________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૮
| |
૧
|
છેbps પહેલું અધ્યયનઃ આઠમો ઉદ્દેશક 09
બીજ, ગોઠલી આદિ યુક્ત ધોવણ પાણી નિષેધઃ| १ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविट्टे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा- अंबपाणगं वा अंबाडगपाणगं वा कविट्ठपाणगं वा माउलिंगपाणगं वा मुद्दियापाणगं वा दाडिमपाणगं वा खज्जूरपाणगं वा णालिएरपाणगं वा करीरपाणगं वा कोलपाणगं वा आमलगपाणगं वा चिंचापाणगं वा अण्णयरं वा तहप्पगारं पाणगजायं सअट्ठियं सकणुयं सबीयगं असंजए भिक्खुपडियाए छब्बेण वा दूसेण वा वालगेण वा आवीलियाण परिपीलियाण परिस्सावियाण आहटु दलएज्जा । तहप्पगारं पाणगजाय अफासुय जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- સફિયં = ગોઠલીવાળા સહયં = ફળના ડીંટ કે ડાંખળા વગેરે સંવીય = બીજ સહિત હોય છ9 = વાંસની છાબડીથી દૂખ = વસ્ત્રથી વાસણ = ચાળણીથી સાવત્તિયાળ = ગોઠલી આદિ દૂર કરવા માટે એકવાર ગળીને પરિવત્તિયાળ = વારંવાર ગળીને પરિસાયન = ગોઠલી આદિ કાઢીને, નિતારીને માઠું = લાવીને તાજા = આપે. ભાવાર્થ- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાણી માટે પ્રવેશ કરે, ત્યારે પાણીના વિષયમાં આ પ્રમાણે જાણે કે આ (૧) કેરીનું ધોવણ, (૨) અંબાડક–બહેડાનું ધોવણ, (૩) કોઠાનું ધોવણ, (૪) બિજોરાનું ધોવણ, (૫) દ્રાક્ષનું ધોવણ, (૬) દાડમનું ધોવણ, (૭) ખજૂરનું ધોવણ, (૮) નાળિયેરનું ધોવણ, (૯) કેરડાનું ધોવણ, (૧૦) બોરનું ધોવણ, (૧૧) આંબળાનું ધોવણ, (૧૨) આંબલીનું ધોવણ છે. આ તથા આવા પ્રકારના અન્ય અનેક પ્રકારના ધોવણ પાણીમાં ગોઠલી(ઠળીયા) છે, ફળના ડીંટ કે ડાંખળા છે, બીજ છે અને ગુહસ્થ સાધુ માટે વાંસની છાબડીથી, વસ્ત્રથી, ધાતુની ચાળણીથી એકવાર કે વારંવાર ગાળીને, છાલ, બીજ, ગોઠલી આદિ અલગ કરીને અથવા હાથથી ગોઠલી આદિને કાઢીને તે ધોવણ પાણી આપે છે, તો સાધુ-સાધ્વી આવા પ્રકારના પાણીને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધોવણ પાણીની અગ્રાહ્યતાનું નિરૂપણ છે.
ગૃહસ્થો કેરી આદિ ફળોને પાણીમાં પલાળીને કે પાણીથી ધોઈને ઉપયોગમાં લેતા હોય છે. જે પાણીમાં ફળો પલાળીને રાખ્યા હોય કે ધોયા હોય, તે પાણીના વર્ણ, ગંધ, રસમાં પરિવર્તન થઈ જાય ત્યારે તે પાણી પ્રાસુક–અચેત થઈ જાય છે અને તે પાણી સાધુ માટે ગ્રાહ્ય છે.
અચેત થઈ ગયેલા ધોરણમાં ફળોની ગોઠલી, ડીંટ, ડાંખળા આદિ પડ્યા હોય અને ગૃહસ્થ તેવા પાણીને વાંસની છાબડી, વસ્ત્ર કે ચાળણીથી ગળીને સાધુને આપે અથવા હાથથી તે ગોઠલી વગેરેને પાણીમાંથી કાઢીને આપે, તો તે સાધુને માટે અગ્રાહ્ય છે, કારણ કે ગોઠલી, બીજ વગેરે સચેત છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org