________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
आउसो ! त्ति वा भगिणी ! त्ति वा एएण तुमं असंसट्टेण हत्थेण, संसट्टेण मत्तेण; संसद्वेण वा हत्थेण, असंसद्वेण मत्तेण; अस्सि पडिग्गहगंसि वा पाणिि णिहट्टु उवित्तु दलयाहि । तहप्पगारं भोयणजायं सयं वा जाएज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा । तच्चा पिंडेसणा ।
८८
શબ્દાર્થ :- ભાવળનાણુ = વાસણોમાં પિવિવૃત્તપુત્રે સિયા = પહેલાથી જ અશનાદિ રાખ્યા હોય થાાંસિ = થાળમાં પિરસિ = તપેલી, હાંડીમાં સાંસિ = સૂપડામાં પાંસિ = વાંસની છાબડીમાં વશંસિ = કોઈ વિશિષ્ટ કિંમતી પાત્રમાં બિહટ્ટુ = ગ્રહણ કરીને વિત્તુ વલયાદિ = લાવીને અમને આપો તહવ્વર = તેવા પ્રકારના ભોયળગાય = આહારને સયં વા = સાધુ સ્વયં ગાલ્ગા = યાચના કરે. ભાવાર્થ:- - ત્રીજી પિંડૈષણા— અસંસૃષ્ટ હાથ અને સંસૃષ્ટ પાત્ર અથવા સંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ પાત્ર.
આ લોકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં ઘણા મનુષ્યો રહે છે. તેમાં કેટલાક શ્રદ્ધાવાન ગૃહપતિ યાવત્ તેના નોકર-નોકરાણીઓ હોય છે. તેઓએ પોતાને ત્યાં થાળી, તપેલી, સૂપડા, વાંસની છાબડી, ઉત્તમ મૂલ્યવાન મણિજડિત વાસણો વગેરે અનેક પ્રકારના વાસણોમાં પહેલેથી જ ભોજન રાખેલું હોય છે.
સાધુ એમ જાણે કે ગૃહસ્થના હાથ ભોજ્ય પદાર્થોથી લેપાયેલા નથી, પરંતુ વાસણ ભોજ્ય પદાર્થોથી લેપાયેલું છે અથવા હાથ ભોજ્ય પદાર્થોથી લેપાયેલા છે, પરંતુ વાસણ ભોજ્ય પદાર્થોથી લેપાયેલું નથી. ત્યારે પાત્રધારી કે કરપાત્રી સાધુ પહેલેથી જ તેને જોઈને કહે કે હે આયુષ્યમન્ ગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ અસંસૃષ્ટ હાથથી અને સંસૃષ્ટ વાસણથી આ પદાર્થ આપો અથવા સંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ વાસણથી અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો. આ પ્રકારના આહારની સ્વયં યાચના કરે અથવા યાચના વિના જ ગૃહસ્થ લાવીને આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય તો ગ્રહણ કરે. આ ત્રીજી પિંડૈષણા છે.
६ | अहावरा चउत्था पिंडेसणा- से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा - पिहूयं वा जाव चाउलपलंबं वा, अस्सि खलु पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजाए । तहप्पगारं पिहुयं वा जाव चाउलपलंबं वा; सयं वाणं जाएज्जा जाव पडिगाहेज्जा । चउत्था पिंडेसणा ।
શબ્દાર્થ :- દુિઃ = શેકેલા ઘઉં આદિ વાલપતવ = શેકેલા ચોખા કે મમરા વગેરે અસ્તિ पडिग्गहियंसि = અમારા આ પાત્રમાં બ્વે પામે = જેમાં પરિકર્મ– ધોવાનું ઓછું હોય મળે પન્ગવનાર્ = ફોતરા રહિત છે અર્થાત્ ફોતરા ઉડાડવા પડે તેવા નથી.
ભાવાર્થ:- ચોથી પિંડૈષણા– સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થને ત્યાં શેકેલા ઘઉં આદિ યાવત્ મમરા, પૌંઆ આદિ અલેપ્ય પદાર્થો છે, જેને ગ્રહણ કરવાથી અને ખાધા પછી હાથ-પાત્ર આદિને પાણીથી ધોવાની જરૂર પડે તેમ નથી, તેમજ તેમાંથી ફોતરા વગેરે કંઈ પણ સાફ કરવા પડે તેમ નથી; આ પ્રકારના શેકેલા ઘઉં આદિ યાવત્ મમરા, પૌંઆ આદિ અલેપ્પ પદાર્થોની સાધુ સ્વયં યાચના કરે અથવા યાચના કર્યા વિના જ ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય સમજીને ગ્રહણ કરે. આ ચોથી પિંડૈષણા છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org