________________
[ ૧૧૮ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી સાતમી સાવદ્ય ક્રિયા રૂપ દોષનું નિરૂપણ છે. છઠ્ઠી ક્રિયામાં શ્રમણ, બ્રાહ્મણ, યાચક, ભિખારી આદિ સર્વ આગંતુકના ઉદ્દેશ્યથી બનેલા મકાન સંબંધી નિરૂપણ કરવામાં આવ્યું હતું અને આ સાતમી ક્રિયામાં માત્ર પાંચ પ્રકારના શ્રમણોના ઉદ્દેશ્યથી નિર્મિત થયેલા મકાન સંબંધી કથન છે. તેમાં જૈન સાધુનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હોવાથી આ પ્રકારના મકાન સાધુને માટે કલ્પનીય નથી. તેમાં રહેવાથી સાધુને તેના નિર્માણમાં થયેલી સાવધ પ્રવૃત્તિની ક્રિયા લાગે છે તે ક્રિયાને અહીં સાવધ કિયા કહી છે. (૮) મહાસાવધ ક્રિયા:१४ इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा । तेसिं च णं आयारगोयरे णो सुणिसंते भवइ ।
तं सद्दहमाणेहि, तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं एगं समणजायं समुहिस्स तत्थ-तत्थ अगारीहि अगाराइं चेइयाइं भवंति, तं जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा; महया पुढविकायसमारंभेणं जाव महया तसकायसमारंभेणं महया संरंभेणं महया समारंभेणं महया आरंभेणं महया विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं, तं जहा- छायणओ लेवणओ संथार-दुवार-पिहणओ, सीओदए वा परिट्ठवियपुव्वे भवइ, अगणिकाए वा उज्जालियपुव्वे भवइ, जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छति, उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टति; दुपक्ख ते कम्म सेवति, अयमाउसो महासावज्जकिरिया यावि भवइ । શબ્દાર્થ :- છાયો = મકાન પર છત આદિ નાંખી હોય તેવો = લીધેલી હોય સંથાર કુવાર-ઉપદો = બેઠક કે દ્વાર બંધ કરીને શાળા વગેરે તૈયાર કરાવે તે = તેઓ સુપરવું = દ્વિપક્ષ અર્થાત્ દ્રવ્યથી સાધુ અને ભાવથી ગૃહસ્થ રૂપ મેં સેવંતિ = કર્મનું સેવન કરે છે. ભાવાર્થ :- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહસ્થ થાવત્ તેના નોકરાણી આદિ રહેતા હોય છે. તેઓ સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિથી એક માત્ર જૈન શ્રમણોના ઉદ્દેશ્યથી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ મકાનોનું નિર્માણ કરે છે. તે મકાનનું નિર્માણ પૃથ્વીકાય યાવત્ ત્રસકાયના સરંભ, સમારંભ અને આરંભથી તથા વિવિધ પ્રકારના મહાન પાપ જનક કાર્યોથી થાય છે, જેમ કે- મકાન ઉપર છત કરાવવામાં આવે, લીપવામાં આવે, સંસ્તારક એટલે બેસવા-સૂવાની જગ્યા, ઓટલો વગેરે બનાવે, હવા માટે દરવાજા, બારીઓ બનાવે, વારંવાર સચેત પાણી છાંટવામાં આવે, અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, આવા આરંભજન્ય લુહારશાળા આદિ મકાનોમાં સાધુ રહે અથવા ત્યાં નાના-મોટા કોઈ પણ સ્થાનોનો ઉપયોગ કરે, તો તે શ્રમણો દ્વિપક્ષ-દ્રવ્યથી સાધુ અને ભાવથી ગૃહસ્થરૂપ કર્મનું આચરણનું સેવન કરે છે. તેઓને શય્યા સંબંધી મહાસાવધક્રિયા રૂપ દોષ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org