________________
૯
|
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વા સેન્ન વા વા રેપના :- તi– સ્થાન ગ્રહણ કરવું, ઊભા રહેવું, કાર્યોત્સર્ગ કરવો આદિ સેન્શ ય્યા, સંસ્તારક ગ્રહણ કરવા, શયન કરવું નદિયં– નિષદ્યા, બેસવું, સ્વાધ્યાય કરવો.
- સાધ કે સાધ્વી જે રીતે નિર્દોષ આહાર પ્રાપ્તિ માટે આહારની ગવેષણા કરે છે. તે જ રીતે નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ માટે સ્થાનની પણ ગવેષણા કરે છે.સાધુ જે સ્થાનમાં નિવાસ કરે, તે સ્થાન સૂક્ષ્મ કે સ્કૂલ જીવજંતુઓથી રહિત હોવું જરૂરી છે કારણ કે ઉપાશ્રયમાં કીડી, મકોડા આદિ ક્ષુદ્ર જીવજંતુઓની અધિકતા હોય તો ગમનાગમન કરતાં જીવોની વિરાધના થવાની સંભાવના રહે છે, તે જીવજંતુના ઉપદ્રવથી સાધુના ચિત્તની એકાગ્રતા રહેતી નથી, જેથી સ્વાધ્યાય-ધ્યાન આદિ સાધનામાં સ્કૂલના થાય છે, માટે સાધુ-સાધ્વીઓ જીવ-જંતુઓથી રહિત સ્થાનની ગવેષણા કરવાનું લક્ષ્ય રાખે. પાળ અખા :- પ્રસ્તુત સુત્રમાં જીવોની અધિકતા માટે સંપાબ આદિ શબ્દોનો પ્રયોગ છે અને જીવોની અલ્પતા માટે કે જીવ રહિતતા માટે આપ્યા આદિ શબ્દોનો પ્રયોગ છે. સામાન્ય રીતે કોઈ પણ સ્થાનમાં વિકસેન્દ્રિય જીવોનો સર્વથા અભાવ હોય તેવું શક્ય નથી. સામાન્ય રીતે કીડી, માખી, મચ્છર, કરોળિયા, કંસારી આદિ ક્ષુદ્ર જીવ જંતુઓ ગમે ત્યારે ગમે ત્યાંથી આવે છે અને જાય છે. સૂત્રકારનો આશય એ જ છે કે સાધનામાં સ્કૂલના થાય કે તે જીવોની વિરાધના થાય તેવા પ્રકારના જીવ જંતુઓની બહુલતા ન હોય તેવા સ્થાનની ગવેષણા કરવી જોઈએ.
ઔદેશિક ઉપાશ્રય વિવેક:| २ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई भूयाई जीवाई सत्ताई समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्ज अणिसटुं अभिहडं आह? चेएइ । तहप्पगारे उवस्सए पुरिसंतरकडे वा अपुरिसंतरकडे वा जाव आसेविए वा अणासेविए वा; णो ठाणं वा सेज्ज वा णिसीहियं चेएज्जा । एवं बहवे साहम्मिया, एग साहम्मिणि, बहवे साहम्मिणीओ। શબ્દાર્થ - સિંડિયા = નિગ્રંથ સાધુની પ્રતિજ્ઞાથી, સાધુને માટે. ભાવાર્થ :- જો સાધુ કે સાધ્વી એમ જાણે કે ભાવિક ગૃહસ્થ સાધુની પ્રતિજ્ઞાથી તેમાં પણ કોઈ એક સાધર્મિક સાધુના ઉદ્દેશ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો આરંભ કરીને આ ઉપાશ્રય બનાવ્યો છે, તેમજ સાધુના નિમિત્તે ખરીદેલો છે, ઉધાર લીધેલો છે, કોઈની પાસેથી બળજબરીથી ઝૂંટવી લીધેલો છે, તેના માલિકની આજ્ઞા વિના લીધેલો છે કે સામેથી આવીને બનાવેલો છે, તો તેવો ઉપાશ્રય પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકત હોય યાવતું કોઈના દ્વારા ઉપયોગમાં લેવાયેલો હોય કે ઉપયોગમાં લેવાયેલો ન હોય, તોપણ સાધુ કે સાધ્વી તેમાં રહે નહીં કે શયનાસન કરે નહીં અથવા સ્વાધ્યાયાદિ આદિ ક્રિયા કરે નહીં.
તે જ રીતે ઘણા સાધર્મિક સાધુઓ માટે તથા એક કે અનેક સાધર્મિક સાધ્વીઓના ઉદ્દેશ્યથી બનાવેલા, ઉપરોક્ત વિશેષણોથી યુક્ત ઉપાશ્રયમાં પણ સાધુ કે સાધ્વી સ્થાન ગ્રહણ, શયન-આસન આદિ કરે નહીં. | ३ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- बहवे समण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org