________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૭
૫૫ |
ગૃહસ્થને વાગી જાય, હાથ-પગ મરડાઈ જાય, લચક આવી જાય, તો સાધુની કે શાસનની અવહેલના થવાની સંભાવના છે, તેથી સાધુ માલોપહૃત દોષ ટાળીને આહાર-પાણીની ગવેષણા કરે. જો સ્થિર પગથિયા ચડીને ગૃહસ્થ કોઈ વસ્તુ લાવીને આપે, તો ભિક્ષુ તેની નિર્દોષતાનું પરીક્ષણ કરીને ગ્રહણ કરી શકે છે; તેમાં સૂત્રોક્ત દોષોની સંભાવના નથી. ઉભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ:| ३ |से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा मट्टिओलित्तं; तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा जाव लाभे संते णो पडिगाहेज्जा ।
केवली बूया- आयाणमेयं । असंजए भिक्खुपडियाए मट्टिओलित्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उभिदमाणे पुढवीकायं समारंभेज्जा, तह तेउवाउवणस्सइ-तसकायं समारंभेज्जा, पुणरवि ओलिंपमाणे पच्छाकम्मं करेज्जा। अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारं मट्टिओलित्तं असणं वा जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :-મટ્ટિોતિd = માટીથી લીંપેલા અને મોઢા બંધ કરેલા વાસણમાંથી હંમરમાણે = ભેદીને-ઉખેડીને કાઢતા લિપમ = વધેલી વસ્તુની રક્ષા માટે તે વાસણને પુનઃ લેપન કરતાં પછાલનું વા = પશ્ચાત્ કર્મ કરે છે. ભાવાર્થ- સાધ કે સાધ્વી ભિક્ષા માટે ગુહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કે અશનાદિ આહાર માટીથી લિપ્ત અર્થાતું બંધ કરેલા મુખવાળા વાસણમાં રાખેલો છે, તો તેવા પ્રકારના અશનાદિ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
કેવળી ભગવાન કહે છે કે આ કર્મઆશ્રવનો માર્ગ છે, સાધુને અનાદિ આહાર આપવા માટે ગુહસ્થ માટીથી લીંપેલા વાસણનું મુખ ખોલતા પૃથ્વીકાયનો સમારંભ કરે છે, તે જ રીતે અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો સમારંભ કરે છે, શેષ રહેલા આહારની રક્ષા માટે ફરી વાસણને લીંપવા માટે પશ્ચાત્ કર્મ દોષ થાય છે, તેથી તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે સાધુ સાધ્વીની આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ છે કે તે માટીથી લીંપેલા બંધ વાસણને ખોલીને આપવામાં આવતા અશનાદિ આહારને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને ઉભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણનો નિષેધ છે. ઉભિન્નદોષ:- ઉદ્દગમના સોળ દોષમાંથી બારમો ઉદુભિન્ન દોષ છે. માટીના કે લાખ આદિ લેપ્ય પદાર્થથી વાસણનું મુખ બંધ કરેલું હોય, તેને ખોલીને આપવું તે ઉભિન્ન દોષ છે.
પિંડ નિક્તિમાં ઉભિન્નના બે પ્રકાર બતાવ્યા છે– (૧) પિહિત ઉભિન્ન (૨) કપાટ ઉભિન્ન. માટી, લાખાદિથી બંધ વાસણનું મુખ ખોલવું તે પિહિત ઉભિન્ન છે અને બંધ દરવાજાને ખોલવા તે કપાટોભિન્ન છે. લેપ સચેત કે અચેત બંને પ્રકારના હોય છે, તેને સાધુના નિમિત્તે ખોલવામાં આવે તો તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org