________________
૧૨૬ |
શ્રી આચાશંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
યાચના સમયે ઉપાશ્રયના કેટલા ભાગનો ઉપયોગ કરવો અને કેટલો સમય રહેવું, તે ક્ષેત્ર અને કાલની મર્યાદા નિશ્ચિત્ત કરે, પરંતુ મુનિઓની નિશ્ચિત સંખ્યા કહે નહિ, કારણ કે બીજા સાધર્મિક સાધુઓ વિહાર કરતાં પધારે, અભ્યાસ માટે પણ અન્ય સાધુઓનું આવાગમન પણ કરતાં રહે છે. આ રીતે સાધુઓની સંખ્યામાં વધઘટ થયા કરે છે.
ઉપાશ્રયની યાચના પછી તેની સ્વીકૃતિ મળતા જ તે ઉપાશ્રયના-સ્થાનના દાતા(શય્યાતર)ના નામ, ગોત્ર તથા તેનું ઘર પણ જાણી લે જેથી તેના ઘરના આહારપાણી ન લેવાનું ધ્યાન રાખી શકાય છે. શય્યાતર પિંડ- સાધુને સ્થાનનું દાન દેનાર ગૃહસ્થને જૈન પરિભાષામાં શય્યાતર કહેવાય છે. શય્યા-સ્થાનનું દાન દઈને સંસાર સાગરને તરી જનાર શય્યાતર છે. શય્યાતર ગૃહસ્થ સાધુના સંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન આદિ સાધનાની અનુમોદનાનો મહત્તમ લાભ મેળવે છે.
શાસ્ત્રમાં શય્યાતરના ઘરના આહાર-પાણીને શય્યાતરપિંડ કહ્યો છે. સર્વ તીર્થકરોના સાધુઓને માટે શય્યાતર પિંડનો નિષેધ છે.
અન્ય મતાવલંબી સંન્યાસીઓ જે ઘરમાં રહે છે, તેના ઘરે જ ભોજનાદિ કરે છે, તેથી ઘણી વાર ગૃહસ્થને ભારરૂપ બની જાય છે. સાધુના ભોજન આદિની વ્યવસ્થા કરવાના કાર્યથી કંટાળી જઈને ઘણીવાર ગૃહસ્થો પોતાનું સ્થાન આપવાનો નિષેધ કરે છે. કદાચ કોઈક શય્યાતર ગૃહસ્થ ભક્તિને વશ થઈને સાધુના નિમિત્તે વિશિષ્ટ ભોજન બનાવે છે, તેથી સાધુને ઓશિક, આધાકર્મ તથા નિમિત્ત દોષ લાગવાની સંભાવના રહે છે.
આ રીતે ગૃહસ્થને કોઈ પણ પ્રકારનો ભાર ન થાય અને પોતાના સંયમી જીવનની નિર્દોષતા સર્વ પ્રકારે જળવાઈ રહે તેવા અનેક હેતુઓથી સર્વ તીર્થકરોએ સાધુને માટે શય્યાતર પિંડનો નિષેધ કર્યો છે. નિષિદ્ધ ઉપાશ્રય:
५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा ससागारियं सागणियं सउदयं, णो पण्णस्स णिक्खमण-पवेसाए णो पण्णस्स वायण जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન) ગૃહસ્થોથી યુક્ત છે; અગ્નિ અને સચેત પાણીથી યુક્ત છે; તો તેમાં પ્રજ્ઞાવાન સાધુ કે સાધ્વીઓએ જવું-આવવું યોગ્ય નથી અને તેવા ઉપાશ્રયમાં સાધુને વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગનું ચિંતન કરવું યોગ્ય નથી, માટે તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી રહે નહિ, તેમજ શયનાસન કરે નહિ. | ६ से भिक्खू वा भिक्खुणी से जं पुण उवस्सयं जाणेज्जा- गाहावइकुलस्स मज्झमज्झेणं गंतु, पंथं पडिबद्धं वा; णो पण्णस्स णिक्खमण पवेसाए जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં નિવાસ કરવા માટે ગૃહસ્થના ઘરમાં થઈને જવું-આવવું પડે તેમ છે અથવા ઉપાશ્રયની બહાર જવા-આવવાનો માર્ગ ગૃહસ્થોના સામાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org