________________
અધ્યયન–૨ ઃ ઉદ્દેશક-૧
બીજું અધ્યયન : શષ્યેષણા પ્રથમ ઉદ્દેશક
જીવ-જંતુ રહિત ઉપાશ્રયની ગવેષણા :
१ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा उवस्सयं एसित्तए, से अणुपविसित्ता गामं वा णगरं वा जाव रायहाणिं वा; से जं पुण उवस्सयं जाणेज्जा- सअंडं सपाणं जाव संताणयं, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
૯૫
भिक्खू वा भिक्खुणी वा से जं उवस्सयं जाणेज्जा- अप्पंडं जाव संताणयं, तहप्पगारे उवस्सए पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा, णिसीहियं वा चेएज्जा ।
=
શબ્દાર્થ:- દાળ - સ્થાન, રહેવા માટે સ્થાન ગ્રહણ કરવું, ઊભા રહેવું, કાયોત્સર્ગ માટે સ્થિર થવું લેખ્ખ = શય્યા-સંસ્તારક, સંઘારાનું સ્થાન, શયન કરવું બિહિય = નિષદ્યા, આસન, સ્વાધ્યાય આદિ
કરવા.
ભાવાર્થ :ઉપાશ્રય(રહેવા માટેના સ્થાન)ની ગવેષણા કરવાના ઇચ્છુક સાધુ-સાધ્વી ગામ, નગર યાવત્ રાજધાનીમાં જઈને યોગ્ય ઉપાશ્રયની ગવેષણા કરતાં એમ જાણે કે આ ઉપાશ્રય કીડી આદિ ત્રસ જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળા આદિથી યુક્ત છે, તો તેવા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વી સ્થાન ગ્રહણ અને શયન-આસન કરે નહિ.
Jain Education International
સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને કીડી આદિ ત્રસ જીવોના ઈંડાથી રહિત યાવત્ કરોળિયાના જાળાથી રહિત જાણે તો તેવા ઉપાશ્રયનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને તેમાં યતનાપૂર્વક સ્થાન ગ્રહણ કરે અને શયન-આસન કરે અર્થાત્ તેમાં કાર્યોત્સર્ગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ કરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે ઉપાશ્રયની ગવેષણા સંબંધી નિરૂપણ છે.
વક્ષય- ઉપાશ્રય. જે સ્થાનમાં રહીને આત્મભાવમાં સ્થિર થવા માટેની સાધના થાય, તે સ્થાનને ઉપાશ્રય સંજ્ઞા આપવામાં આવે છે. તે સ્થાન ગૃહસ્થે પોતાના માટે બનાવેલું હોય છે અને સાધુ તેમાં ગૃહસ્થની આજ્ઞા લઈને પોતાની અનુકૂળતા પ્રમાણે નિવાસ કરે છે. આ રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ-સાધ્વી પોતાની આત્મસાધના માટે જે-જે અનુકૂળ સ્થાનમાં નિવાસ કરે તે-તે સ્થાન ઉપાશ્રય કહેવાય છે. શાસ્ત્રમાં તેના માટે વસતિ શબ્દનો પ્રયોગ પણ થાય છે, પરંતુ વર્તમાનમાં ધર્મસ્થાનક માટે જ ઉપાશ્રય શબ્દ પ્રચલિત બની ગયો છે.
For Private Personal Use Only
www.jainelibrary.org