________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૨
૧૧૭ |
ભાવાર્થ :- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહસ્થ થાવત નોકરાણી આદિ રહેતા હોય છે. તે સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય છે, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિથી ઘણા શ્રમણ, બ્રાહ્મણ યાવત ભિક્ષાચરોને ગણી-ગણીને અર્થાત્ તેઓ સર્વની અલગ-અલગ ગણના કરીને તેઓના ઉદ્દેશ્યથી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ વિશાળ મકાન બનાવે છે. નિગ્રંથ સાધુ તે પ્રકારના બનાવાયેલા લુહારશાળા આદિ સ્થાનોમાં આવીને રહે છે તથા ત્યાં નાના-મોટા કોઈ પણ સ્થાનોનો ઉપયોગ કરે, તો તે શ્રમણ નિગ્રંથોને શય્યા સંબંધી મહાવર્ય ક્રિયા દોષ લાગે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી મહાવર્ય ક્રિયાનું પ્રતિપાદન છે.
શ્રમણ, ભિક્ષ, સંન્યાસી, ભિખારી, યાચકો આદિની ગણના કરીને તેમના ઉદ્દેશ પૂર્વક તૈયાર કરાવેલા સ્થાનમાં જૈન શ્રમણો રહે, તો તેઓને મહાવર્ય ક્રિયા રૂપ દોષનું સેવન થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણ શબ્દપ્રયોગથી (૧) નિગ્રંથ- જૈન શ્રમણો (૨) બૌદ્ધ ભિક્ષુ (૩) તાપસ (૪) સંન્યાસી અને (૫) આજીવક– ગોશાલકના અનુયાયી સાધુઓ; આ પાંચ સંપ્રદાયના સાધુઓનું ગ્રહણ થાય છે. આ રીતે શ્રમણ શબ્દથી જૈન શ્રમણોનું પણ ગ્રહણ થવાથી તેમના નિમિત્તે તૈયાર થયેલા મકાન સાધુ-સાધ્વીને માટે ઔદેશિક દોષયુક્ત છે. તે મકાનમાં રહેવાથી શ્રમણોને તે મકાનના નિર્માણમાં થયેલી આરંભજનક પ્રવૃત્તિ સંબંધી જે ક્રિયા લાગે છે તે મહાવર્ય કિયા કહેવાય છે.
સંક્ષેપમાં જૈન સાધુની ગણના સહિત ભિખારી આદિ સર્વ આગંતુક માટેના સાર્વજનિક સ્થાન પણ સાધુને માટે અકલ્પનીય છે. જો તેમાં સાધુ રહે, તો તેને મહાવર્ય ક્રિયા નામનો દોષ લાગે છે. (૦) સાવધ ક્રિયા:१३ इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा, संतेगइया सड्ढा भवति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा । तेसिं च णं आयारगोयरे णो सुणिसंते भवइ ।
तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समणजाए समुहिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेइयाई भवंति, तं जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छति, उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टति अयमाउसो सावज्जकिरिया यावि भवइ । ભાવાર્થ :- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહપતિ થાવતુ નોકરાણી આદિ રહેતા હોય છે, તેઓ સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય છે, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિથી સર્વ પ્રકારના શ્રમણોના ઉદ્દેશ્યથી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ તૈયાર કરાવે છે. સર્વ શ્રમણોના ઉદ્દેશ્યથી બનાવેલી તથા પ્રકારની લુહારશાળા યાવત્ ભૂમિગૃહોમાં શ્રમણ નિગ્રંથો રહે, તથાપ્રકારના ભેટ રૂપે પ્રાપ્ત થયેલા નાના, મોટા ઘરોનો ઉપયોગ કરે, તો હે આયુષ્યમાન! તેના માટે આ શય્યા-સ્થાન સાવધક્રિયા દોષથી યુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org