________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૨
[ ૧૦૯ ]
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :- = ચોરસઆંધવારીક તકને જોનાર વ્યક્તિ અyવસેના = ઘરમાં પ્રવેશી જાય ૩વત્તિય = તે અહીં છુપાઈ રહ્યો છે જે વ ૩વત્તિય = અહીં છુપાયો નથી અફપતિ = નીચે કૂદ છે નો વા કફપત્તિ = નીચે કૂદતો નથી વય= તે જાય છે કે જો વા વય = જતો નથી તે દેવું = તેણે ચોરી કરી છે અનેખ દર્દ = બીજાએ ચોરી કરી છે તજી દ૬ = તેણે તેનો માલ ચોર્યો છે અUરૂ દઉં = બીજાનો માલ ચોર્યો છે. ભાવાર્થ :- ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેતા સાધુ-સાધ્વીને રાત્રિમાં કે વિકાલમાં મળ-મૂત્રની બાધા થતાં તે ગૃહસ્થનો દરવાજો ખોલે અને તે જ સમયે તેવી તકની પ્રતિક્ષા કરનાર કોઈ ચોર ઘરમાં ઘૂસી જાય, તો તે સમયે સાધુને આ પ્રમાણે કહેવું કલ્પતું નથી, ચોર આવી રહ્યો છે કે ચોર આવતો નથી; ચોર છુપાઈ રહ્યો છે કે છુપાતો નથી; તે નીચે કૂદે છે કે નીચે કૂદતો નથી; તે જાય છે કે જતો નથી; તેણે ચોરી કરી છે કે બીજાએ ચોરી કરી છે, તેનું ધન ચોર્યું છે કે બીજાનું ધન ચોર્યું છે, આ ચોર છે, આ તેનો સાથીદાર છે, આ ઘાતક છે, આ ચોરે અહીં ચોરીનું કામ કર્યું છે. આ પ્રકારે કાંઈ પણ બોલ્યા વિના સાધુ મૌન રહે. તેવા સમયે તે ગૃહસ્થને તપસ્વી સાધુ જે વાસ્તવમાં ચોર નથી, તેના પર જ ચોર હોવાની શંકા થાય છે.
તેથી તીર્થકરોએ પહેલેથી જ સાધુ માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહે નહિ કે શયનાસન આદિ કરે નહિ. વિવેચના:
પહેલા ઉદ્દેશકમાં પણ શાસ્ત્રકારે ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવા સંબંધી અનેક દોષો કહ્યા છે અને આ ઉદ્દેશકના પ્રસ્તુત સૂત્રોમાં પણ શાસ્ત્રકારે તે જ વિષયનું નિરૂપણ કર્યું છે. આ સૂત્રોમાં ચાર દષ્ટિકોણથી દોષો બતાવ્યા છે(૧) સાધુ અને ગૃહસ્થના જીવન વ્યવહારમાં, રહેણીકરણીમાં બહુ મોટો તફાવત છે. ગૃહસ્થો પ્રતિદિન સ્નાનાદિ કરીને શરીરને સ્વચ્છ અને સુઘડ રાખે છે. સાધુ યાવજીવન અસ્નાનવ્રતનું પાલન કરે છે, મેલનો પરીષહ સહન કરે છે, તેથી કેટલાક સાધુના શરીરમાં કે વસ્ત્ર આદિમાં પરસેવા આદિની દુર્ગધ આવતી હોય, સાધુના આ પ્રકારના આચારને જોઈને ગૃહસ્થોને સાધુ પ્રતિ જુગુપ્સા કે ધૃણાનો ભાવ થાય છે.
તે ઉપરાંત સાધુના કારણે ગૃહસ્થ અનેક કાર્યો કરવામાં ક્ષોભ અનુભવે છે તેથી તેને પોતાના કાર્યો આગળ-પાછળ કરવા પડે છે અને સાધુને પણ ગૃહસ્થના સતત સંપર્કથી પોતાના સ્વાધ્યાય-ધ્યાન, પ્રતિલેખનાદિ આવશ્યક ક્રિયાઓમાં અલના થાય છે.
આ રીતે ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં ગૃહસ્થ અને સાધુ બંનેને પોત-પોતાની કાર્યવાહીમાં અલના થતી હોવાથી ગૃહસ્થને સાધુ પ્રતિ અને સાધુને ગૃહસ્થ પ્રતિ અભાવ થવાની સંભાવના રહે છે. (૨) ગુહસ્થ પોતાના માટે ભોજન બનાવ્યા પછી સાધુઓના માટે વિશિષ્ટ ભોજન બનાવે, તેથી સાધુ સ્વાદલોલુપી તેમજ આચાર ભ્રષ્ટ થઈ જાય છે. (૩) સાધુ માટે ગૃહસ્થ લાકડા ખરીદે કે ગમે ત્યાંથી લાવે, ઠંડીના નિવારણ માટે અગ્નિ પ્રજ્વલિત કરે અને સાધુને પણ તાપવાની ઈચ્છા થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org