________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
(૪) રાત્રે સાધુ પરઠવા જવાના નિમિત્તે દરવાજો ખોલીને બહાર જાય અને પાછળથી મકાનમાં ચોર ઘૂસી જાય કે તેવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, તો સાધુ મુશ્કેલીમાં મૂકાય જાય છે. ગૃહસ્થને કહેવું કે ન કહેવું? સાધુને બોલવામાં અને મૌન રહેવામાં, આ બંનેમાં દોષ છે. જો સાધુ ગૃહસ્થને કહી દે કે આ ચોર છે, તેણે ચોરી કરી છે, તો ભવિષ્યમાં તે ચોર સાધુ સાથે વૈરભાવ કે દ્વેષભાવ રાખે છે. ગૃહસ્થ ચોરને સજા કરે, તેમાં સાધુ નિમિત્ત બને છે અને સાધુ મૌન રહે, તો ગૃહસ્થને સાધુ પ્રતિ આશંકાનો, અવિશ્વાસનો ભાવ જાગૃત થાય છે. આ રીતે ગૃહસ્થ યુક્ત મકાનમાં રહેવામાં અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ તથાપ્રકારના સ્થાનમાં ન રહે.
૧૧૦
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે જ્યાં ગૃહસ્થની બહુમૂલ્યવાન વસ્તુઓ હોય, તેવું સ્થાન નિર્દોષ હોવા છતાં સાધુ તે સ્થાનમાં રહે નહીં. કારણ કે સાધુના સ્થાનમાં ધર્મ શ્રવણ આદિ કારણોથી અનેક ગૃહસ્થોનું આવાગમન થયા જ કરે છે. બહુમૂલ્યવાન વસ્તુઓની ચોરી થાય કે ન થાય, પરંતુ સાધુને સતત ચિંતા, ભય, વ્યગ્રતા રહે અને તેથી તેની માનસિક એકાગ્રતા ખંડિત થાય છે.
જે સ્થાનમાં પરઠવાની સુવિધા હોય, પરઠવા માટે દરવાજો ખોલીને બહાર જવામાં કોઈ જોખમ ન હોય, જ્યાં રહેવામાં અન્ય કોઈ આપત્તિની સંભાવના ન હોય તેવા સુરક્ષિત સ્થાનમાં સાધુ નિવાસ કરે છે. મોથ સમાયારે– મોક– પ્રસવણનો સમાચરણ–ઉપયોગ કરનાર. વૃત્તિકારે અહીં તેનો અર્થ સ્વમૂત્ર કર્યો છે. સાધુ વિશિષ્ટ પ્રસંગે પાણીના અભાવમાં તેનો ઉપયોગ કરે છે. તેમ રાજેન્દ્ર કોશના છઠ્ઠા ભાગમાં સ્પષ્ટીકરણ છે. તે સિવાય રાજેન્દ્ર કોશના ચોથા ભાગમાં નિશા શબ્દમાં પણ સાધુને માટે રાત્રિના વિશિષ્ટ આચરણરૂપે પ્રસવણના ઉપયોગનું કથન છે. અનેક રોગોમાં કે દુખાવામાં પણ કેટલાક સાધુ પ્રસવણ દ્વારા ઔષધ–ઉપચાર કરતા હોય છે.
અતેખ તેળ તિ- ગૃહસ્થના ઘરમાં ચોરી થાય, તો ગૃહસ્થ સાધુને ચોરના વિષયમાં પૂછ-પરછ કરે, ચોરની શોધખોળ કરવા છતાં ચોર ન મળે, સાધુના મૌન રહેવાથી ગૃહસ્થને સાધુ પર અવિશ્વાસ થાય છે. કદાચ આ સાધુ જ કોઈ ગુપ્તચર હોય શકે, તેણે જ ચોરને ઘરનો ભેદ જણાવ્યો હોય, ચોરી થવામાં જરૂર સાધુનો હાથ હોવો જોઈએ. આ રીતે સાધુ સ્વયં ચોર ન હોવા છતાં ગૃહસ્થ તેના પર ચોરીનો આક્ષેપ મૂકી શકે છે. ત્રસ-સ્થાવર જીવોથી સંસકત ઉપાશ્રય વિવેક ઃ
५ से भिक्खु वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा, तं जहातणपुंजेसु वा पलालपुंजेसु वा सअंडे जाव ससंताणए । तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
सेभिक्खु वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- तणपुंजेसु वा पलालपुंजेसु वा अप्पंडे जाव चेएज्जा
ભાવાર્થ:સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય ઘાસના જથ્થાથી કે પરાલના જથ્થાથી બનેલો છે. તેમાં ત્રસજીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળા છે, તો તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન કરે નહીં અર્થાત્ સૂવા-બેસવા આદિની ક્રિયા કરે નહિ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org