________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
(૪) અપરિહારિયાઃ- · અપરિહારિક, ત્યાગ કરવા યોગ્ય નથી તેવા ઉત્તમ આચારવાળા સાધુ, દોષ
રહિત સંયમ પાલન કરનારા.
૭૬
આ રીતે ક્રમશઃ પ્રયુક્ત સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ અને અપરિહારિક, આ ચારે ય વિશેષણોનો એક બીજા સાથે ઉત્તરોત્તર સૂક્ષ્મ સંબંધ છે.
સાધુએ ગવેષણાપૂર્વક પ્રાપ્ત કરેલો નિર્દોષ આહાર ગમે તે વ્યક્તિને દેવો, તે હિતાવહ નથી, તે સમજાવવા માટે સૂત્રકારે આ ચાર વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
આસા વવશ્વવિખ્તમાળે :- મહેમાનો માટે વિવિધ પ્રકારના ભોજન બનાવવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રમાં તેìપૂર્વે તેલમાં તળેલી પૂરી, પૂડલા આદિ પદાર્થોનું કથન છે, તે સાધુ માટે ગ્રાહ્ય છે. ગ્રહણૈષણા વિવેક ઃ
८ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा परं समुद्दिस्स बहिया णीहडं तं परेहिं असमणुण्णायं अणिसिटुं अफासुयं जाव णो पडिगाहेज्जा । तं परेहिं समणुण्णायं समणुसि फासूयं जाव पडिगाहेज्जा ।
શબ્દાર્થ
પર = બીજાના સમુદ્દિK = ઉદ્દેશથી વહિયા ખીહૐ = આપવા માટે બહાર કાઢ્યો હોય તેં = તેની પર્જિં = ઉદ્દિષ્ટ વ્યક્તિ દ્વારા સમણુખાય = આજ્ઞા પ્રાપ્ત થયા વિના ખિલિવું = તેના દ્વારા આપ્યા વિના.
-
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે આ આહાર અન્ય વ્યક્તિને આપવા માટે જુદો કાઢી રાખેલો છે, તો તે આહાર જેને આપવાનો હોય, તે વ્યક્તિની આજ્ઞા વિના કે તેના દ્વારા અપાયા વિના સાધુ ગ્રહણ કરે નહીં. જો તે વ્યક્તિ અનુમતિ આપે કે સ્વયં વહોરાવે, તો તે આહાર પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે.
વિવેચનઃ
Jain Education International
પ્રસ્તુત સૂત્રમાં કોઈને માટે અલગ કાઢી રાખેલા આહારની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાનું નિરૂપણ છે.
સાધુએ જેમ ગ્રાહ્ય પદાર્થની સજીવતા-અજીવતાનું પરીક્ષણ કરવું અનિવાર્ય છે તેમજ ગ્રાહ્ય પદાર્થ કોની માલિકીનો છે ? તે જાણવું પણ જરૂરી છે. અન્ય વ્યક્તિની માલિકીનો આહાર બીજા વહોરાવી દે અને સાધુ તેને ગ્રહણ કરે, તો સાધુને ઉદ્ગમનો અનિસૃષ્ટ(અનાજ્ઞાપિત) નામનો દોષ લાગે છે. વહિયા હિલું..... :– બહાર કાઢેલો, કોઈ ચોક્કસ વ્યક્તિને આપવા માટે જુદો કરેલો, અલગ રાખેલો આહાર. બીજી કોઈ વ્યક્તિને આપવા માટે જે આહાર જુદો રાખવામાં આવ્યો હોય અને તે વ્યક્તિને કહી દીધું હોય કે આ આહાર તમારા માટે છે, તે આહાર તે વ્યક્તિએ લઈ લીધો ન હોય તો પણ તે આહાર તેની માલિકીનો કહેવાય છે. તેવો આહાર મૂળમાલિક આપે તોપણ સાધુ ગ્રહણ કરે નહીં. જેના માટે વિભક્ત કરવામાં આવ્યો છે તે માલિક પોતે આપે અથવા આપવાની રજા આપે તો જ સાધુ તે આહાર ગ્રહણ કરે છે.
જે વ્યક્તિ માટે આહાર વિભક્ત કર્યો છે તે ગ્રહણ ન કરે ત્યાં સુધી તે આહારને સુરક્ષિત સાચવી
For Private Personal Use Only
www.jainelibrary.org