________________
ક૭ |
अत्थियं वा कुंभिपक्कं तिंदुयं वा वेलुगं वा कासवणालियं वा, अण्णयरं वा तहप्पगार आम असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- fમ = ખાડામાં કે વખારમાં રાખીને ધુમાડા આદિથી પકાવેલા ફળ પરવળાતિય = શ્રીપર્ણ (અરણી)નું ફળ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં અસ્થિક વૃક્ષના ફળ(રંગવાના કામમાં આવતું એક પ્રકારનું ફળ), ટિંબરું, બિલું, ફણસ અથવા શ્રીપર્ણીનું ફળ કે જે $fભપવ- કુંભીપક્વ છે અર્થાતુ ખાડામાં કે કુંભમાં દબાવીને ધુમાડા આદિથી પકાવવામાં આવ્યા છે તે તથા તેવા પ્રકારના અન્ય ફળો સચેત અને શસ્ત્રથી અપરિણત છે, તેવા ફળોને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. |१६ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाकणं वा कणकंडगं वा कणपयलिं वा चाउलं वा चाउलपिद वा तिलं वा तिलपिटुं वा तिलपप्पडगं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- = ઘઉં વગેરે ધાન્યના લીલા દાણા પssi = કાચા દાણા ભળેલા કસકા હાર્લિ = કાચા દાણાવાળી રોટલી વસતં = લીલા ચોખા વડાપટું = વાટેલા, પીસેલા લીલા(કાચા) ચોખાનું ખીરું રત્ન = લીલા તલ તિપટું = પીસેલા લીલા તલ તિલપડા = તલસાંકળી. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ત્યાં લીલા ઘઉં, આદિ ધાન્યના દાણા કે તેની કણકી અર્થાત્ લીલા(કાચા) દાણા ભળેલા કુસકા, કણ મિશ્રિત કાચી રોટલી, ફોતરાવાળા ચોખા, વાટેલા ચોખાનું તાજું ખીરું, લીલા તલ, વાટેલા લીલા તલ, તલસાંકળી તથા તેવા પ્રકારની બીજી વસ્તુ છે, જે સચિત છે, શસ્ત્રથી પરિણત થઈ નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં વિવિધ પ્રકારની વનસ્પતિથી ઉત્પન્ન ખાદ્ય પદાર્થ અપક્વ, અર્ધપક્વ, શસ્ત્રથી અપરિણત, જૂનો-વાસી, સડેલો કે જીવોની ઉત્પત્તિવાળો આહાર હોય, તો તેને લેવાનો નિષેધ કર્યો છે, કારણ કે તે અપ્રાસુક અને અષણીય છે. અધિકાંશ આહાર વનસ્પતિજન્ય જ હોય છે અને કેટલોક આહાર ગોરસ-દૂધ, દહીં, માખણ, ઘી આદિ રૂપ હોય છે. શાસ્ત્રમાં વનસ્પતિના દશ પ્રકાર બતાવ્યા છે(૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) છાલ (૫) શાખા (૬) પ્રવાલ (૮) પાંદડા (2) ફૂલ (૯) ફળ (૧૦) બીજ.
આ દશે પ્રકારની વનસ્પતિ જો કાચી, અપક્વ કે અર્ધપક્વ હોય અર્થાતુ પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન હોય, તો તે સાધુને માટે અગ્રાહ્ય છે. સૂત્રમાં ક્રમશઃ નિમ્નોક્ત વનસ્પતિઓનો ઉલ્લેખ છે
(૧) કમળ આદિના કંદ (૨) પીપર, મરી, આદુ આદિ (૩) આંબા આદિના લટકતા ફળ (૪) વિવિધ વૃક્ષોના અંકુર (૫) કોઠા અદિના કોમળ(કાચા) ફળ (૬) ઉંબર, વડ, પીપળો આદિ (૭) જલજ વનસ્પતિ (૮) કમળ આદિના મૂળ વગેરે (૯) અગ્ર બીજ, મૂળ બીજ, સ્કંધ બીજ, પર્વ બીજ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org