SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ | શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ = અંદરથી બહાર નીકળતા વિનાને = બહારથી અંદર પ્રવેશ કરતાં પુરાકલ્થળ = પહેલા હાથ ફેલાવીને ભૂમિને જોઈને પછાપાળ = પછી પગ મૂકી ચાલેfમણિયા = લાકડાનું આસન વિશેષાનિયા = પોતાની ઊંચાઈથી ચાર આંગુલ લાંબી પોલાણવાળી લાકડી વિનિમિતી = પડદો અથવા મચ્છરદાની રમણ = મૃગચર્મ વગેરે મોસણ = ચામડાની કોથળી,આંગળી, પગ વગેરેના સુરક્ષાના સાધન વમયગણ = ચામડું કાપવાનું ઓજાર–સાધન દુવ = સરખી રીતે બાંધ્યા ન હોય રિતે = સારી રીતે મૂક્યા ન હોય = જે થોડા હલતા હોય વનાવને = વિશેષ હલતા હોય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય નાનો કે નાના દરવાજાવાળો છે, નીચો છે, તેમાં પહેલેથી ચરક આદિ પરિવ્રાજકોના રહેવાથી તથા તેના ઉપકરણોથી રોકાયેલો છે અર્થાત્ ખાલી નથી, કદાચ કોઈ કારણવશ સાધુને આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવું પડે તો તે રાત્રિમાં કે વિકાલમાં અંદરથી બહાર નીકળતા કે બહારથી અંદર પ્રવેશ કરતાં પહેલા હાથ ફેલાવીને જોઈ લે પછી સાવધાનીથી યત્નાપૂર્વક પગ મૂકીને પ્રવેશ કરે કે બહાર નીકળે. કેવળી ભગવાન કહે છે કે આ પ્રકારનો ઉપાશ્રય કર્મબંધનું કારણ છે, કારણ કે ત્યાં શાક્યાદિ શ્રમણો કે બ્રાહ્મણોએ છત્ર, પાત્ર અથવા માત્રક, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી લાકડી, વસ્ત્ર, મચ્છરદાની અથવા પડદો, મૃગચર્મ, ચામડાની થેલી કે ચામડાને કાપવાનું સાધન, આ સર્વ વસ્તુઓ સારી રીતે બાંધીને રાખી ન હોય, આડીઅવળી વિખરાયેલી પડી હોય, સાધનો ડગમગતા હોય, વધારે ડગમગતા હોય તો રાત્રે કે વિકાસમાં અંદરથી બહાર અને બહારથી અંદર(અસાવધાનીથી) પ્રવેશતા સાધુ લપસી જાય કે પડી જાય(તો તે ઉપકરણો તૂટી જાય) અથવા તે સાધુના લપસી જવાથી કે પડી જવાથી તેના હાથ, પગ, મસ્તક કે અન્ય ઇન્દ્રિયો આદિ અંગોપાંગને વાગી જાય છે અથવા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા થાય, તે દબાઈ જાય યાવત જીવનથી રહિત થઈ જાય-મરી જાય છે, માટે તીર્થકરાદિ આખ પુરુષોએ પહેલાંથી જ સાધુ માટે આ પ્રતિજ્ઞા યાવત ઉપદેશ આપ્યો છે કે– આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવું પડે તો સાધુ રાત્રિના કે વિકાલમાં(અંધારાના કારણે દેખાતું ન હોવાથી) પહેલાં હાથ ફેલાવીને(તપાસીને) પછી પગ મૂકે તથા યત્નાપૂર્વક અંદરથી બહાર કે બહારથી અંદર જાય. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં નિર્દોષ ઉપાશ્રય પ્રાપ્ત થયા પછી ત્રણ બાબતો પ્રતિ સાધુનો વિવેક પ્રદર્શિત કર્યો છે– (૧) નાનો અને સાંકડો, નીચા દરવાજાવાળો કે નીચી છતવાળો કે અંધારાવાળો ઉપાશ્રય હોય તો તેમાં કારણ વિના રહેવું નહિ. (૨) તેવા નાના મકાનમાં સંન્યાસી વગેરે રહ્યા હોય ત્યાં પણ વિશેષ પરિસ્થિતિ વિના રહેવું નહિ. (૩) વિશિષ્ટ કારણવશ આવા ઉપાશ્રયમાં રહેવું પડે તો રાત્રિમાં કે સંધ્યાકાળમાં એટલે અંધારાના સમયે અત્યંત યતનાપૂર્વક ગમનાગમન કરવું. સાધુના ગમનાગમનથી કોઈ વસ્તુ કે વ્યક્તિને જરા પણ ઠેસ ન લાગે, તે માટે હાથ કે રજોહરણથી તપાસીને ચાલવું. જો એ રીતે ચાલે નહિ તો ક્યારેક સાધુના પડી જવાથી અન્ય મતાવલંબી સાધુના ઉપકરણો કે પોતાના ઉપકરણો તૂટી જાય, કોઈ વ્યક્તિની ઉપર પડે, તો તે વ્યક્તિને વાગે, ક્યારેક પોતાને વાગી જાય, આ રીતે અનેક તકલીફ થવાની સંભાવના છે. આ રીતે બીજા શ્રમણો કે ભિક્ષાચરોને પણ નિગ્રંથ સાધુઓના વ્યવહારથી જરા પણ મનદુઃખ ન થાય, ધૃણા ન થાય તેમજ પોતાના ઉપકરણો તૂટવાદિથી આર્તધ્યાન ન થાય અને કોઈ જીવોની હિંસા ન થાય તે રીતે સાધુએ વિવેક અને સાવધાની રાખવી જરૂરી છે. તેમાં જ તેના અહિંસા મહાવ્રતની સુરક્ષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy