________________
૯૨
|
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
છે, જેને ગ્રહણ કરવાથી પાત્રમાં લેપ લાગવાનો નથી અને પાત્રને ધોવા પડે તેમ નથી તો તે પ્રકારનું પ્રાસુક અને એષણીય પાણી ગ્રહણ કરે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં પિંડેષણાના અતિદેશ પૂર્વક સાત પાનૈષણાનું કથન છે. પોસMT-પીવા યોગ્ય પાણીને ગ્રહણ કરવા સંબંધી અભિગ્રહોને પાણેષણા કહે છે. તેના સાત પ્રકાર પિડેષણાની સમાન છે. તેમાં ચોથી પાનૈષણામાં તફાવત છે. અલ્પલેપા- અહીં અલ્પ શબ્દ અભાવ અર્થમાં છે. જે પાણીથી પાત્ર ખરડાય નહીં, બીજા પાણીથી પાત્રને ધોવું ન પડે, તેવું પાણી લેવું, જેમ કે તિલોદક, શુદ્ધોદક આદિ. અહીં શુદ્ધોદકથી લવિંગનું, રાખનું, ચૂનાનું ધોવણ પાણી અથવા શુદ્ધ ગરમ પાણી સમજવું કારણ કે તે પાણી લેપ લાગે નહીં તેવા હોય છે.
શેષ અભિગ્રહો પિંડેષણાની સમાન છે. પડિમા સ્વીકારનો અહં ત્યાગ :|११ इच्चेयासिं सत्तण्हं पिंडेसणाणं सत्तण्हं पाणेसणाणं अण्णयरं पडिम पडिवज्जमाणे णो एवं वएज्जा- मिच्छा पडिवण्णा खलु एए भयंतारो, अहमेगे सम्म पडिवण्णे ।
जे एए भयंतारो एयाओ पडिमाओ पडिवज्जित्ताणं विहरंति, जो य अहमंसि एयं पडिम पडिवज्जित्ताणं विहरामिः सव्वे ते उ जिणाणाए उवट्रिया अण्णोण्णसमाहीए; एवं च णं विहरति । શબ્દાર્થ:- XUwયાં પહi = કોઈ એક પ્રતિમાને વિજ્ઞાન = ગ્રહણ કરતા @ મચંતા= આ સર્વ અભિગ્રહ ધારણ કરનાર સાધુ ભગવંત મિચ્છાડિવાણ = મિથ્યા પ્રતિપન્ન છે. તેઓનો અભિગ્રહ શ્રેષ્ઠ નથી અને = મેં એકલાએ જ સમં પડિવોએ = શ્રેષ્ઠ અભિગ્રહ ધારણ કર્યો છે અvખોસમારી = પોત-પોતાની સમાધિ ભાવ પ્રમાણે અભિગ્રહ કરીને પર્વ ૨ વિદતિ = આ પ્રમાણે વિચરે છે. ભાવાર્થ :- આ સાત પિડેષણાઓ તથા સાત પાનૈષણાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞાનો સ્વીકાર કરનાર સાધુ કે સાધ્વી આ પ્રમાણે કહે નહિ કે- આ સર્વ સાધુ ભગવંતો સમ્યક રૂપે પ્રતિમાઓને ગ્રહણ કરનારા નથી, હું એક જ સમ્યક રૂપે પ્રતિમાઓને વહન કરનાર છું, પરંતુ સાધુ આ પ્રમાણે કહે કે– સર્વ સાધુ ભગવંતો અને હું એમ જે-જે પ્રતિમાઓનો સ્વીકાર કરીને વિચરણ કરી રહ્યા છીએ તે સર્વ સાધુ ભગવંતો પોત-પોતાની સમાધિ પ્રમાણે જિનાજ્ઞામાં ઉધત છીએ. આ રીતે સર્વ સાધુઓ પોત-પોતાનો સમાધિ ભાવ જળવાઈ રહે, તે પ્રમાણે વિચરણ કરે. વિવેચન :
સાત-સાત પ્રકારની પિંડેષણા અને પાનૈષણાના કથન પછી ઉપસંહાર રૂપ પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે અહંકાર ત્યાગનું કથન છે. સંયમી જીવનની સમગ્ર સાધના આત્મવિશુદ્ધિ માટે છે. સાધુ વ્રત, તપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org