________________
અધ્યયન-૧ ઃ ઉદ્દેશક-૯
ગૃહસ્થને ત્યાં અતિથિઓ માટે મનોજ્ઞ ભોજન બની રહ્યું હોય, તો તે જોઈને સાધુ ઝડપથી ત્યાં જઈને યાચના ન કરે, કારણ કે સાધુના તથાપ્રકારના વ્યવહારથી સાધુની રસલોલુપતા પ્રગટ થાય છે, તે ઉપરાંત અતિથિ માટે તૈયાર કરેલું ભોજન જો સાધુ લઈ લે, તો ગૃહસ્થને નવું ભોજન બનાવવું પડે, તેમાં સાધુને આરંભનો દોષ લાગે છે, પરંતુ કોઈ ગ્લાન સાધુ માટે તેવા પદાર્થની આવશ્યકતા હોય, તો સાધુ વિવેકપૂર્વક ત્યાં જઈને તેની યાચના કરી શકે છે.
સામુદાનિક ગોચરી કરતાં સાધુને સરસ અને નીરસ બંને પ્રકારના આહાર અને પાણી પ્રાપ્ત થાય છે. તે આહાર અને પાણીમાંથી આસક્ત ભાવે સરસ આહારને વાપરે અને નીરસ પરઠી દે, તેવા પ્રકારની પ્રવૃત્તિ સંયમી જીવનમાં શોભનીય નથી. સરસ આહાર પ્રતિ રાગભાવ કે નીરસ આહાર પ્રતિ દ્વેષભાવ રાખવાથી સાધુને પરિભોગૈષણા-માંડલાના દોષ લાગે છે, તેથી સાધુને સરસ કે નીરસ, જેવા પ્રકારના આહાર કે પાણી ગર્વષણા અને વિવેક પૂર્વક પ્રાપ્ત થયા હોય, તેને સમભાવથી વાપરે.
સાધુ પોતાની આવશ્યકતા અનુસાર વિવેકપૂર્વક જ આહાર ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેક કોઈક શ્રદ્ધાવાન ભક્ત અનાયાસ અધિક માત્રામાં આહાર વહોરાવી દે, ક્યારેક સાધુના પ્રમાદથી અધિક માત્રામાં આહાર ગ્રહણ થઈ જાય, તો સાધુ સ્વયં વાપરી શકાય, તેટલો આહાર વાપરે અને વધેલો આહાર લઈને બે ગાઉની ક્ષેત્ર મર્યાદામાં પોતાના સાધર્મિક, સાંભોગિક સાધુઓ બિરાજમાન હોય, તો તેની પાસે જાય અને તે આહાર-પાણી તેને બતાવીને સરળ ભાવે વિનંતિ કરે, કે “આ આહાર અમારે વધારે છે. આપને અનુકૂળ હોય, તેટલા આહાર-પાણી તમે વાપરો.’ તે સાધુઓ પોતાની અનુકૂળતા પ્રમાણે સહજ ભાવે તે આહારનો સ્વીકાર કરે છે.
૩૫
આ પ્રકારના વ્યવહારથી સાધર્મિક સાધુઓનો પરસ્પર એકબીજા માટેનો સહજ સદ્ભાવ પ્રગટ થાય છે અને તેમ કરવામાં પરસ્પરની આત્મીયતા વધે છે. તેમજ ગૃહસ્થોએ સંતોના સંયમી જીવનના નિર્વાહાર્થે, શ્રદ્ધા અને ભક્તિથી વહોરાવેલો અને સાધુએ તે જ લો ગ્રહણ કરેલો આહાર, તે જ રીતે વપરાવાથી । ગૃહસ્થના ભક્તિના ભાવો જળવાઈ રહે છે. જો સાધુ નીરસ આહાર અથવા વધારાનો આહાર પરઠી દે, વિવેકપૂર્વક વર્તન ન કરે તો તેમાં ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય અને ગૃહસ્થના શ્રદ્ધા-ભક્તિના ભાવોમાં હીનતા આવે છે. આ રીતે સાધુએ પોતાના સંયમી જીવનને અનુરૂપ વિવેકપૂર્વકના વ્યવહારથી શાસનનું ગૌરવ વધે, તે પ્રમાણે રહેવું જોઈએ.
(૬) સાઇમ્નિયાઃ- સાધર્મિક. સમાન ધર્મનું પાલન કરનારા, જૈન શ્રમણ પરંપરાના નિયમોનું, આચારવિચારનું પાલન કરનારા સર્વ શ્રમણો સાધર્મિક કહેવાય છે. પ્રસ્તૃતમાં સાધર્મિક સાથે સાંગિક વગેરે ત્રણ વિશેષણો પ્રાસંગિક રૂપે જોડાયેલા છે.
(૨) સંભોડ્યાઃ- સાંભોગિક. સંભોગ એટલે સાધુઓનો પરસ્પરનો વ્યવહાર. આગમોમાં સાધુને માટે બાર પ્રકારના સંભોગનું નિરૂપણ છે. તેમાંથી મુખ્ય રૂપે પોતાના ગચ્છની પરંપરા અનુસાર અન્ય જે-જે ગચ્છના સાધુઓ સાથે પરસ્પર આહાર-પાણીનું આદાન-પ્રદાન થતું હોય, તે સાધુઓ પરસ્પર સાંભોગિક કહેવાય છે. જૈન શ્રમણ પરંપરાના સર્વ સાધુઓ સાધર્મિક છે, પરંતુ બધા સાંભોગિક હોતા નથી. સાધુને અધિક આહાર આવી ગયો હોય, ત્યારે સાંભોગિક સાધુને આહાર-પાણીનું આમંત્રણ આપે છે, અન્ય સાધુને નહીં.
(૩) સમણુTM :– સમનોજ્ઞ. શાસ્ત્રાનુકૂલ સમાચારીવાળા સાધુ,
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org