________________
અધ્યયન-રઃ ઉદ્દેશક-૩
[ ૧૨૫ ]
ઉપાશ્રયની યાચના વિધિઃ| ३ से आगंतारेसु वा आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा अणुवीई उवस्सयं जाएज्जा । जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए; ते उवस्सयं अणुण्णवेज्जा- कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसिस्सामो जाव आउसंतो जाव आउसंतस्स उवस्सए जाव साहम्मिया, एतावताव उवस्सयं गिहिस्सामो, तेण पर विहरिस्सामो । શબ્દાર્થ :- અgવી વિચાર કરીને ફરે – તે ઉપાશ્રયના સ્વામી છે સમદિદાઈ = તેના અધિકારી કાર્યકર્તા હોય #ામ = આપની ઇચ્છા અનુસાર મહાd૬ = જેટલો સમય તમે કહો અદીપરિણાયે = ઉપાશ્રયનો જેટલો ભાગ આપ દેવા ઇચ્છો છો તેટલા જ ભાગમાં વલસાનો = અમે રહીશું ગાવ સાદમિયા = જેટલા અમે સાધર્મિક સાધુ છીએ પતાવતાર = એટલા જ ૩વસયં = ઉપાશ્રયને પિટ્ટિસામો = ગ્રહણ કરશું તેજ પ૨ = તેટલી ઉત્કૃષ્ટ સીમામાં જ અમોવિદરસાનો-વિચરણ કરશું રહેશું ભાવાર્થ :- સાધુ ધર્મશાળા, આરામગૃહ, ગૃહસ્થના ઘર, પરિવ્રાજકોના મઠ આદિ સ્થાનોની નિર્દિષ્ટ વિધિ અનુસાર વિચાર કરીને યાચના કરે, જેમ કે– સ્થાનના માલિક અથવા તેના અધિકારી પાસે સ્થાનની આજ્ઞા માંગે અને કહે- હે આયુષ્યમાન ! તમારી ઈચ્છાનુસાર જેટલા સમય સુધી તમે જેટલો ભાગ આપવા ઇચ્છો, તેટલો સમય અને તેટલા સ્થાનમાં અમે રહેશે. ગૃહસ્થ પૂછે કે તમો કેટલા સમય સુધી અહીં રહેશો? તેના જવાબમાં મુનિ કહે કે આયુષ્યમાન સગૃહસ્થ! અમે રોષકાળમાં એક માસ અને ચાતુર્માસમાં ચાર માસ એક જગ્યાએ રહી શકીએ છીએ, પરંતુ તમો જેટલા સમય સુધી, ઉપાશ્રયના જેટલા ભાગમાં રહેવાની આજ્ઞા આપશો, તેટલો સમય તેટલા સ્થાનને ગ્રહણ કરીને અમે જેટલા સાધર્મી સાધુઓ છીએ, તે બધા તમારા દ્વારા આજ્ઞા આપેલી મર્યાદામાં જ રહેશું, વિચરણ કરશું. | ४ से भिक्खू वा भिक्खुणी वा जस्सुवस्सए संवसेज्जा तस्स पुव्वामेव णामगोयं जाणेज्जा, तओ पच्छा तस्स गिहे णिमंतेमाणस्स वा अणिमंतेमाणस्स वा असणं वा पाणं वा खाइम वा साइम वा अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયમાં નિવાસ કરે, તેના માલિકના નામ અને ગોત્રને પહેલેથી જાણી લે. ત્યાર પછી તેના ઘરનું આમંત્રણ મળે કે આમંત્રણ ન મળે, તો પણ તેના ઘરના અશનાદિ ચારે ય પ્રકારના આહારને અપ્રાસુક અને અષણીય જાણીને ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ઉપાશ્રય યાચનાની પહેલા કે પછીની વ્યાવહારિક વિધિ બતાવી છે. ઉપાશ્રયની યાચના પહેલા સાધુ તે સ્થાનની પ્રાસુકતા, એષણીયતા, નિર્દોષતા તથા ઉપયોગિતાની સારી રીતે તપાસ કરી લે. તે ઉપરાંત તેના સ્વામી તથા સ્વામી દ્વારા રાખેલા અધિકારીની જાણકારી મેળવવી જરૂરી છે કારણ કે કદાચ તે નાસ્તિક હોય, સાધુના દ્વેષી હોય, બીજા સંપ્રદાયના અનુરાગી હોય, તેની આપવાની ઇચ્છા ન હોય, તો સાધુને મુશ્કેલી થાય છે. આ સર્વ બાબતોને જાણીને સાધુને તથા સ્થાનના માલિકને સર્વ પ્રકારની અનુકુળતા હોય તો જ સાધુ મકાનના માલિક કે અધિકારી પાસેથી ઉપાશ્રયની યાચના કરે. ઉપાશ્રયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org