________________
અધ્યયન-૧ ઃ ઉદ્દેશક-૧૦
વા સંત = દેખાડવા પર વર્તુળ = જોઈને સયમાQ = સ્વયં જ લઈ લેશે િિષ વિ - જરામાત્ર પણ ખો કેમ્બ્સ = છુપાવે નહિ,
=
૨૦
=
ભાવાર્થ :- મને પ્રાપ્ત થયેલો સ્વાદિષ્ટ આહાર આચાર્ય યાવત્ ગણાવચ્છેદક જોશે, તો તેઓ સ્વયં તે આહાર લઈ લેશે, મારે આ આહારમાંથી કોઈને કાંઈ આપવું નથી, તેમ વિચારીને જો કોઈ સાધુ ભિક્ષામાં પ્રાપ્ત થયેલા, સ્વાદિષ્ટ આહારને નીરસ(તુચ્છ) આહારથી ઢાંકી દે, તો આ પ્રકારનું આચરણ કરનાર સાધુ માયાસ્થાનનું સેવન કરે છે. સાધુએ આ પ્રકારનું છળ-કપટ કરવું જોઈએ નહિ.
સાધુ પોતાને પ્રાપ્ત થયેલો આહાર લઈને આચાર્યાદિની પાસે જાય અને પાત્રને હાથમાં ગ્રહણ કરીને, આ પાત્રમાં આ છે, આ પાત્રમાં આ છે, આ પ્રમાણે સરળ ભાવે સ્પષ્ટ કહીને એક-એક વસ્તુ આચાર્યાદિને બતાવે, કોઈ પણ વસ્તુ જરા માત્ર છુપાવે નહિ.
३ से एगइओ अण्णयरं भोयणजायं पडिगाहेत्ता भद्दयं भद्दयं भोच्चा विवण्णं विरसमाहरइ । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा ।
ભાવાર્થ:- જો કોઈ સાધુ ગૃહસ્થના ઘરેથી આહાર લઈને આવતા રસ્તામાં જ સારો-સારો આહર વાપરી લે અને બાકી રહેલા તુચ્છ અને નીરસ આહારને લઈને ઉપાશ્રયમાં આચાર્યાદિ પાસે આવે, તો આ પ્રકારનું આચરણ કરનાર સાધુ માયાસ્થાનનું સેવન કરે છે. સાધુએ આ પ્રકારનું આચરણ કરવું જોઈએ નહિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ માટે પ્રાપ્ત થયેલા નિર્દોષ આહારનો વિભાગ કરવામાં વિવેક રાખવાનું
સૂચન છે.
સાધુ ગૃહસ્થના ઘરોમાંથી નિર્દોષ આહાર પ્રાપ્ત કરે છે. તેમાં સરસ અને નીરસ આદિ જે આહાર પ્રાપ્ત થાય, તે આહાર ગુરુજનોને બતાવીને, તેમની આજ્ઞાનુસાર સર્વ સાધુઓમાં સમાન ભાવે વિભાગ કરીને અનાસક્ત ભાવે વાપરે છે.
જો કોઈ સાધુના અંતરમાં સ્વાદ લોલુપતાનો ભાવ જાગૃત થાય, તો તે સ્વાદની પુષ્ટિ માટે વિવિધ રીતે માયા-કપટ કરે છે. સૂત્રકારે આ સૂત્રોમાં માયા-કપટ કરવાની ત્રણ પદ્ધતિનું કથન કર્યું છે– (૧) આહારનો વિભાગ કરવાના સમયે પક્ષપાત કરવો. (૨) અન્ય મુનિઓ સરસ આહાર લઈ ન લે તેવી તુચ્છ દૃષ્ટિથી સરસ આહારને નીરસ આહારથી ઢાંકી દેવો. (૩) ગોચરીમાં પ્રાપ્ત થયેલા સરસ આહારને ઉપાશ્રયમાં લાવ્યા વિના જ રસ્તામાં ક્યાંક વાપરી લેવો.
આવી માયાયુક્ત પ્રવૃત્તિથી સાધુ અન્ય અનેક દોષ પરંપરાનું સર્જન કરે છે. સ્વાદ લોલુપતાથી કલ્પનીય-અકલ્પનીયનો વિચાર કર્યા વિના દોષયુક્ત આહાર લેવાથી અહિંસા મહાવ્રતનો ભંગ થાય છે. સાધુ આહાર પ્રાપ્તિની વાસ્તવિકતાને છુપાવે છે, તેથી સત્ય મહાવ્રત દૂષિત થાય છે. રત્નાધિકોને બતાવ્યા વિના છુપાવીને સરસ આહાર સ્વયં કરી લેવાથી તેનું અચૌર્યવ્રત ખંડિત થાય છે. આહારના સંવિભાગમાં પક્ષપાત કરવાથી સમભાવનો નાશ થાય છે. આ રીતે એક દોષથી અનેક દોષોનું સેવન થાય છે.
Jain Education International
સંક્ષેપમાં સાધુએ પ્રાપ્ત થયેલી સામુદાનિક ગોચરીનો ગુરુજનોની આજ્ઞાનુસાર પ્રામાણિકતાપૂર્વક સવિભાગ કરીને સમભાવે આહાર કરવો જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org