SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧: ઉદ્દેશક-૧૧ _ ૯૩ | જપ, અભિગ્રહોના સ્વીકારથી ક્રમશઃ પોતાના કષાયોને ઉપશાંત કરે છે. આત્યંતર દોષોનો નાશ થાય, ત્યારે જ આત્મવિશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ થાય છે. સાધક સાધનામાં જેમ-જેમ વિકાસ કરે, તેમ-તેમ તેના અંતરમાં ક્રોધ, માન આદિ કષાયોની ઉપશાંતતાની અનુભૂતિ થતી જાય તે જ સાધનાની ફળશ્રુતિ છે, તેથી જ સાધક પોતાની સાધનાનું અભિમાન કે અન્યની હીનતા પ્રગટ કરીને નિંદા કરે નહીં. એક સાધુની હિલના કે નિંદા કરવાથી સમસ્ત જિનશાસનની હિલના કે નિંદા થાય છે, તેથી જ સાધુ પોતાની ઉત્કૃષ્ટ સાધનાનો ગર્વ કરે નહીં. પોતાની મહત્તાનો ભાવ અન્ય પ્રતિ તુચ્છતાના ભાવને જન્મ આપે છે. સાધનાનું મૂલ્ય બાહ્ય ત્યાગથી થતું નથી, પરંતુ તેની સાથે આવ્યંતર દોષ વિશુદ્ધિથી જ થાય છે માટે અહીં બાહ્ય ત્યાગ કે અભિગ્રહો સાથે અન્ય સાધકો પ્રત્યે ઉદારભાવ અને આદર ભાવ રાખવાનો સંદેશ આપ્યો છે. - સહવર્તી સર્વ સાધકોની સાધનામાં તરતમતા હોવા છતાં સર્વ સાધુઓ જિનેશ્વરની આજ્ઞાના આરાધક છે, તેમ સ્વીકારીને સાધુ સમતાપૂર્વક વિચરે. સમભાવની સાધનામાં જ સાધકની પ્રગતિ છે. ઉદ્દેશકનો ઉપસંહાર:१२ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्व?हिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. તે અધ્યયન-૧/૧૧ સંપૂર્ણ તે પહેલું અધ્યયન સંપૂર્ણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy