________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
રીતે સચેત પાણીમાં અન્ય દ્રવ્યનું મિશ્રણ થાય, પાણીના વર્ણ, ગંધ, રસમાં પરિવર્તન થાય ત્યારે પણ તે અચેત થાય છે. સૂત્રકારે અનેક પ્રકારના ધોવણ પાણીનું કથન કર્યું છે. જેમ કે– લોટવાળા વાસણો ધોયેલું પાણી, ચોખા, તલ, જવ આદિનું ધોયેલું પાણી વગેરે અનેક પ્રકારના ધોવણ પાણી અચેત છે અને તે સાધુ માટે ગ્રાહ્ય છે.
Fo
જો કોઈ પણ પ્રકારના ધોવણ પાણી તાજા હોય, તેના વર્ણાદિ પરિવર્તન પામ્યા ન હોય, તો તેમાં સચેત-અચેતની મિશ્રતાની સંભાવના હોવાથી સાધુ માટે તે અગ્રાહ્ય છે.
અચેત અને નિર્દોષ પાણી, અન્ય સચેત પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિ પર રાખેલું હોય, કોઈ પણ સચેત પદાર્થથી સંસૃષ્ટ હોય અથવા વહોરાવનાર દાતાના હાથ વગેરે ભીના હોય, પાણીથી નીતરતા હોય, અન્ય સચેત પદાર્થોથી સંસૃષ્ટ હોય, તો સાધુ તે અચેત પાણીને ગ્રહણ કરી શકતા નથી.
જો તે પાણી અચેત હોય અને અન્ય કોઈ પણ સચેત પદાર્થથી સંસૃષ્ટ ન હોય અને દાતાના હાથ કે વાસણ પણ સચેત જળથી સંસૃષ્ટ ન હોય, તો સાધુ તે પાણીને ગ્રહણ કરી શકે છે. ઇસ્તેમં :– લોટ બાંધતી વખતે કે મસળતી વખતે જે પાણીમાં હાથ બોળવામાં કે ધોવામાં આવે છે તે પાણી ઉર્વેદિમ કહેવાય છે.
ક્યારેક ગૃહસ્થને ત્યાં અચેત પાણી તૈયાર હોય, પરંતુ કોઈ પણ કારણથી પોતે વહોરાવી શકે તેમ ન હોય અને સાધુને કહે કે તમે આ ધોવણ અથવા ગરમ પાણીને લોટા આદિ દ્વારા લઈ ક્યો અથવા પાણીના આ વાસણને ઊંધુ વાળીને પાણી લઈ લ્યો, તો સાધુ પોતાના હાથે ધોવણ પાણી કે ગરમ પાણી ગૃહસ્થની આજ્ઞાથી લઈ શકે છે, તેવું વિધાન નવમા સૂત્રથી સ્પષ્ટ થાય છે.
ઉપસંહાર :
११ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए सामग्गियं । जं सव्वद्वेहिं समिए સહિત્ સા નર્ । ત્તિ નેમિ ।
ભાવાર્થ :- આ પિંડૈષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
Jain Education International
॥ અધ્યયન-૧/૦ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org