાંડિટરજં- પ્રાતિહારિક. પાટ વગેરે અપ્રાતિહારિક હોય, ગૃહસ્થ તેને પાછા ન લે, તો સાધુ તેનું શું કરે? તે પ્રશ્ન થાય છે. કોઈની વસ્તુ બીજાને આપી શકાતી નથી અને ઉપાશ્રયમાં જ મૂકીને સાધુ વિહાર કરી જાય, તોપણ સાધુને તેમ કરવાની શાસ્ત્રાજ્ઞા નથી.
વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે સાધુ એક જ હાથે આસાનીથી ઉપાડી શકે તેવા પાટ આદિ ઉપકરણોને ગૃહસ્થના ઘરેથી લાવે છે. (૪) માં - મજબૂત. જો સસ્તારકનું બંધન શિથિલ હોય અર્થાતુ પાટ આદિની ખીલીઓ ઢીલી પડી ગઈ હોય, એકાદ ખીલી નીકળી ગઈ હોય, તો અચાનક તે તૂટી જાય, તો સાધુને તકલીફ ઊભી થાય છે.
આ રીતે પાટ, પાટલા વગેરે જીવજંત રહિત હોય, સાધુ સ્વયં તેને ઉપાડી શકે તેવા હળવા હોય. ગુહસ્થ તેને પાછા લઈ લેવા તૈયાર હોય અને તે મજબુત હોય, તેવા પાટ વગેરેને સાધુ ગ્રહણ કરી શકે છે અને તેમાં સાધુની સમાધિ જળવાઈ રહે છે તથા સંયમ સાધના પુષ્ટ થાય છે. સંસ્તારક એષણાની ચાર પ્રતિમા :|१८ इच्चेयाई आयतणाई उवाइकम्म; अह भिक्खू जाणेज्जा- इमाहिं चउहिं पडिमाहिं संथारगं एसित्तए
__ तत्थ खलु इमा पढमा पडिमा- से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय संथारगं जाएज्जा, तं जहा- इक्कड वा कढिणं वा जंतुयं वा परग वा मोरगं वा तणगं वा, कुसं वा कुच्चगं वा पिप्पलगं वा पलालगं वा । से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा भगिणी ! ति वा; दाहिसि मे एत्तो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org