________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ગળવાથી તે જીવોને સાધુના નિમિત્તે પરિતાપના થાય છે, માટે તે સાધુને કલ્પનીય નથી. તેવું પાણી ગ્રહણ કરવાથી સાધુની એષણા સમિતિનો ભંગ થાય છે.
સુંગધ માણવાનો નિષેધ :
ર
२ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णगंधाणि वा पाणगंधाणि वा सुरभिगंधाणि वा अग्घाय अग्घाय से तत्थ आसायवडियाए मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे "अहो गंधो, अहो गंधो" णो गंधमाघाएज्जा । શબ્દાર્થ:- આાંતરેલું = ધર્મશાળાઓમાં મારામારેલુ = ઉધાન શાળાઓમાં પરિયાવસહેલુ પરિવ્રાજકોના મઠોમાં સુરભિ ગંધાગિ = કેશર-કસ્તૂરી આદિની સુગંધને આયાય = સૂંઘીને આસાયપડિયાપ્ = પુનઃ પુનઃ સૂંઘવા માટે મુઘ્ધિ = મૂર્છિત શિદ્ધ = વૃદ્ધ જિલ્= ગ્રસ્ત બોવવળે = આસક્ત થતાં ખો ગંધમાયાઝ્ઝા = ગંધ સૂંઘે નહિ.
ભાવાર્થ :સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહો, ગૃહસ્થોના ઘરોમાં અથવા પરિવ્રાજકોના મઠોમાં રહેતા અથવા ગોચરીએ જતા આહારની સુગંધ(દાળ-શાક વગેરેની સુગંધ), પેય પદાર્થોની સુગંધ તથા તેલ, અતર આદિ સુગંધિત પદાર્થોની સુગંધને વારંવાર સુંઘવા માટે તે સુગંધના આસ્વાદનની ઇચ્છાથી તેમાં મૂર્છિત, વૃદ્ધ, ગ્રસ્ત તેમજ આસક્ત થઈને− વાહ ! કેવી સરસ સુગંધ છે, એમ કહેતા તે પદાર્થોની સુવાસ લે નહિ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે ગંધમાં અનાસક્ત ભાવ રાખવાનું સૂચન છે.
ગોચરીએ નીકળેલા, ધર્મશાળા, ઉદ્યાનાદિમાં રહેલા સાધુને આજુબાજુમાંથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, તેલ—અત્તર વગેરે સુગંધિત પદાર્થોની સુગંધ આવે તો સાધુ તેમાં આસક્ત થાય નહીં. તેની સુગંધને માણીને, તેની પ્રશંસા કરે નહીં. આવા પ્રસંગોમાં સાધુ સંયમ ભાવોમાં સાવધાન રહે અને પોતાની ચિત્તવૃત્તિને સુગંધથી દૂર કરીને ઈર્યા સમિતિ અને એષણા સમિતિના પાલનમાં તલ્લીન રહે.
પ્રસ્તુતમાં ઘ્રાણેન્દ્રિયના વિષયનું કથન છે, પરંતુ ઉપલક્ષણથી પાંચે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષયની અલ્પ આસક્તિ પણ સંયમને નષ્ટ કરી શકે છે, માટે સાધુએ હંમેશાં પોતાની ઇન્દ્રિયો અને મન પર કાબૂ રાખીને જિનાજ્ઞા પાલનમાં દત્તચિત્ત રહેવું જોઈએ. શસ્ત્ર અપરિણત વનસ્પતિ આહાર ગ્રહણ નિષેધ :
३ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जासालुयं वा विरालियं वा सासवणालियं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा ।
શબ્દાર્થ :- સાલુયં = પાણીમાં ઉત્પન્ન થતા કંદ-કમલ કંદ વિરાલિય = સ્થળમાં ઉત્પન્ન થનાર કંદ–પલાશ કંદ સાવલિય = સરસવની નાલ–દાંડલી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org