________________
૬૮
|
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વનસ્પતિઓ (૧૦) વિકત થયેલી શેરડી, વાંસ આદિ (૧૧) લસણ અને તેના સર્વ વિભાગો (૧૨) અસ્થિક આદિ વૃક્ષોના ફળ (૧૩) બીજરૂપ વનસ્પતિ અને તેમાંથી બનાવેલો આહાર (૧૪) કેરી વગેરેના અથાણા, સડેલો ખોળ તથા બગડી ગયેલા ઘી, અથાણા, ખોળ આદિ આહાર.
આ સર્વ પદાર્થો સ્વકાય કે પરકાય શસ્ત્રથી પરિણત થઈને અચેત થઈ ગયા હોય અને તે પદાર્થો ઉદ્ગમાદિ ગોચરીના દોષોથી રહિત હોય, તો જ સાધુ તેને ગ્રહણ કરે છે. નામું :- અપક્વ. આ શબ્દના દ્રવ્ય અને ભાવ આ બે પ્રકારે અર્થ થાય છે– (૧) દ્રવ્યથી અપક્વ એટલે કાચી વનસ્પતિઓ અને અપક્વ ફળો (૨) ભાવથી અપક્વ એટલે સચિત્ત સજીવ વનસ્પતિઓ, બીજયુક્ત પાકા ફળો.
સ્થિષિ :- અશસ્ત્ર પરિણત. વનસ્પતિના દસે વિભાગ અને અન્ય સજીવ–સચેત પદાર્થોને કોઈ વિરોધી શસ્ત્રોને કે અગ્નિનો સંયોગ ન થયો હોય, તે અચેત થયા ન હોય, તેને અશસ્ત્ર પરિણત કહે છે. પુરાણ વા - જૂના, વાસી, સડી ગયેલા, જીવોત્પત્તિ યુક્ત પદાર્થો.
જે ફળ પાકીને વૃક્ષ ઉપરથી સ્વયં નીચે પડી ગયા હોય અથવા પાકા ફળને કોઈએ તોડી લીધા હોય, તે પાકા ફળ પણ જ્યાં સુધી બીજ ગોઠલી કે ઠળીયા સહિત હોય, ત્યાં સુધી સચેત છે. જ્યારે તે પાકા ફળ સુધારીને તેમાંથી બીજ કાઢી નાંખવામાં આવે અથવા બીજ સંયુક્ત તે ફળોને અગ્નિ પર સંસ્કારિત કરાય કે અન્ય વિરોધી દ્રવ્યથી શસ્ત્ર પરિણત કરાય ત્યારે તે અચેત થાય છે. જો તે ફળ અર્ધ સંસ્કારિત કે અસંસ્કારિત હોય અથવા અન્ય કોઈ પ્રકારે શસ્ત્ર પરિણત ન હોય, તો તે સચેત હોવાથી સાધુને અગ્રાહ્ય છે. સાપુવયં - સાનુબીજ. સચેત ફળોનું મંથુ ચૂર્ણ કે ચટણી કરવામાં આવે કે જેમાં નાના બીજ રહી જાય, બરોબર પીસાય નહીં તે મંથુ-ચૂર્ણને સાપુ વયં કહીને ગ્રહણ કરવાનો આઠમા સૂત્રમાં નિષેધ કર્યો છે. અજય-અના :- જે વનસ્પતિના અગ્રભાગમાં બીજ હોય, તે અગ્રબીજ વનસ્પતિ છે અને જેનો અગ્ર ભાગ બીજનું કાર્ય કરે અર્થાત્ વાવવાથી તે અંકુરિત થાય, તે અગ્રજાત વનસ્પતિ છે. આ રીતે મૂલબીજ-મૂલજાત, પર્વબીજ-પર્વજાત, સ્કંધબીજ-અંધજાત આદિના અર્થ સમજવા. વિજ્ઞાનય - શિયાળ આદિ પશુ કે પક્ષીઓ દ્વારા થોડા ખાધેલા ફળો. તે ફળ ભલે ખંડિત થયા હોય, પરંતુ તેમાં બીજ હોવાથી તે સચિત્ત હોય છે, તેથી સાધુ તેને ગ્રહણ કરે નહીં.
આ રીતે સાધુ ગ્રાહ્ય પદાર્થોની સજીવતા-અજીવતા તથા એષણીય-અષણીયતાનું સૂક્ષ્મપણે અવલોકન કરીને, ત્યાર પછી જ તેને ગ્રહણ કરે. નિર્દોષ આહારનું સેવન, તે સંયમી જીવનનું પોષક મહત્તમ અંગ છે, તેથી જ સૂત્રકારે વિવિધ વિકલ્પોથી તેનું વર્ણન કર્યું છે. UUUાલ્ય :- શાસ્ત્રકારો આ શબ્દનો પ્રયોગ પૂર્વ કથિત વિષયની વિશેષતા, છૂટ-અપવાદ કે ભિન્નતા સૂચવવા કરે છે અને છેલ્થ આ શબ્દ પછી ભિન્નતાનું વિધાન જોવા મળે છે. અહીં ૧૨મા સૂત્રમાં અગ્રબીજ–અગ્રજાત, પર્વબીજ–પર્વજાતનો કથન પછી ઇન્દ નો પ્રયોગ છે અને ત્યાર પછી તરુતિમસ્થાન વગેરે શબ્દો છે, તેથી તક્કલી, નાળિયેર, ખજૂર, તાલ વગેરેના મન્થા- શિખરસ્થ ભાગ વિશેષનું ગ્રહણ થાય છે અર્થાતુ અગ્રબીજ-અગ્રજાત વગેરે વનસ્પતિ અગ્રાહ્ય છે, પરંતુ આ તક્કલી, નાળિયેરી, ખજૂરી વગેરેનો શિખરસ્થ ભાગ વિશેષ કે જે વૃક્ષથી અલગ થયા પછી બીજ રહિત અને પરિપકવ હોવાથી સાધુ માટે ગ્રાહ્ય બને છે, તેથી તેનું સૂચન છેલ્થ શબ્દપ્રયોગ દ્વારા સૂત્રકારે કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org